Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ 110 રામાયણ પ્રવૃત્તિઓ વિશે તે માહિતી એકત્ર કરીને તેમને જણાવશે. અહીંયાં આપણને વૈદિક સરમા કથાના અંતિમ તબક્કાનો વિકાસ દેખાય છે. આપણે રામ9 અને ઈન્દ્ર-પર્જન્યને એક ગયા છે, અને દર્શાવ્યું છે કે, ઈન્દ્ર-કથાની સમાંતર રામ-કથા ચાલે છે. વળી એ પણ શક્ય છે કે મૂળમાં રામ ઈન્દ્ર સાથે જોડાયેલા ન પણ હોય પણ દ્વિતીય કક્ષાએ, ઈન્દ્ર-કથાને પરિવર્તિત સ્વરૂપના રામ પર લાદવામાં આવી હોય. જો રામ અને ઈન્દ્રને એકરૂપ ન ગણવા હોય તો રામનું પુરાકથાત્મક સ્વરૂપ દર્શાવવું પડે, જેથી તે સંભવિત લાગે. પણ જો સૂર્ય-દેવતા અને એવા સાર્વત્રિક પ્રકારો વિશે વિચાર કરાય તો જ એ શક્ય બને. આ રીતે સર્વને મર્યાદિત કરી શકીએ. આ રીતે રામના ઈન્દ્ર સાથેના સ્વાભાવિક સંબંધની ધારણા રાખી શકાય અને એ રીતે રામ એ ઈન્દ્રનું સ્થાનિક સ્વરૂપ બને છે. એ એવું સ્થાનિક સ્વરૂપ કે જેમાં, ખેતી કરતા લોકોએ વૈદિક કાળથી ઢોર ઉછેરતી પ્રજામાં પ્રચલિત અને ઈન્દ્રમાંજ સ્વાભાવિક અભિવ્યક્તિ સાધી હોય તેવા વિચારોને દાખલ કર્યા હોય. તે કૃષિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે તે બીજી હકીકતથી પણ પ્રમાણિત થાય છે. સીતા જે ખેડાયેલી જમીનનું વ્યક્તીકરણ છે કે, તેમની પત્ની છે. વેબરે Uberden Ramayanaમાં પૃ. 7 પર દર્શાવ્યું છે તે પ્રમાણે રામનો આ પ્રકારનો સંબંધ એ જ પ્રકૃતિ ધરાવતા કૃષ્ણના ભાઈ રામ-હળ ધારણ કરનાર (હલિનું, હલભૂત, હલાયુધ, લાબલિનું વગેરે) સાથે ધરાવે છે, જેને બલરામ, બલદેવ અને બલ નામથી ઓળખવામાં આવે છે. બલરામની કથા આપણા રામથી ભલે ભિન્ન વર્તાતી હોય પણ સંપર્કનાં બે નોંધપાત્ર બિન્દુઓ છે. બલરામ રાક્ષસ ધેનુકને પ મારી નાખે છે. ધેનુ, ગર્દભનું સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે બીજા રામ રાક્ષસ ખરને- ગર્દભને મારી નાખે છે. વળી, તે દ્વિવિદ રાક્ષસને અને હરિવંશ પ-૯૮૦૨ પ્રમાણે મૈન્દને હણે છે. પણ આપણી રામકથામાં બન્ને વાનર તરીકે આવે છે અને રામ પક્ષે છે. એટલે એવું ધારવું જોખમી નહીં ગણાય કે, બન્ને રામના લોકપ્રિય દૈવીપણાના પાયામાં કૃષિકાર છે. આખી કથા રામકથા તરીકે વિકસી છે, પશ્ચિમમાં હળધારી અને પૂર્વમાં રાવણને જિતનાર રામ તરીકે, જો આ સાચું હોય તો આપણને બલરામમાં એવાં લક્ષણો મળવાં જોઈએ કે સંભવતઃ ઈન્દ્રનાં હોય, કારણકે અમારા મત પ્રમાણે મૂળ રામ ઈન્દ્રનું જ એક ભિન્ન સ્વરૂપ છે. ખરેખર એવું સર્વસાધારણ લક્ષણ શોધી કઢાયું છે, પીવાની તેની ઈચ્છા જેનું બલરામને સ્વભાવથી વ્યસન છે. (વિષ્ણુપુરાણ 5-25-5 (વિરાટર્ષન્ ગવાપાત્ર પુરાતન) પછીના ભારતીયોને મદિરાપાનની જેટલી વધુ મનાઈ ફરમાવવામાં આવી છે તેટલાં વધુ મદિરાપાન ભારતીયો પોતાના પ્રિય દેવોમાંના એકને અર્પણ કરે છે. એટલે, એ તારણ પર આવવું

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136