________________ હર્મન યાકોબી 115 તેમણે ઘણા પુત્રો હતા. સપ્તર્ષિઓને કારણે તેઓ પવિત્ર બન્યા. તે જ પ્રમાણે અત્યારની પરમ્પરા. વેબર તેમના રામાયણ પૃ. 9, નોંધ 2 પર જણાવે છે તેમ, રામાયણમાં આમાંનું કશું જ નથી. પણ ભવભૂતિમાં આવે છે અને, પરમ્પરા પ્રાચીન હશે અને સત્યનો અંશ હોય પણ ખરો. એવું જણાય છે કે તેમનામાં પરિવર્તન આવ્યું તે પહેલાં તેમના વિશે કંઈ ખાસ આદર હતો નહીં. એ તેમના નીચા દરજ્જાથી જણાય છે. ગાયકોને આમાં આનંદ આવતો. કંઈક અંશે, તેઓ વાલ્મીકિના જ પ્રતિનિધિ હતા, જે એક પુરાકથાનું પાત્ર બની ગયા. ૧-૪-૨૮માં કુશ અને લવ, કુશીલવોના આદિ ગાયકો કહેવામાં આવ્યા છે. પ્રશીમાની સર્વત્ર વત તત્ર યૌ 1 રથ્યાસુ પાનમાથુ ટર્ન ભરતાથન: અહીં સભાના ગાયકો વિશેનું કથન નથી. લોકોમાં તેમની કીર્તિથી રાજાને તેમનું સ્મરણ થાય નહીં. વાલ્મીકિએ કુશીલવાની યોગ્યતા વિશે કહ્યું છે તે પરથી પણ, સૂતોથી તે ભિન્ન છે એમ જણાય છે. 10. મિથિલા અને વિશાલા એ બેઉ નગરો એકબીજાની બહુ નજીક છે. પણ તેઓ પર ભિન્ન રાજવીઓનું શાસન હતું. મિથિલા પર જનકનું અને વિશાલા પર સુમતિનું શાસન હતું. જુઓ 1-47 અને 48. બૌદ્ધ સમય દરમ્યાન વૈશાલીની સાથે સાથે બન્ને નગરો વિકસ્યાં. વૈશાલીમાં લીચ્છવીઓનું જૂથશાસન હતું. જુઓ કર્નનું બુદ્ધિઝમ. નગરના મધ્યભાગને કુડ઼ગ્રામ કહેવામાં આવતું. મહાવીરના પિતા સિદ્ધાર્થ જયાં ન્યાયાધીશ હતા. 11. આપણે શત્રુઘ્ન અને ભરત-લક્ષ્મણના (7-70, 101, 102) પુત્રોના મુલ્કોને ગણતરીમાં ન લઈએ, કારણ કે આ દંતકથાઓ પછીના સમયની છે. પણ પશ્ચિમના અંતિમ છેડા સુધી થયેલા રામાયણના વિસ્તારની સાહેદી પૂરે છે. એ નોંધપાત્ર છે કે, દશરથની રાણી કૈકેયી દૂર દેશમાંથી આવે છે. કારણ કે કૈકયો બીઆસ અને રવિ નદીના ઉપરવાસમાં રહેતા હતા. રામાયણના કેન્દ્ર સાથે કૈકેયીનું નામ આટલું નિકટતાથી જોડાયેલું ન હોત તો, કોઈ એવી પણ અટકળ કરી શકત કે મગધની રાજધાની ગિવ્રિજ કે રાજગૃહની જગ્યાએ કેકની રાજધાની મૂકવામાં આવી છે. આને પણ 2-68-6 અને બીજી જગ્યાએ રાજગૃહ અને ૨-૬૮-૨૧માં ગિરિધ્વજ નામ આપવામાં આવ્યું છે. મગધ અને કોશલ એ બે વચ્ચેના કૌટુંબિક કલહનું પ્રતિબિંબ પાડતી કૈકેયીની ભૂમિકાને પણ શોધી શકાય. પણ હજુ સ્મૃતિમાં તાજું હતું કે, ઇશ્વાકુ રાજાઓ દૂરના પૂર્વમાં ઉદ્દભવ્યા હતા. ૨-૬૮-૧૭માં શત્રુને મળતી ઇક્ષમતીનો ઇક્વાકુ રાજવીઓના પૂર્વજોના નિવાસની હોવાનો ઉલ્લેખ છે. (fપતૃપૈતામહ પુષ્પાં તેતરિક્ષમતીં નવી) પ્રાચીન સમયમાં તેઓ કેકેયોના પાડોશીઓ હતા. દશરથને કૈકેયી પત્ની તરીકે મળી તેનો આ રીતે ખુલાસો થાય છે. વેબર પોતાના રામાયણ પરના ગ્રંથનાં નીચેના લાંબા ખંડો તરફ ધ્યાન ખેચે છે. મહાભારત 311177-11219, 3-2224-2247, ૧૨-૯૪૪-૯૫૫.૬૬મા પાન પર રામાયણ અને મહાભારતમાંથી સમાન ખંડો ઉધૃત કર્યા છે, જે કૌંસમાં દર્શાવવામાં આવ્યા છે. તેના પરથી બન્ને ગ્રંથોમાં કેટલે અંશે સમાનતા છે તેનો ખ્યાલ આવે છે. 13. મધ્યભાગનું ચરણ કવિએ કરેલો પ્રક્ષેપ છે અને તેને ઉધૃત કર્યું છે. અને તેથી, રામાયણ-પાઠમાં તેનો આકસ્મિક લોપ નથી. કારણ કે (1) આખો અને નહીં કે આખો અને બીજો અડધો શ્લોક