________________ 114 રામાયણ જે ખરેખર વધારે ભયપ્રદ છે તે ઈસ્લામનો શું બ્રાહ્મણધર્મે ઉપાય કર્યો છે? બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેનો આધ્યાત્મિક અને અન્ય સાધનોથી થએલો સંઘર્ષ સાબિત થઈ શકે તેમ નથી. કેટલાકને વિષ્ણુને બ્રાહ્મણોના દેવ તરીકે જોવાનું ગમ્યુ છે. પણ શિવ પણ જરા પણ ઓછા ઊતરતા અંશે નથી. શુક્લ યજુર્વેદના બ્રાહ્મણમાં વાહિકો અગ્નિને ભવ કહે છે. અને પ્રાચ્યો એથી ઊલટું શર્વ કહે છે. (વેબર, ઇન્ડિયન લીટરેચર, પૃ. 194 પરની નોંધ.) પછી ભવ અને શર્વ એ રુદ્ર-શિવનાં નામ છે. અને શિવ સર્વ દેવોમાં સૌથી વધુ બ્રાહ્મણિયા અગ્નિ સાથે એકરૂપ છે. નીલલોહિત એવા વિશેષણથી પણ તેને દર્શાવવામાં આવે છે. બીજા દેવોનું પણ તેમની (શિવ) સાથે સંમિશ્રણ થયું છે તેની ના પાડી શકાશે નહીં. પણ વિષ્ણુ માટે પણ આ વાત સાચી છે. શિવ અને વિષ્ણુ સંપ્રદાયોને તેમના અનુયાયીઓની જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથી પણ મેગાસ્થનિસ પ્રમાણે મેદાનના રહેવાસીઓ હકર્યુલીસ-કૃષ્ણને ભજતા અને પર્વતીય પ્રદેશના લોકો ડાઓનીસીઅસ-શિવને પૂજતા. રામાયણમાં ૧-૪-૫-૧૭માં કુશ-લવને ખુશીતવી કહેવામાં આવ્યા છે. રામાયણનો પાઠ કરવો જેના માટે ફરજિયાત હતો તે, મહાકાવ્યના ગાયકના સ્થાન વિશે, કુશ અને લવ અંગેના ખંડો 1-4, 7-11, 93-94 અત્યંત મહત્ત્વના છે. 7-93-8 પરથી એટલું તો ચોક્કસ જણાય છે કે, તેઓ પ્રવાસ કરનાર વ્યક્તિઓ હતી. ૭-૯૩-૧૦માં એવી રસપ્રદ સૂચના આપવામાં આવી છે કે, દરરોજ વીસ સર્ગોનું તો દાન કરવું જ. ૬-૧૨૮-૧૫પથી એવું સુપ્રતિપાદિત થતું નથી કે, મૂળમાં આ કથાગાયકો બ્રાહ્મણ હતા. અને આ ઉપસંહાર ખંડ પછીનો છે. પ-૧૨૦માં કાવ્યની નકલ ઉતારવાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ૭-૧૧૧નો ઉપસંહાર પણ મોડો છે. કારણ કે ત્યાં વાવવન્નો ઉલ્લેખ છે. વધુ કૃત્રિમ કવિતા ઉદ્ભવતાં અને, તેનું ખેડાણ અન્ય સાહિત્યવર્તુળોમાં થયા પછી, અને લિપિએ વ્યવહારુ ઉપયોગ પ્રાપ્ત કર્યા પછી, પરિણામે, કથાકારોની સ્થિતિનું અવપતન થયું. પછી, મૌખિક રીતે જળવાએલી પરંપરા લેખિત દસ્તાવેજમાં પરિણમી. ૧-૪-૨૦માં મુનિએ આપેલી સાદી ભેટો કુશ અને લવ સ્વીકારે છે પણ, રામચન્દ્ર ૭-૯૪૧૯માં આપેલી વીંટીનો અસ્વીકાર કરે છે. મહાકાવ્યના ગાયકોના અત્યારના વંશજો વિશે આર. સી. ટેમ્પલ કહે છે (લેજેડ્ઝ ઑફ ધી પંજાબ, ભાગ 1 પૃ. 10) કે તે પૈસા માટે જરૂર કળા પ્રસ્તુત કરે છે. તેમના ઘણા દુર્ગુણો અને દોષો છે પણ, લોભ એમનામાં નથી. જુઓ મૂર, ઓરિજીનલ સંસ્કૃત ટેસ્ટ વૉલ્યુમ 4, પૃ. 175 અને 441 મોનિયર વિલિઅન્સ દ્વારા ઉદ્ધત, કલકત્તા રીવ્યુ ૪પમાં આર. એન. કસ્ટ, ઇન્ડીઅન એપીક પોએટ્રીની નોંધ અને ઈન્ડીઅન વીડમ, બીજી આવૃત્તિ પૃ. 337 નોંધ-૧. 2-56-16 પ્રમાણે વાલ્મીકિ ચિત્રકુટ રહેતા હતા. પણ બીમાં આ ખંડ નથી અને ચોક્કસ એ બીજી વખતનો ઉમેરો છે. અધ્યાત્મ રામાયણ 2-6-64 પ્રમાણે વાલ્મીકિ જન્મથી બ્રાહ્મણ હતા. આરંભમાં તો, તેઓ કિરાતો વચ્ચે જીવ્યા, પછી લૂંટારાઓની સોબતે ચઢ્યા અને પોતે લુટારો બન્યા. શૂદ્ર પત્નીથી 3. 5.