________________
૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન ઘટે છે. તેના ઉદયભાંગા ૧૫૮ થાય છે. એ જ રીતે, છેદોપસ્થાપનીયચારિત્રમાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા.. પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા
પરિહારવિશુદ્ધસંયમીને પ્રથમસંઘયણ જ હોય છે. તે મહાત્મા વૈક્રિયલબ્ધિને ફોરવતા નથી સંપૂર્ણ ચૌદપૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારકશરીર બનાવી શકતા નથી અને શ્રેણી માંડી શકતા નથી. એટલે પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્તમુનિને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે અને ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) * ૨(સુસ્વર-દુઃસ્વર) = ૨૪ ઉદયભાંગા જ થાય છે. સૂમસંપરાયચારિત્રમાર્ગણા
સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને ૩(સંઘયણ) ૪ ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) x ૨(સુસ્વરદુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. યથાખ્યાતચારિત્રમાર્ગણાઃ
યથાવાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ૧૧મા ગુણઠાણે ઉપશમકને ૩૦નું ઉદયસ્થાન હોય છે. ૩૦ના ઉદયના ૩(સંઘયણ) x ૬(સંસ્થાન) x ૨વિહાયોગતિ) x ૨(સુસ્વર-દુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. તેમાં ૧૨મા ગુણઠાણાના ૩૦ના ઉદયના ૨૪ ભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી જુદા ગણ્યા નથી.
સાવકેવલીને ૨૦/ર૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ + ૧ = ૫૬ ઉદયભાંગા થાય છે.
૧૧મા ગુણઠાણે સા૦મનુષ્યને ૩૦ના ઉદયના ૭૨ ભાંગામાં સા કેવલીના ૩૦ના ઉદયના ૨૪ ભાંગા આવી જવાથી, તેને જુદા
૩૩૩