________________ 124 રામાયણ 74. રામ અને ઇન્દ્રની એકરૂપતા માટે ઉપર જે કહ્યું તે ઉપરાંત, રામ ૩-૨૭માં ત્રિશિરનો વધ કરે છે. જ્યારે ઇન્દ્ર ત્વષ્ટાના પુત્રને મારી નાખે છે. ખૂંધી મંથરાના કપટને કારણે, રામને વનવાસ થયો હોવાથી ઈન્દ્ર વિરોચનની પુત્રી મન્થરાને મારી નાખે છે. વિષ્ણુપુરાણના પાંચમા સર્ગ પ્રમાણે, તે રાક્ષસોને મારી નાખે છે, ધનુક અધ્યાય 8, પ્રલમ્બ 9, હુષ્ટિક 20, દ્વિવિદ 36. 76 . બર્લીનમાં સાયન્સ એકેડેમીની બેઠક પરના રીપોર્ટમાં વેબર XXX VIII પૃ. 818, નોંધ 2. સરખામણી માટે રામના રાવણ સાથેના નિર્ણયાત્મક યુદ્ધમાં ઇન્દ્ર રામને પોતાનાં રથ, બશ્વર અને શસ્ત્રો આપે છે. તે પણ નોંધવું જોઈએ. આ વાર્તા ભરતની વિદાય અને શૂર્પણખાના આગમનની વચ્ચે આવે છે. અને તેને પ્રક્ષિપ્ત આપણે ગણી શકીએ. અત્રિ અને અગત્યના આશ્રમોની મુલાકાતોનો ઉદ્દેશ આ ઋષિઓના સંપર્કમાં રામને લાવવાનો છે. બીજા કાંડમાં રામની ભરદ્વાજની મુલાકાત જેટલી જ તેમનામાં નવીનતા છે. ત્રીજા કાંડના આરંભમાં, સાહસ યુગ્મો એ હકીકત દર્શાવે છે કે, ભરતની વિદાય અને શૂર્પણખા સાથેનું સાહસ એ બે વચ્ચેનાં પસાર થએલાં 11, 12 વર્ષો તદ્દન નિરર્થક ન હતાં. હકીકતમાં તો, અત્યારના પાઠ પ્રમાણે પમ્પા સરોવરના તટે, રામે કશું કર્યા વગર દસ વર્ષો પસાર કર્યા એવી છાપ ઊભી કરવામાં આ ઘટનાઓ પૂરતી નથી. મૂળ કાવ્યમાં વનવાસીઓ ચિત્રકૂટ (2-117-14) છોડ્યા પછી, આગળ વધ્યા (3-11-1-5) અને પંચવટી આવ્યા. ત્યાં તેઓ સ્થાયી થયા. ત્યાં કેટલીક ઘટનાઓ બની જેનાથી, કથાનો બીજો ભાગ શરૂ થાય છે. કાવ્યના પ્રમાણભૂત ભાગોમાં, દેવો બહુ જ ઓછો હસ્તક્ષેપ કરે છે. તેમાં પણ વિષ્ણુ અને શિવનો જરા પણ હસ્તક્ષેપ નથી. પણ ઇન્દ્ર પોતાનો રથ અને બદ્ધર રામને આપે છે. ગરુડ ઇન્દ્રજિતના ધનુષ્યની ચમત્કારિક શક્તિનો નાશ કરે છે. અગ્નિ સીતાની શુદ્ધિની સાહેદી આપે છે. ખરેખર આ ભાગ મૂળનો હોય તો. સૂર્યદિવ અને ચંદ્રદેવ સુગ્રીવ અને હનુમાનના અનુક્રમે પિતા છે. આંખે ઊડીને વળગે તેવા વિરોધ રૂપે, છેલ્લા કાંડમાં એક પણ વાર્તા એવી નથી કે જેમાં કોઈને કોઈ દેવ આવતા ન હોય. 80. એવી ઘણી એમના વિશે પુરાણકથાઓ છે જેમાં તેમનું કોઈ સન્માન નથી. એટલે વિષ્ણુની પત્ની ઇન્દીરા કહેવાય છે. 82. ગ્રીઅર્સન સાથે સરખાવો. હિન્દુસ્તાનની આધુનિક પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય (ભાગ-૧, 1888) પૃ. 42. તે તુલસીદાસના રામાયણ વિશે કહે છે : ભાગલપુરથી પંજાબ અને હિમાલયથી નર્મદા સુધીના સર્વ વર્ગોમાં તેની સાર્વત્રિક સ્વીકાર થયો છે. તે નોંધપાત્ર છે કે દરેકના હાથમાં તે છે, દરબારથી તે ઝૂંપડી સુધી અને હિન્દુ સમાજના દરેક વર્ગ દ્વારા વાંચવામાં