________________
વૈ૦મ0ના - ૩૫ ભાંગા,
આ૦મના - ૭ ભાંગા, કેવલીભગવંતના - ૮ ભાંગા, મનુષ્યના કુલ - ૪૯૦ ભાંગા થાય છે.
ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને ૧લું સંસ્થાન, શુભવિહા૦ અને સુસ્વરનો જ ઉદય હોય છે. એટલે દેવની જેમ ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં... દેવના . ૬૪ ભાંગા,
નારકના.................૫ ભાંગા, મનુષ્યના...........૪૯૦ ભાંગા, યુગલિકતિર્યંચના-૬૪ ભાંગા,
કુલ - ૬૨૩ ઉદયભાંગા થાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણાઃ
સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યકત્વી સંજ્ઞી તિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે. એટલે ક્ષયોપશમ સમ્યકત્વ ચારે ગતિના સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. એકે૦-વિકલ૦, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને કેવલીભગવંતને ક્ષયોપશમસમ્યકત્વ હોતું નથી. એટલે ક્ષયોપશમસમ્યકત્વ માર્ગણામાં એકે૦ના-૪૨, વિકલેવના-૬૬, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચના૨, લબ્ધિ-અ૫૦મનુષ્યના-૨ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૨૦) ભાંગા ઘટતા નથી. તેથી કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ઉદયભાંગા ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણામાં ઘટે છે. (७3) नरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिकसम्यक्त्वेन गृहीतेन प्रज्ञप्त्याद्यभिप्रायतः षष्ठनरकपृथिव्यामिति नारकत्वेनोत्पद्यते । (મલયગિરિસૂરિકૃત પંચસંગ્રહની ટીકા દ્વાર-૨ ગાથા નં. ૩૧)
૩૪૪