________________ હર્મન યાકોબી गगनं गगनाकारं सागरः सागरोपमः / राम-रावणयोयुद्धं राम-रावणयोरिव બીજું અર્ધ ચરણ સી ના ૬-૧૦૭-૫૨માં આવે છે. પહેલું ચરણ આ પ્રમાણે છે. सागरं चाम्बरप्रख्यं अम्बरं सागरोपमम् / દેખીતું છે કે વામન કરતાં આ પાઠ વધારે સારો છે. આ પરિવર્તન જણાય છે અને તે “અનન્વય અલંકારનાં વધુ ઉદાહરણો દર્શાવવા માટે થયેલું લાગે છે. વધુમાં વામનના ગ્રંથની બધી જ હસ્તપ્રતોમાં પહેલું ચરણ મળતું નથી. જો આપણે વામનના આ પદ્યને રામાયણનું અવતરણ ગણીએ તો આપણે એ માનવું પડશે કે, વામનને સી વાચના જાણીતી હશે અથવા તો સીની નિકટની કોઈક કારણકે એ અને બીમાં ઉપર ઉદ્ધત પદ્ય મળતું નથી. આઠમી અને નવમી સદીનાં ઉપર્યુક્ત ઉદ્ધરણો આપણને એટલું સ્વીકારવાની ફરજ પાડે છે કે તે સમયે કેવળ એક જ વાચના અસ્તિત્વમાં હતી જે સી ની નજીક હતી અને સંભવતઃ બીજી પણ જે અત્યારની એની નિકટ છે. રામાયણનાં કાવ્યાત્મક સર્જનો જેવાં કે ક્ષેમેન્દ્રનું સમાયણ-કથા-સાર-મંગરી'' (૧૧મી સદીની મધ્યમાં) અને ભોજનું રામાયણ-વધૂ (સંભવતઃ એ જ સમય) દ્વારા પણ જે પાયામાં છે તે વાચનાઓ વિશે નિર્ણય આપણે તારવી શકીએ છીએ. ખાસ કરીને પહેલી કૃતિ મૂળ ગ્રંથ સાથે પોતાને જોડીને પદે પદે તેને અનુસરે છે. હવે આપણે એ જોઈએ કે એ અને બીમાં આમ તો વધારાના ખંડ સાથે એ કેવી રીતેનો સંબંધ ધરાવે છે. સીમાં બાલકાંડને અંતે યુધાજીની વિનંતિથી દશરથ ભરત અને શત્રુષ્ણને માતામહને ત્યાં મોકલે છે. તેનું પાંચ પદ્યમાં વર્ણન છે. (77.15 બીથી ૨૦-એ) એ અને બીમાં બે સર્ગમાં વિસ્તારથી આ વાત બહેલાવી છે. દશરથનો પોતાના પુત્ર ભરતને ઉપદેશ છે અને રાજકુમારના શિક્ષણની પિતામહ કરેલી વ્યવસ્થા આ બાબતોનું વર્ણન થયું છે. ક્ષેમેન્ટે આપેલા ઉદ્ધરણમાં સંબંધિત પદ્યો આ પ્રમાણે છે : ततो मातामहपुरं भरतः पितुराज्ञया / शत्रुघ्नानुगतः प्रायान् मातुलेनाभियाचितः / / स तत्र गुणरत्नानां महोदधिरिवापरः / जग्राह सकला विद्या गुरुभ्यो विपुलाशयः / / सच्छास्त्राधिगमात् तस्य धर्मसंक्रान्तिदर्शनम् / मनो बभूव विशदं माजितं सुकृतैरिव //