________________ 118 રામાયણ 30, આને 31. દિપવંશ ૯-૧માં સીહલ અને લંકા એક માનવામાં આવ્યાં છે. જયારે ૯-૨૦માં ઓજદીપ, વરદીપ, મણ્ડદીપ અને તમ્બપન્નીને એક માન્યા છે. સીહલ નામનો સંબંધ સીહના પુત્ર વિજય સ્થાપેલા સામ્રાજય સાથે જોડ્યો છે. રામાયણ ભારતના અંદરના પ્રદેશમાં પોતાનો માર્ગ કર્યો તે મૂળ સ્વરૂપમાં નહીં પણ, પુનર્ગઠિત આકારમાં પ્રવેશ્ય. બેન્ગકોકના મંદિરોની રૂપરેખા રામના યુધ્ધને ચિતરે છે. એ પણ નોંધવું પડે કે બૌદ્ધ ધર્મ રામાયણના પ્રચારમાં કોઈ આડખીલી ઊભી કરી નથી. મોડેથી જાણમાં આવ્યું છે કે, કાવીમાં રામાયણ છે. તે અનુવાદ નથી પણ એક કલાત્મક કવિતા છે. કર્ને પણ આના સમર્થનમાં પોતાનો મત પ્રસ્તુત કર્યો છે, જે ૧૮૮૩માં પ્રકાશિત પોતાના લેખમાં જણાવ્યો છે. આને આપણે પૌરાણિક સમાંતર પુરાકથા તરીકે સ્વીકારી શકીએ. કોક્ષ (The Mythology of Arian Nations 1,132) રામને સૂર્યદેવ તરીકે જોવા પસંદ કરે. તે કહે છે, સીતાનું અપહરણ અને રામ દ્વારા રાવણના નાશ પછી પુનઃ પ્રાપ્તિની કથા સરમા અને પણિ તેમજ પેરીસ અને હેલેનની સમાંતર છે. રામાયણમાં વહાણોના ઘણા ઉલ્લેખો છે પણ તે નદીઓમાં ચાલતી હોડીઓના છે. ગંગામાં રામના પ્રવાસમાં અને ડૂબવાની સરખામણીમાં મારશ્નન્તવ નૌર્નસ્તે આ પ્રમાણે છે. સંભવતઃ નદીઓ પાર કરવા હોડીઓ હતી. પણ, વહાણ-યાત્રા હજુ મોટું પગલું છે. નારદપંચરાત્રની તેમની આવૃતિની પ્રસ્તાવનામાં કે. એમ. બેનરજી. વેબર, sitzungsberder Akad. d. wiss at Berlin XXXVII P.932 સેક્રેડ બૂકસ ઑફ ધી ઈસ્ટ, વૉલ્યુમ ૨૨થી 31. સર મોનીએર - વિલિયમ્સ પોતાના Indian Wisdom (બીજી આવૃત્તિ પૃ. 319, નોંધ ૧)માં આના જેવો મત રજૂ કર્યો છે. રામાયણ આપણા ઈસુના યુગના આરંભમાં રચાયું છે એ મત અંગે સાવધાની રાખ્યા પછી તે ઉમેરે છે, “હું એ મત સાથે પણ સંમત થઈ ન શકું કે, રામાયણ જેમાં રામને સીતાના ભાઈ બતાવ્યા છે અને, કેટલાક શ્લોકો અત્યારની રચના રામાયણના કેટલાક શ્લોકો સાથે એકરૂપ છે એવી બૌદ્ધ વાર્તા દશરથ-જાતકની નકલ છે. અને તે ત્યાર પછીનું છે. હું એમ પણ માનતો નથી મહાન ભારતીય મહાકાવ્ય આ અથવા બીજી કોઈ બૌદ્ધ કથાઓએ પૂરાં પાડેલા બીજમાંથી વિકસ્યું. એથી પણ ઓછું મહત્ત્વ એ વાતને આપું છું કે હિન્દુ મહાકાવ્યોએ પોતાનાં વિચારબીજો હોમરનાં કાવ્યોમાંથી લીધાં, અથવા તો એ તાર્બાઝ વ્હીલરના સૂચનને કે, બ્રાહ્મણો અને રાક્ષસો અને સીલોનના બૌદ્ધો વચ્ચેની શત્રુતાની લાગણી અને સ્પર્ધા વ્યક્ત કરવા રામાયણ રચાયું હતું અને રાક્ષસો બૌદ્ધોનું પ્રતીક હતા.' 33. 34.