________________ હર્મન યાકોબી અનિયમિતતાઓ પ્રત્યે લોકો કંઈક અંશે તિરસ્કારથી જોતા અને પરિણામે બંગાળી અને પશ્ચિમી વાચનાઓમાંથી તે દૂર કરવાના સભાન પ્રયત્નો થયા. પણ આના ઉપરથી કોઈ એવી તો દલીલ ન જ કરે કે, આવી પરિસ્થિતિને કારણે, વ્યાકરણદુષ્ટ રૂપો મહાભારતમાં આવતાં અટકી ગયાં. કારણ કે રામાયણ એ કાવ્ય ગણાતુ અને આ પ્રકારના સ્વરૂપનાં લક્ષણોએ પણ, રામાયણના પાઠના આકાર પર પોતાનો પ્રભાવ છોડ્યો. પણ આવી વિચારણા મહાભારતમાં એટલા માટે ઉદ્ભવતી નથી કે મહાભારત ઘણા પ્રાચીન સમયથી ધર્મશાસ્ત્રનો ગ્રંથ ગણાવા લાગ્યો હતો. એક વખત આ વાચનાઓ નિશ્ચિત થઈ ગઈ અને વિદ્વાનોના લેખનની પરંપરામાં જળવાઈ ગઈ, તેથી તેનું ભાગ્ય પણ આવા પ્રકારની અન્ય કૃતિઓ જેવું જ બની ગયું. વિસ્તાર કરનાર પણ પોતે જેને પ્રક્ષિત માને તેને ગાળી નાખે, ભિન્ન પાઠોમાંથી પસંદગી કરે અથવા અટકળથી ભ્રષ્ટ પાઠને સુધારવા પ્રયત્ન કરે. તિલક ટીકામાંથી આપણને આ પ્રક્રિયાનું આખું ચિત્ર મળે છે. અને તેના કર્તા રામવર્મનના સમીક્ષાત્મક દૃષ્ટિબિન્દુનો પણ આપણને ખ્યાલ મળે છે. અસ્વીકૃત કે સ્વીકૃત એવા પાઠોનો ઘણીવાર ઉલ્લેખ થાય છે. આ પાઠોને પ્રાચીન (ઉં. ત. બંગાળી સંસ્કરણ 1-93, 102-154), પારંપરિક પા (5-50-18, 21-21) (6-48-3) અથવા સામwાયિક એવા નામથી ઓળખવામાં આવે છે. (1-16-29) ઘણી હસ્તપ્રતોને આધારે વ૬પુસ્તકમત (૧-૨૧૮)અથવા અ-પારંપરિક અપાજી (6-6 6-25) અથવા નવી અટકળનો આધુનિઋત્વિત: પાટ: (5-1-102, 42-9) વગેરેનાં પ્રમાણથી આ પાઠોનો ઘણી વાર સ્વીકાર કરવામાં આવે છે અથવા તેમનો ત્યાગ કરવામાં આવે છે અથવા ઉચિત ઠેરવવામાં આવે છે. ઘણાં પાઠાન્તરો એવા પણ છે જે નથી સ્વીકારાયા કે નથી સ્પષ્ટપણે તેમનો ત્યાગ કરવામાં આવ્યો. આવા પાઠાન્તરો દક્ષિણ ભારતની આવૃત્તિમાં મળે છે.૧૦ આ સર્વ પાઠાન્તરો સંખ્યામાં ઘણાં ઓછાં છે અને બીજી વાચનાઓની સરખામણીમાં ઓછાં મહત્ત્વનાં છે. એક સુખદ અકસ્માતને કારણે ભિન્ન વાચનાઓને જેને કારણે આકાર સાંપડ્યો છે તે હકીકતોમાં આપણને એક અંતર્દષ્ટિ મળે છે. આને કારણે કેટલેક અંશે પાઠના ઇતિહાસ વિશેનાં યથાર્થ તારણો આપણે તારવી શકીએ છીએ. 28 પદ્યોનો એક દીર્ધ ખંડ સી અને એમાં ત્રણ વાર અને બીમાં બે વાર પુનરાવર્તિત થાય છે. રાવણ દ્વારા બંદી બનાવાએલી સીતા પાસે રામચન્દ્રનો સંદેશ લઈને આવેલા અને સીતા પાસેથી વિદાય લેતાં પહેલાના હનુમાનનો સીતા સાથેનો સંવાદ આ ખંડનો વિષય છે.