________________ 112 રામાયણ અને લક્ષ્મણના પૌરાણિક લક્ષણ વિશે કંઈ જ કહી શકાય તેમ નથી. તે કેવળ રામનો સાચો મિત્ર અને અનુયાયી છે. તે પોતાના ભાઈની આજ્ઞાનું જ અનુસરણ કરે છે. તેનું સૌમિત્રી-સુમિત્રાનો પુત્ર નામ શું તેને મિત્ર સાથે જોડી શકે? તેનું સાચું નામ લક્ષ્મણ જે રાક્ષસોથી (રાક્ષસ:) બચાવે તે સૂચવી શકે. આ પ્રમાણેની ભૂમિકા, તે રામકથામાં ભજવતો જણાય છે. તે જ પ્રમાણે સુગ્રીવ (સૂર્યનો પુત્ર) અને વાલિમ્ (ઈન્દ્રનો પુત્ર)ની કથાને પણ આપણે અવ્યાખ્યાયિત છોડીશું. અહીં ઋગ્વદના વૃષાકપિનો વિચાર કરી શકાય જેના વિશે ઇન્દ્ર કહે છે. ઈસરો વચ્ચે રાવીષમ્ ને સુ સુકૃતિ મુવમ્ (10-86-5) એક તરફ સૂકત પ્રમાણે ઇન્દ્ર વૃષાકપિને હણતો નથી. પણ બીજી તરફ મેં શંકા દર્શાવી છે કે વૃષાકપિ એ ખરેખર પૌરાણિક પાત્ર છે. રામ-કથાના પછીના વિકાસ વિશે કશુંય કહ્યા વગર આપણે આ ચર્ચો ભાગ્યે જ સમાપ્ત કરી શકીશું. વેબરે પોતાના ગ્રંથમાં પૃ. 9 પર રામચન્દ્ર નામમાં આવે છે તે પ્રમાણે રામનો ચન્દ્ર સાથે સંબંધ સમજાવ્યો છે આ સીતાક્યારી સાથે બીજી સીતાને આણવામાં આવી છે. તૈ. બા. 2-3-10 પ્રમાણે સીતા રાજા સોમને ચાહતી અને, તેને પ્રાપ્ત કરે તે હેતુથી સીતાને અલંકારોથી તેના પિતાએ વિભૂષિત કરી હતી. રામાયણમાં બરાબર તે જ રીતે સીતાને સુંદર અંગરાગ અત્રિનાં પત્ની (2-128-18) અનસૂયા પાસેથી મળેલો... આવું મિશ્રણ (દંતકથાઓનું) એ પરિણામ દર્શાવે કે રાજા સોમ રામ સાથે જોડાઈ ગયા. પણ આ સંબંધ વિશે કશુંય કહી શકાય તેવું રામાયણમાં કશું ચોક્કસ નથી. રામાયણના સોનેરી મૃગની વાર્તાના વિચાર સાથે, તેની કંઈ લેવાદેવા છે એનું મારે માટે નગણ્ય મૂલ્ય છે. રામની વિષ્ણુ સાથે એકરૂપતા, કેટલકે અંશે મહત્ત્વની અને પછીના સમયને સમજવા માટે નિર્ણયાત્મક છે, આપણે જોયું છે કે મૂળ કાવ્યને આ વિચાર આગંતુક છે.૭૯ પણ ઘણા સમય સુધી તે ઉપસી નહીં. તે મૂળ કાંડોના પૂરક ભાગોમાં મળે છે. પણ આદિ અને ઉત્તરકાંડમાં પછીથી ઉમેરાઈ છે. વિષ્ણુની સાર્વત્રિક પૂજા રામાયણમાં વિષ્ણુ ભક્તિના ફેલાવા માટે જવાબદાર છે. પ્રશ્ન એ છે કે, તે કેવી રીતે અહીં ઉદ્ભવી. કારણ કે, વૈદિક કાળથી વિષ્ણુ પોતે, એ પરિવર્તનોનો ભોગ બન્યા છે. ઋગ્વદમાં તે મહત્ત્વના દેવ નથી. જો કે તેમના પર વૈદિક પદ્ધતિએ ઉચ્ચ ગુણો આરોપવામાં આવે છે. મુઈરે પોતાના પુસ્તક Original Textના ચોથા ખંડમાં, ઋગ્વદમાંથી વિષ્ણુ વિષયક સર્વ ખંડો એકત્ર કર્યા છે. તે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે અન્ય દેવોની તુલનામાં (પ્રકરણ 2, વિભાગ 2)