________________ હર્મન યાકોબી 119 35. પૌરાણિક સ્રોતો અને બૌદ્ધ-જૈન પરંપરા આપણને આ પ્રસંગો જાણવામાં ચોક્કસ સહાય કરે છે. જૈનો પ્રમાણે અજાતશત્રુ (કૂણિક) એ અંગપ્રદેશમાં ચમ્પાનગરીમાં રાજગૃહથી રાજધાની ફેરવી. વિદેહને ખાલસા કરવાનું તેણે શરૂ કરેલું પણ પૂરું કર્યું ન હતું. આથી સામન્તોના શાસન હેઠળના કાશી-કોશલના ભાગ્યનો અંત લાવી દીધો. કાલાશોક ઉદાયિન દ્વારા પાટલીપુત્રનો પાયો નાખવાનું શ્રેય અજાતશત્રુના પુત્ર (અથવા ભત્રીજો)ને આપવામાં આવે છે. જુઓ મારું શોધપત્ર On Kalasoka Udayin ZDMG Vol.35 પૃ.૬૬૭. 36. Indian Antiquary XIV પૃ. 209 પર ગ્રીઅર્સન દ્વારા સંપાદિત અને અનૂદિત બેલેડ ઑફ આલ્હા જુઓ. ઉપરની પાદટીપ જુઓ. 38. તાલ્બોયઝ વ્હીલર, History of India ભાગ. 2 પૃ. 135 પ્રમાણે “ગંગા નદીના ઉત્તર અથવા તો ડાબા કાંઠે આધુનિક સગૂર આવેલું છે.' ઇમ્પીરીયલ પ્રેઝીટીયરમાં આ નામનું કોઈ સ્થળ નથી. 39. જૈનોએ ઋષભને પોતાના પ્રથમ તીર્થંકર (Vsabhe Kosalie) માન્યા છે. તેઓ ઇક્વાકુભૂમિમાં જન્માં હતા. મારા મત પ્રમાણે, તે વાલ્મીકિ નથી, કારણ કે, દશરથના મૃત્યુથી માંડી ભરતનું રામને મળવું ત્યાં સુધીનો આખો ખંડ, અત્યારના આકારમાં દ્વિતીય સ્તરનો જણાય છે. રઘુવંશ 17-25 પ્રમાણે પછીથી કુશે કુશાવતીથી અયોધ્યામાં પોતાના શાસનનું સ્થળ ખસેડ્યું. કોશલની બહાર શ્રાવસ્તી છે. જૈનો પ્રમાણે કુણાલ પ્રાન્તની રાજધાની છે. જુઓ બેબર Verzeichnis der Sanskrit and Prakrit Handschriften. એવું હું ધારું છું. જો કે કોઈ ચોક્કસ સાબિતી નથી પણ હું જાણું છું ત્યાં સુધી આ રાજકુમાર ઈક્વાકુ વંશનો હતો. કલ્પસૂત્ર 128 અને નોંધ આ હકીકતને ૧-૪૨-૧માં નોંધવામાં આવી છે. कालधर्मं गते राम सगरे प्रकृतिजनाः / राजानं रोचयामासुरंशुमन्तं सुधार्मिकम् // આ એ જ ધારણા પર માન્ય રાખી શકાય કે, પ્રજાનો રાજ્યના વારસદારની પસંદગી પર બહુ મોટો પ્રભાવ રહ્યો હોય. નોંધપાત્ર શબ્દ ર-૦૯-૧ ખંડમાં પણ આવે છે. જેને હું દ્વિતીય સ્તરનું પરિણામ માનું છું. ઉપર પાદટીપમાં આનો વિચાર કર્યો છે.