________________
કર્મગ્રંથના મતે ક્ષયોપશમસમ્યકત્વી તિર્યંચ-મનુષ્યો માનકદેવમાં જ ઉત્પન્ન થાય છે અને દેવ-નારક સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે.
મોહનીયની-૨૨ની સત્તાવાળો ક્ષયોપશમસમ્યકત્વી મનુષ્ય યુગલિકતિર્યંચ-મનુષ્યમાં અને દેવ-નરકમાં ઉત્પન્ન થાય છે. એટલે યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ ઉસ્થાન સુધી ૨૨ની સત્તા (ક્ષયોપશમસમ્યત્વ) હોય છે. ત્યાર પછી પર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યકત્વ પામે છે અને નારકને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૫/૨ ૨૮ ઉસ્થાન સુધી ૨૨ની સત્તા (ક્ષયોપશમસમ્યકત્વ) હોય છે. ત્યાર પછી પર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યકત્વ પામે છે. એટલે યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષયોપશમસમ્યકત્વ હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. સાવતિને પર્યાપ્તાવસ્થામાં જ ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં ક્ષયોપશમસમ્યકત્વ હોતું નથી. તેથી ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં અપર્યાપ્તાવસ્થામાં યુગલિકતિર્યંચને ૨૧ના ઉદયના ...........૮ ભાંગા,
૨૬ના ઉદયના ...૮ ભાંગા, ૨૮ના ઉદયના .........૮ ભાંગા,
૨૯ના ઉદયના ... ૧૬ ભાગા, ૨૯ + ઉદ્યોત = ૩૦ના ઉદયના. ...૮ ભાંગા, પર્યાપ્તાવસ્થામાં અયુવતિર્યંચને ૩૦ના ઉદયના ૧૧પર ભાંગા,
૩૧ના ઉદયના ૧૧પર ભાંગા, વૈવતિયચના કુલ ....પ૬ ભાંગા,
તિર્યંચના કુલ – ૨૪૦૮ ભાંગા થાય છે. સાવતિર્યંચના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં યુવતિર્યંચના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૬ ભાંગા આવી જવાથી જુદા ગણ્યા નથી.
૩૪૫