Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 131
________________ 1 22 રામાયણ 61. 3 60. છંદ માટે જુઓ આગળ પૃ.૨૪. ધ્વન્યાલોક પૃ. 148, કાવ્યમાલા આવૃત્તિ. ___ नहि कवेरितिवृत्तमात्रनिर्वहणेन किञ्चित् प्रयोजनम्, इतिहासाद् एव तत्सिद्धेः / 62. કાવ્યાદર્શ 2.66 उपमैव तिरोभूतभेदा रूपकमुच्यते / यथा बाहुलता पाणिपद्मं चरणपल्लवः / કૌંસમાં મૂકેલો શ્લોક દેખીતી રીતે જ, પછીનું ઉમેરણ છે, તે બીમાં નથી. આ ક્ષતિ માટે એ વ્યક્તિ જવાબદાર છે કે જે એટલું જાણતી નથી કે, દેડકાં સમુદ્રમાં હોતાં નથી. અશ્વ અને ગજ આ પંક્તિમાં ફરીથી આવે છે. 64. કમળ સમુદ્રમાં ઉગતું નથી એ હકીકતથી ભારતીયો અજાણ નથી પણ આ કવિઓનો કવિસમય હોવાથી દોષ ગણાતો નથી. જુઓ સાહિત્યદપર્ણ પ૯૦. 65. પછીના કવિઓ મીન, મકર, કર્કટ એવી રાશિઓનાં ચિહ્નનો ઉપયોગ આવાં વર્ણનો માટે કરે છે. અહીં નથી એનો અર્થ એ કે કવિ રાશિથી અનભિજ્ઞ છે. પુનર્વસુની મોટા માછલા સાથે, તિસ્ય (કેન્સર) અને શ્રવણ (ઇગલ)ની બતક અને સ્વાતિની બગલા સાથેની સરખામણી એ કપોલકલ્પિતની અતિશયતાનું ઉદાહરણ છે. वानराणाम् હું એવું માનું છું કે, કાલિદાસ પહેલાં પ્રચલિત કાવ્યકળામાં ચિત્રાત્મક વર્ણનો મહત્ત્વનો ભાગ ભજવતાં અને મારા-કથનની પુષ્ટિમાં ઋતુસંહાર અને માંડસોર શિલાલેખનો સંદર્ભ આપીશ. હું એવું માનું છું કે ઘટકર્પર કાલિદાસ પહેલાં થઈ ગયા. આ 22 પદ્યો પરથી (અને આખું કાવ્ય 22 પદ્યોનું જ છે) આપણે જોઈ શકીએ છીએ કે કવિ પોતાની રચના વિશે કેવું ગૌરવ અનુભવે છે. જો એ પછીથી થયા હોત તો, તેમણે એવી બડાશ ન મારી હોત કે, કોઈ ચર્મ માં તેમને અતિક્રમી ન શકે. પણ પછીનાં ધોરણેથી જો, મૂલવવામાં આવે તો, તેમની રચના તદ્દન નબળી છે. અલ્પને પણ ઉત્કૃષ્ટ કૃતિ તરીકે પ્રશંસવામાં આવતી અને એટલે જ કવિએ આવાં પ્રગભ વિધાનો કર્યા છે. હવે કૃતિ આ પ્રશંસાને પાત્ર નથી. 68. અહીં અને પછીનાં પદ્યોમાં પાદાન્ત મેં સંધિ છૂટી પાડી છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે, પાદાન્ત પદ્ય પૂર્ણ બને છે, જેવું વાલ્મીકિનાં પઘોમાં મોટે ભાગે બને છે. જુઓ બોટલીન્કના ઉપર ઉલ્લેખાયેલા ગ્રંથનું પૃ. 31 69. એ સ્વાભાવિક રીતે વિવાદાસ્પદ છે કે, રામાયણમાં જે કહેવાયું છે તે પ્રમાણે જે પાત્રો છે તે, નિયતિથી અભિભૂત છે. કથા મૂળે, ઇક્વાકુ કુટુંબમાં જન્મેલી વ્યક્તિઓની આસપાસ છે. ઇક્વાકુ, દશરથ અને રામનો વેદમાં ઉલ્લેખ થયો છે પણ તે જુદો જુદો છે. પરિણામે, તેમની વચ્ચે કાંઈ સંબંધ હોય એવું જણાતું નથી. તેઓ વિખ્યાત હતા અથવા આ વંશના શક્તિશાળી 67.

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136