________________ હર્મન યાકોબી 113 ઋગ્વદનાં સૂક્તોમાં વિષ્ણુ ગૌણ સ્થાન રોકે છે. પણ એ નોંધપાત્ર છે કે, તે ઈન્દ્ર સાથે ઘણી વાર આવે છે. કારણ કે, એક દેવ બીજા દેવને સહાય કરે છે. પછીના કાળમાં, આ સંબંધ હજુ વધુ ઊંડો છે. આના પરિણામે, ઈન્દ્રના નાના ભાઈ-ઉપેન્દ્ર તરીકે વિષ્ણુ આવે છે. અને બન્નેને હરિ કહેવામાં આવે છે. આપણે એ જાણતા નથી કે, કેવી રીતે વિષ્ણુભક્તિ લોકપ્રિય થઈ અને ઈન્દ્રનું ધાર્મિક મહત્ત્વ કેવી રીતે વધુને વધુ ઘટવા માંડ્યું. એ ચોક્કસ હતું કે, આ પ્રક્રિયામાં ઈન્દ્રનાં ઘણાં લક્ષણો વિષ્ણુ૧, પર આરોપિત થવા લાગ્યાં, ખાસ કરીને, તે રાક્ષસોમાં શત્રુ-ત્યારિ બને છે, જે ભૂમિકા વેદોમાં ઈન્દ્રની છે. હવે તે જ પ્રક્રિયા રામની બાબતમાં પુનરાવર્તિત કરવામાં આવેલી જણાય છે. મારી માન્યતા પ્રમાણે રામ ઈન્દ્રનું પૌરાણિક પરિવર્તન છે. આ હકીકતની પુરાણકથાના આવા લક્ષણને કારણે પ્રારંભ થયેલો. એ લક્ષણ હતું રાક્ષસો પરનો વિજય. પણ રામ વિષ્ણુ ન હતા. તે વિષ્ણુના દેવના ઉચ્ચતમ અવતાર હતા. આ સ્વરૂપમાં ભારતીયોએ તેની પૂજા કરી છે. અને હજુ પણ તેના તરફ ભક્તિ ભાવ ધરાવે છે. આ દેવ ઘણા આકારોમાં ભારતીય સમક્ષ આવે છે. સર્વોચ્ચ દેવના મૂર્ત સ્વરૂપ રામમાં શ્રદ્ધા એ ધર્મ ભાવનાનો મૂળભૂત સિદ્ધાન્ત છે, અને જેણે શૈવધર્મની ભરતી અને તેની અયોગ્ય વહેમો અને દુર્ગુણોને ફેલાતા અટકાવેલા. રામમાંની શ્રદ્ધાએ હિન્દુસ્તાનના મધ્યકાળના સૌથી મહાન કવિ તુલસીદાસને પ્રેરણા આપી છે. જેમણે રામાયણ અથવા રામચરિત માનસ રચ્યું. રામચરિતમાનસ જે એનું ખરું નામ છે. આ રામચરિતમાનસ હજુ સુધી કરોડો હિન્દુઓનું બાઈબલ બની રહ્યું છે. 2 પાદટીપ રામ અને વિષ્ણુના અભેદને રામાયણના બ્રાહ્મણોએ કરેલા પરિવર્તનના પૂરાવા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. આ મૂળમાં ક્ષત્રિયો માટે અભિપ્રેત હતું. પણ એથી ઊલટું બ્રાહ્મણો તાકતવર બની રહેલા બૌદ્ધધર્મ સામે વિષ્ણુનો મહિમા આગળ કરે છે. પણ વિષ્ણુ-સંપ્રદાય મૂળમાં શિવસંપ્રદાય અને અન્ય લોકપ્રિય સંપ્રદાયોની જેમ બ્રાહ્મણવાદથી સ્વતંત્ર હતો. જેમાં બ્રાહ્મણોએ જ તેને માન્યતા આપેલી અને બ્રાહ્મણ ધાર્મિક વિચારો સાથે તેને ભેળવી દેવામાં આવેલા. આ એ જ રીતે બનેલું જે રીતે જાતિગત વિશિષ્ટતાઓ જેવી કે સતીપ્રથા, વૃદ્ધનું વાનપ્રસ્થાશ્રમમાં નિર્ગમન, (વૃદ્ધ વ્યક્તિ દ્વારા પોતે એકત્ર કરેલી સંપત્તિ વારસદારને સોંપવાની બાબતમાં) અને બીજા એવાને ધાર્મિક માન્યતા આપવામાં આવતી. લોકપ્રિય સંપ્રદાયોને ચોક્કસ માન્યતા આપવામાં આવતી કારણ કે એમને ટાળી ન શકાય અને બૌદ્ધ ધર્મના ઝઝૂમતા ભય સાથે કશી જ લેવાદેવા નથી.