Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 132
________________ હર્મન યાકોબી 123 રાજાઓ હતા એ સિવાય તેમનાં નામો પરથી કોઈ તારણ નીકળી શકે એમ નથી. સંદર્ભ ધરાવતા 10-64-4, 1-126-4, ૧૦-૯૩-૧૪આ ખંડો છે. એ વાત હું નકારતો નથી કે, કેટલાંક પરસ્પર ન સંકળાયેલાં કથાઘટકોએ કથાને પૌરાણિક પાર્શ્વભૂમિકા સંપડાવી હોય. તેમાં, 14 વર્ષ માટે રામના વનવાસની વાત આવે છે. જેનું પ્રતિરૂપ છે પાંડવોનો 13 વર્ષનો વનવાસ. રાજસ્થાનનો ઇતિહાસ આવા પ્રસંગોના પ્રવાહનાં અસંખ્ય ઉદાહરણો પૂરાં પાડે છે. એક રાજકુમારને પોતાના કુટુંબમાં સ્થાન મળતું નથી અને તેને હાંકી કાઢવામાં આવે છે, નિર્વાસિત થાય છે અને, બીજી કોઈ જગ્યાએ પોતાનું રાજ્ય સ્થાપે છે આ મૂળ કથા હતી. અને કથાનક તેનું સ્વરૂપાંતર હતું. પણ અહીં પુરાકથાઘટક પછીથી આરોપવામાં આવેલું. કોઈ સંભવતઃ એવી પણ અટકળ કરી શકે કે, મૂળ કથા ઈશુ નદીના કિનારા પરની પોતાની જાતિના કેન્દ્રમાંથી ઇક્વાકુ રાજકુમારનું નિર્વાસન દર્શાવે અને સરયૂ નદીની ભૂમિમાં પાછો આવે. આથી કૈકેયીની ભૂમિકા, ભરત-શત્રુઘ્નના કેયીના ઘરમાં શિક્ષણનો ખુલાસો મળે છે. નિર્વાસિત રાજકુમારને પોતાની માતા-કોસલની સ્ત્રીના ઘરમાં આશરો મળે અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે. આવી અટકળો રજૂ કરવી સરળ છે પણ પ્રમાણોથી સમર્થન કરવું મુશ્કેલ છે. 70. ખંડ આ પ્રમાણે છે. अव्वाचि सुभगे भव सीते वन्दामहे त्वा / यथा नः सुभगा ससि यथा नः सुफलाऽससि // इन्द्रः सीतां निगृह्णातु तां पूषाऽनु यच्छतु / सा नः पयस्वती दुहाम् उत्तरामुत्तरां समाम् // ગ્રાસમેન; ઓ સમૃદ્ધ ચાસ, અમારી પાસે આવ, અમે તારી પૂજા કરીએ છીએ જેથી તું અમને સમૃદ્ધ અને ધનિક બનાવે. ઈન્દ્ર ચાસમાં આવે અને પૂષનું તેને માર્ગદર્શન આપે. તારામાં પ્રવાહ હોય જે અમને દરેક અનુગામી વર્ષે અત્રમાં સમૃદ્ધ બનાવે. લુડવીશઃ ઓ સુભગા સીતા, અહીં આવ, અમારો પૂજ્યભાવ તારા પર વર્ષાવીએ છીએ, જેથી તું અમારા તરફ માયાળુ બને. ઇન્દ્ર ચાસને ખોલી નાખે. પૂષનું તને માર્ગદર્શન આપે, તું દૂધથી ભરપૂર હોવાથી આગળને આગળ વહે (કારણ કે તું દૂધથી ભરપૂર ભવિષ્યમાં દર વર્ષે રહી છે.) 71. ઋગ્વદમાં વૃષાકપિ દ્વારા ઇન્દ્રાણીનું હરણ એ એવું સમાન ઉદાહરણ છે. છતાં, આ અશ્લીલ સૂકત અસ્પષ્ટ છે. સંભવતઃ વૃષાકપિ એ પુરાકથાની વ્યક્તિ છે જ નહીં પણ કશું અશ્લીલ એનાથી સૂચવાય છે. 72. વિભીષણની પત્નીનું નામ પણ સરમા (7-12) છે. રામ” શબ્દનો અર્થ વેદમાં “શ્યામ રંગના' એવો થાય છે પણ, પ્રશિષ્ટ સંસ્કૃતમાં “આનંદજનક અથવા ‘સુન્દર' અર્થ થાય છે. પણ તે રામ શબ્દથી સૂચવાતી ચોક્કસ પુરાકથાની વ્યક્તિઓ વિશે કોઈ સૂચન કરતો નથી.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136