________________ 106 રામાયણ દલીલોથી ન્યાયી ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. નિઃસંશય આ પ્રસંગમાં પ્રાચીન કથા છે જેની સાથે રામ સંકળાયેલા છે. એટલે અવશિષ્ટ કથા માટે જુદી અવધારણા બાંધવાનું આપણી પાસે કોઈ કારણ નથી. આ કથાના મહત્વ વિશેનો મત સૌ પ્રથમ લેસને (Indian Antiquity પૃ. 535) સૂચવેલો. આ પ્રમાણે રામાયણમાં દક્ષિણ ભારત પર આર્યોના વિજય અને વિસ્તારની કથા છે. બ્રાહ્મણ ધર્મના શાંતિપૂર્વકના ભૂતકાળમાંથી વિસ્તારને ધારી લે છે. પુરોહિતોનું ભક્ષણ કરતા અને યજ્ઞમાં ભંગ પડાવવા રાક્ષસો જંગલી જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રાહ્મણ-સંસ્થાઓ પ્રત્યે દ્વેષ ધરાવતા વાનરો મૂળ નિવાસીઓને રજૂ કરે છે. જેઓ આર્મક્ષત્રિયોની સહાયમાં આગળ આવ્યા અને, આ મત આકર્ષક છે તેની ના પાડી નહીં શકાય. પણ જો આપણે એમ પૂછીએ કે, રામ-કથાનું અર્થઘટન આ મત પ્રમાણે કરવું જોઈએ કે નહીં તો, તેનો ઉત્તર આપણને નકારમાં મળશે. કારણ કે રામનાં સર્વ સાહસો નિષ્ફળ પ્રયત્નો હતા. અને, તે અંગે કોઈ કાર્ય દર્શાવતાં નથી. વાનરો અને રાક્ષસોનું આધિપત્ય પહેલાંની જેમ ચાલુ રહે છે, ફક્ત બીજો વાનર અને બીજો રાક્ષસ રાજગાદી પર આવે છે. રામ કોઈ પણ જગ્યાએ આર્યરાજની સ્થાપના કરતા નથી અને, આવી યોજનાની શક્યતાનો વિચાર પણ ક્યાંય આવતો નથી. અને આપણે જો સ્વીકારીએ કે રામકથાએ મહત્ત્વ ત્યારે ધારણ કર્યું હશે જયારે આર્યોએ દક્ષિણ ભારત પર આધિપત્ય પ્રાપ્ત કર્યું. તો દરેક સ્થળે પ્રચલિત પરિસ્થિતિના ઉદ્ગમૂનો ખુલાસો કથામાંથી પ્રાપ્ત થાય. પણ દર્શાવ્યું છે તે પ્રમાણે, રામ-કથા એવું કશું કરતી નથી. એ તો સુસંગતપણે તે મતને વળગી રહે છે કે રામની દક્ષિણ ભારત પરની ચઢાઈ પછી પણ આર્ય પ્રભુત્વ કદી સિદ્ધ થયું નથી. વેબરે પોતાનો મત (પોતાના Literature Geschichte પૃ.-૨૦૯) કેટલેક અંશે બદલ્યો હતો. તે કહે છે કે રામાયણની કથાનો આધાર ઐતિહાસિક હકીકત છે. ખાસ કરીને આર્યસંસ્કૃતિનો દક્ષિણ તરફનો ખાસ કરીને સીલોન તરફનો વિકાસ. પણ આ સ્વરૂપમાં પણ, રામાયણમાં આવતા અહેવાલોમાંથી રૂપકાત્મક અર્થઘટનને કોઈ અનુમોદન સાંપડતું નથી. કારણ કે સંસ્કૃતિની બાબતમાં પણ રામાયણ કે રામની યાત્રાને કારણે આવેલાં પરિવર્તન કે સુધારાને રામાયણ દર્શાવતું નથી સિવાય કે રાજયગાદી બચાવવી અને તેમાં પરિવર્તન લાવવું. વળી, રામાયણમાંથી મળતું દક્ષિણ ભારતનું ચિત્ર પણ બહુ સ્પષ્ટ નથી એનું કારણ એ છે કે કવિની ભૌગોલિક ક્ષિતિજ બહુ મર્યાદિત હતી. તે દક્ષિણના બ્રાહ્મણ આશ્રમોને જાણે છે પણ કાલ્પનિક પ્રાણીઓ અને મિત્રોની ભૂમિ તરીકે કવિને તે વધારે જાણીતું છે.