________________ હર્મન યાકોબી 125 કે સાંભળવામાં આવે છે અને, માણવામાં આવે છે. પછી તે ઉચ્ચવર્ગનો કે નિમ્ન વર્ગનો હોય, શ્રીમંત હોય કે ગરીબ યુવાન હોય કે વૃદ્ધ (ગ્રાઉઝનો રામાયણનો અનુવાદ). જયારે ગ્રીઅર્સન કહે છે આ છૂટછાટના જમાનામાં, રામાયણ કરતાં કોઈ ગ્રંથ વધુ શુદ્ધ હોઈ ન શકે. આપણે એ ભૂલવું ન જોઈએ કે, આ ગુણ તો વાલ્મીકિના રચનાનો છે. વાલ્મીકિની નૈતિક શુદ્ધતા વિશે, પહેલા અને છેલ્લા કાંડની અશ્લીલ વાર્તાઓ હોવા છતાં, કડકમાં કડક ટીકાકાર પણ શંકા ઉઠાવી શકે નહીં. તુલસીકૃત રામાયણની નૈતિક શુદ્ધિએ જો તેને સાર્વત્રિક માન્યતા મેળવી આપી હોય, તો આપણે એજ કારણથી એમ માની શકીએ કે તેના બે હજાર વર્ષ પહેલાં પ્રગટેલા મૂળ સ્વરૂપને પણ પ્રાચીન ભારતનાં જનોનાં હૃદય જીતવામાં સહાય કરી હશે !