________________ 104 રામાયણ महागजैश्चापि तथा सुसद्भिः रराज वीरैश्च विनिःश्वसद्भिः हृदा भुजङ्गरिव निःश्वसद्भिः // પાંચમા કાંડના પાંચમા અને સાતમા સર્ગો આ રૂપમાં રચાયા છે. ચોથા કાંડના ૨૮મા સર્ગમાં આવાં છૂટાછવાયાં ઉદાહરણો મળે છે. ત્રિષ્ટ્રભુ અને જગતીમાં રચાયેલા આ ભાગોની શૈલી આપણને અશ્વઘોષના બુદ્ધચરિતની યાદ અપાવે છે. આ બુદ્ધચરિતનો પહેલા સર્ગ સીલ્વન લેવીએ Journal Asiatique 19, ૨૧૧માં વર્ણવ્યો છે. પણ અત્યંત વિકસિત અલંકૃત કવિતા પાસેથી અપેક્ષા રાખીએ તે પ્રમાણે અશ્વઘોષનાં પડ્યો વધુ સંસ્કારાએલાં છે. યમકને સંબંધ છે ત્યાં સુધી 14-16 શ્લોકોને રામાયણમાંના આવા શ્લોકો સાથે સરખાવવા જોઈએ. સમાનતા નોંધપાત્ર છે, પણ સ્વરૂપની સિદ્ધિ બુદ્ધચરિતમાં વિશેષ પ્રમાણમાં છે. હું અહીં સંબંધિત શ્લોકો ઉતારું છું. उदारसंख्यैः सचिवैरसंख्यैः कृताग्रभावः स उदग्रभावः / शशी यथाभिरकृतान्यथाभैः शाक्येन्द्रराजः सुतरां रराज // 14 // तस्यातिशोभाविसृतातिशोभा रविप्रभावास्ततमःप्रभावा / समग्रदेविनिवहानदेवी बभूव मायापगतेव माया // 15 // प्रजासु मातेव हितप्रवृत्ता गुरौ जने भक्तिरिवानुवृत्ता // लक्ष्मीरिवाधीशकुले कृताभा जगत्यभूदुत्तमदेवताभा // 16 / / કાવ્યકળાને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લે પદ્ય રામાયણનાં આવાં પદોની સમકક્ષ છે, પણ એથી વિપરિત પહેલા બન્ને વાલ્મીકિના કોઈ પણ પદ્ય કરતાં વધુ કૃત્રિમ છે. કાવ્યકળાના વિકાસ વિશે મેં આરંભથી જે કંઈ કહ્યું તેનું જો કોઈ વિહંગાવલોકન કરે તો, સ્વીકારવું જ પડે કે લૌકિક અકૃત્રિમ મહાકાવ્ય કરતાં ઘણું વિકસિત હતું. અને