________________ 84 રામાયણ આવે છે. “એવું જણાય છે કે લ્યુકોથિયા ઓડિસિયસને બચાવે છે અને બીજા પરિણયવાંછુઓ પણછ ચઢાવી શકતા નથી એ બે વાત ભેગી કરી દીધી છે. આ દ્વારા અથવા આ બે સંજોગોને ભેગા કરવાથી, હોમરની અચૂક યાદ આવે છે, અને બીજાથી (માનવા પ્રેરાઈએ છીએ) સીધા જ રામાયણના મિથિલાના રાજા જનકની સભાના પ્રસંગોનું સ્મરણ થાય છે. અને તે પણ બહુ જ પ્રાબલ્યથી. કારણમાં, અહીં મિથિલાની યુવાન રાજકુમારીનું વર્ણન આવે છે જેનું પણ સીતાના પિતા (જનક)ના જેવું જ નામ છે. આણે પૈતૃક રાજ પાછું મેળવવા કૂચ આદરી અને તે રીતે ઉપર્યુક્ત ભાગ્ય તેને મળ્યું. હવે આ બે પ્રસંગો ભેગા કરવામાં આવ્યા હોવાથી તેમના પર તરત જ છેકો મારી દેવાય નહીં અને તેઓ હોમર સુધી જાય છે. એટલે રામાયણના દેશ્ય માટે પણ આવો જ ઉદ્ગમ દર્શાવશે”. (વેબર, પૃ. 17) આ બે પ્રસંગોને જોડવાથી જાતક-કથાએ ઓડિસિયસકથાના અનુકરણમાં આકાર લીધો છે તો, તેનાથી આપણને રામાયણ વિશેના કોઈ કારણ પર આવવામાં સહાય મળતી નથી. રામાયણને જાતકમાં વર્ણવાયેલાં જનકનાં સાહસો તદ્દન અજાણ્યાં છે. જો જાતક રામાયણ કરતાં વધુ પ્રાચીન હોત તો, પણછ ચઢાવવાની વાત જાતકમાંથી રામાયણમાં આવી હોય એમ માની શકાય. પણ આવી પ્રક્રિયાએ રામાયણના પ્રસંગો અને વ્યક્તિઓનાં ચરિત્રોમાં, મૂળભૂત પરિવર્તન આપ્યું હોત. પણ આપણે ક્યારનું જોયું છે કે, દશરથ જાતક એ નિશ્ચિતપણે રામાયણમાં દ્વિતીય પ્રકારની નિર્મિતિ છે અને જનક-જાતકના સંદર્ભમાં આનાથી ઉલટું સિદ્ધ કરવા બહુ જ પ્રતીતિકર તર્કોની આવશ્યકતા રહે. પણ જો આપણે ઓડિસિયસ-કથા ભારતને પરિચિત થઈ ત્યારે, રામની ધનુષ પર પણછ ચઢાવવાની વાર્તા બની એ સ્વીકારીએ તો, જનક સાથે તે શા માટે જોડાઈ એ આપણને સમજી શકીએ. જનકની પાસે અત્યંત ભારે ધનુષ હતુ એ સંજોગ જનસાધારણની કલ્પનાને માટે પૂરતો પ્રેરણાદાયી હતો જેથી તેને, વાર્તાનો નાયક બનાવી દીધો અને, તેમાં ધનુષભંગ બહુ જ મહત્ત્વની ઘટના હતી. રામ અથવા અર્જુન આ હેતુ માટે વધારે યોગ્ય હતા કારણ કે તેઓએ આ પ્રકારનાં ધનુષ્ય તોડ્યાં હતાં. પણ આ બે મહાકાવ્યોમાં આ બે વીર નાયકોની વાર્તા એટલી દઢ બની ગઈ હતી કે, લોકો આ વીર પુરુષોમાં કોઈ નવા સાહસ આરોપિત કરી શક્યા નહીં. એમ કરે તો, યુગ-પ્રાચીન કથામાં વિરોધ આવે. મહાવંશમાં વિજય અને જનક-જાતકની વાર્તાનો ગ્રીક ઉદ્ગમ હોવાની સંભવિતતા કે શક્યતાનો હું વિરોધ કરવાનો નથી. (વબર, પૃ. 13 નોંધ 1 અને પૃ. 17) પણ આનું ઉછીનું લેવું રામ કથાના બહુ સમય પછીનું હતું. આ બન્ને બૌદ્ધ વાર્તાઓમાં દરિયાઈ સફરો ઓછો મહત્ત્વનો ભાગ ભજવતી નથી. તે સમયે તો આ બહુ જ જાણીતા પ્રસંગ