________________ હર્મન યાકોબી 107 એટલે, એને બહુ મહત્વ આપવાની જરૂર નથી. બધે જ સ્થળે, રાક્ષસો વિશેની કથાઓ જે તે ભૂમિપ્રદેશો પૂરતી મર્યાદિત છે. જેમાંથી આપણને તેમની કેવળ હયાતી કરતાં વિશેષ કોઈ માહિતી મળતી નથી. આ કથાઓની પાર્શ્વ ભૂમિકા અતિ પ્રાચીન પાકુ ઐતિહાસિક સમય છે. અને તેથી સ્થાનિક મહત્ત્વ વિશેના સર્વ પ્રયત્નો બાજુએ ધકેલાઈ જાય. વધુમાં યજ્ઞોનો નાશ કરનારા રાક્ષસો સંપૂર્ણપણે કંઈ દક્ષિણ ભારતના જ છે એવું નથી. અપેક્ષાએ પછીના એવા પહેલા કાંડના રાજાની સહાયથી વિશ્વામિત્ર રાક્ષસોના હુમલાથી પોતાને બચાવતા આપણે જોઈએ છીએ અને તેનો આશ્રમ તો ચોક્કસ ઉત્તરના આર્ય ભારતમાં હતો. ૬૫-૬૬માં પૃષ્ઠ પર મેં ટોલ્બોય વહીલરના મતનું ખંડન કર્યું છે. વહીલરના મતમાં રામાયણમાં બૌદ્ધ ધર્મ પરત્વે દ્વેષનું ચિત્ર મળે છે. મેં ત્યાં જે ચર્ચા કરી છે તેને જોઈ શકાય. મેં એવો મત દર્શાવ્યો છે કે, રામાયણ કોઈ રૂપકાત્મક કાવ્ય નથી. આપણને આવી કોઈ સમજૂતીની આવશ્યકતા નથી. કારણ કે, હું હવે દર્શાવીશ તે પ્રમાણે ભારતીય પુરાણકથાઓથી પરિચિત બનેલાં પાત્રોને આપણે આ કથાનાં મુખ્ય પાત્રોમાં ઓળખી શકીએ તેમ છીએ. અથવા તો, તેની સાથેનો સંબંધ દર્શાવી શકીએ તેમ છીએ. સ્વરૂપમાં પ્રતીકાત્મક હોવાથી, બધી વિગતોમાં કથાઓ સમજાવીશ નહીં. આવું કાર્ય એન્જલો ડી ગુબરનેટીએ પોતાની સર્જનાત્મક શક્તિથી પોતાના પુસ્તક 'die in der indo Thiere, german ischen mythologie માં ખાસ કરીને પ્રકરણ 1, 2 અને ૯માં સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ત્યાં તે સફળ થયા નથી. આનું કારણ એ છે કે, આવાં વર્ણનોમાં વિશિષ્ટ લાક્ષણિકતાઓ શોધી કાઢીએ તો પણ, આપણે ચોક્કસ હોઈ ન શકીએ કે, આ લાક્ષણિકતાઓ મૂળ પુરાકથાની છે કે પછીના કથાકારોની વૈભવી કલ્પનાની નિપજ છે. એટલે, આપણે એ વિચારથી સંતોષ માનવો પડે કે કથાનાં પાત્રો પુરાણકથાનાં પાત્રોનો સંદર્ભ આપે છે. અને જો કથાનાં પાત્રોને, પ્રકૃતિનાં પ્રતીકોથી સમજાવવાનો પ્રયત્ન કરે તો ગઈ પેઢીના તત્ત્વચિંતકોની જેમ વિચારોના આટાપાટાની રમતથી તે મુંઝાઈ જવાનો છે. ગઈ પેઢીના આ તત્ત્વચિન્તકો એવા હતા જેઓ કંઈક લાવી શકે તો લઈ આવવામાં માનતા. તેઓ હંમેલના તત્ત્વચિંતનના વ્યાપક મથાળાઓ હેઠળ જે લાવી શકે તે લાવી દેતા. આપણે સીતાથી અન્વેષણનો આરંભ કરીએ છીએ. સીતાના પૌરાણિક લક્ષણ વિશે તો કોઈ શંકા છે નહીં. ઋગ્વદમાં9 (4-57-6,7) ચાસ જેને સીતા કહેવામાં આવે છે તેની પૂજા આવે છે. આ પૂજાનું માનવીય સ્વરૂપ છે. પછીના વૈદિક ગ્રંથોમાં વેબરે ખાસ કરીને કૌશિકસૂત્રના અભૂતાધ્યાયમાં અને પારસ્કર ગૃહ્ય સૂત્રમાં ખેડાયેલી ભૂમિની દેવી