________________ 108 રામાયણ તરીકે સીતાને પૂજવામાં આવે છે તે દર્શાવ્યું છે. સીતા અત્યંત સુન્દર છે, અને ઇન્દ્ર અને પર્જન્યની પત્ની તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણની સીતા અને વૈદિક સાહિત્યની સીતા એક જ છે એ બાબતમાં શંકા નથી. જનક રાજા એક વખત ૧૬૬માં જમીન ખેડતા હતા ત્યારે તે અસ્તિત્વમાં આવે છે. અને ૭-૯૭માં ફરીથી માતા પૃથ્વીના ખોળામાં અદશ્ય થઈ જાય છે. સીતાને ગૃહ્ય સૂત્રોમાં ઇન્દ્ર કે પર્જન્યની પત્ની કહી છે. એટલે રામ ઇન્દ્ર-પર્જન્યનું સ્વરૂપ હોવા જોઈએ, જેના વિશે પાછળથી આપણે વાત કરીશુ. એટલે રામ-રાવણનું યુદ્ધ ખરેખર તો ઇન્દ્ર અને દુષ્કાળના રાક્ષસ વૃત્ર સાથેનો સંઘર્ષ હતો. વૃત્રની રાવણ સાથેની એકતા દર્શાવવા એવું કોઈ જણાવી શકે છે, તેનો પુત્ર જેનો પુરાણકથા પ્રમાણે તેના વ્યક્તિત્વનું એક પાસું ગણી શકાય-વિજેતા છે અને ઇન્દ્ર પર વિજય મેળવ્યો છે. એટલે, તે ઈન્દ્રજિત અથવા ઇન્દ્રશત્રુ છે. ઈન્દ્રજિતના મૂળ નામ મેઘનાદનો લગભગ ઉલ્લેખ થયો નથી. (7-12) રાવણનો ભાઈ કુંભકર્ણ ગુફામાં રહે છે. આ વેદમાં મળતા વૃત્રના વર્ણનની યાદ અપાવે છે. રાવણની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ સીતાહરણની છે. આ યુદ્ધનું અનિવાર્ય કારણ હતું. આ હકીકતને પણ વૈદિક કલ્પનાનો આધાર છે. ઇન્દ્રના કોઈ પણ શત્રુએ તેની પત્ની છિનવી લીધી નથી. પણ પણિઓ પાણીના પ્રવાહને રૂંધે છે. તેઓ ગાયોનાં ટોળાને હાંકી ગયા છે અને પર્વતોની ગુફામાં રોકી રાખ્યાં છે. વૈદિક સમયના ભરવાડો માટે જે ગાયો છે. એ પછીના કૃષિકારો માટે પાકનું ખેતર હતું. દુષ્કાળના રાક્ષસની દુચેષ્ટા એ સીતાના અપહરણ સમાન વિચારી શકાય. આ એક પાત્રને આગળ લાવે છે અને તે છે હનુમતું. તેમના પુરાકથાના પાત્રની સમુચિત સમજ માટે, આપણે એ હકીકતને મહત્ત્વ આપવું જોઈએ કે, તેમને ગામડાના કુળદેવતા તરીકે સમજવામાં આવે છે. સર આફ્રેડ સી. લ્યાલ પોતાના, Asiatic Studiesના પૃષ્ઠ 13 પર આ પ્રમાણે કહે છે. “હનુમાન એક પવિત્ર વાનરમાંથી વીરતા ભરી કથાઓ અને જંગલની બેફામ દંતકથાઓના ધુમ્મસમાંથી સાર્વત્રિક ગ્રામવિસ્તારના કુળદેવતાના પદ સુધી પહોંચ્યા છે. ગામની વચ્ચે તેની મૂર્તિની સ્થાપના એ બાહ્ય દેખાતું નિશ્ચિત વસવાટનું ચિહ્ન અને પ્રતીક છે. તે દરેક ગામમાં હોય છે. મહાકાવ્ય પ્રમાણે હનુમાનના પાત્રમાં એવું કશું જ નથી જે તેમને અત્યારની સમસ્ત ભારતમાં સ્વીકૃત સ્થિતિએ લાવી મૂકે. એટલે રામાયણનો તો,આ પાત્રના વિકાસમાં કોઈ ફાળો નથી. એટલે, તેની મૂળ પ્રકૃતિમાં કશુંક એવું હોવું જોઈએ. પ્રતીકાત્મક લક્ષણે ગામડાના કુલદેવતાની માન્યતા અપાવી હોવી જોઈએ. એટલે, તેનો ખેતી સાથે સંબંધ હોવો જોઈએ જેના પર ગ્રામસમાજનો આધાર છે. મારી અટકળ છે કે તે વર્ષોના દેવ છે. એટલે, દરેક ગામમાં પૂજાવાની તે ક્ષમતા ધરાવે છે. કારણ કે, એ જાણીતું છે કે, વિલંબિત કે, આછો વરસાદ જરૂરિયાતો અથવા દુષ્કાળ લઈ આવે છે. અને, ફસલની પૂરી સફળતાનો આધાર