________________ હર્મન યાકોબી 111 પડે કે બલરામનો મદિરાપાન પ્રેમ એક સહજ-વૈદિક ઈન્દ્રના આ પ્રકારના વલણના જાતિગત સંદર્ભમાં, જરા પણ દુર્ગુણ ગણવામાં આવતો નહિ. મહાકાવ્યની કથા એક ત્રીજા રામને પણ જાણે છે. જમદગ્નિના ભયંકર પુત્રને કે જેણે પોતાની માતા રેણુકાની હત્યા કરી, અને પૃથ્વીને 21 વાર નક્ષત્રી બનાવી. તે પ્રમાણે, આ ત્રણે રામોમાં આ સૌથી મોટા છે એમ તેને માન્યતા આપે છે. કૃષિવિષયક કોઈ સંદર્ભ આવતો નથી. પુરાણકથાના ઉત્સાહી અભ્યાસીઓ રેણુકા-ધૂળભરેલીની હત્યાનું અર્થઘટન એવું કરી શકે કે, હળથી પૃથ્વીને ખેડવી અને પૃથ્વીને વારંવાર નક્ષત્રી કરવી એટલે, ફસલ લણવી. અને, ક્ષેત્ર અને ક્ષત્ર બન્નેના ઉચ્ચારોની સમાનતા અને માટે જવાબદાર હતી. પણ આવા અર્થધટનના અનુમોદનમાં કોઈ સબળ પ્રમાણ નહીં હોવાથી આનું કોઈ ખાસ મૂલ્ય નથી. આપણી અન્વેષણા માટે પણ એની ઘણી ઓછી મૂલ્યવત્તા છે. પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માન્યતા પામ્યા. તેઓ ખરેખર વ્યક્તિ હતા કે કૃષિના દેવ હતા એમ વિચાર થઈ શકે. પણ, આપણે એમને ચિત્રમાંથી દૂર કરીએ છીએ. એક બીજી હકીકત પણ લોકપ્રિય દેવ રામની પ્રાચીનતા પૂરવાર કરે છે. પછીના સમયની જેમ, વૈદિક કાળમાં પણ ઘણી વ્યક્તિઓનું રામ નામ આપવામાં આવ્યું છે. જેમકે ઋ. વે. 10-93-14, શત. બ્રા. 4-6-1.7 અને એ. બા. 7-34. તે હજુ પ્રાચીન કાળમાં જઈ શકે અને ભારોપીય દેવ બની શકે. આવું ત્યારે જ બની શકે જો આપણે અવેસ્તાના પવનદેવ રામનું કવાર્ડ્સ સાથે કંઈક સંબંધ દર્શાવી શકીએ. આ દેવ ઘણીવાર મિશ્ર સાથે આવે છે. સ્પીગેલ તેના વિશે કહે છે. પવનની વાયુ તરીકે ૧૫મી ગાથામાં તેની ખાસ પ્રશંસા કરવામાં આવી છે. તેનાં લક્ષણો પ્રમાણે વાયુનું વર્ણન ગાથા ૧૫.૫૪-૫૭માં કરવામાં આવ્યું છે. તે એક શક્તિશાળી અને કાર્યશીલ દેવ છે. સાથે સાથે, તે શક્તિશાળીઓમાં સૌથી વધુ ઝડપી છે. તેનું સોનેરી બશ્વર છે, સોનેરી રથ૭ અને સોનેરી પૈડું છે. એટલે તો યુદ્ધભૂમિ પર (15.49 ગાથા) તેનું આહવાન કરવામાં આવે છે. તેનું વીર યોદ્ધા તરીકેનું લક્ષણ એ હકીકતથી સમર્થિત થાય છે કે પ્રાચીનકાળના વીર પુરુષો તેનું આહ્વાન કરે છે અને તેમને તે વિજય અપાવે છે. શું ભારતીય રામઇન્દ્રની સાથે અવેસ્તાના પવનદેવ રામનું એક જ સ્રોતમાંથી ઉદ્ભવ્યા છે ? બન્ને દેશો એકરૂપ નહીં તો પણ નજીકના હોવાથી આ શક્યતાને નકારી શકાતી નથી. અવેસ્તાનો દેવતાવાદ સ્થિર લક્ષણ નહીં ધરાવતો હોવાથી કોઈપણ નિર્ણય પર આવવું શક્ય નથી. પણ હું એક હકીકતનો નિર્દેશ કરીશ, રામનું મિશ્ર સાથે, તે જ રીતે રામ લક્ષ્મણ સાથે, બલરામ કૃષ્ણ સાથે અને ઇન્દ્ર પુષન્ સાથે ઋગ્વદમાં સીતાના આહવાનમાં જોડાયેલા છે