________________ હર્મન યાકોબી 103 પ-૭-૯માં એકાવલિ મળે છે. સમાપનમાં ૪-૩૦-૪૫માં એક નોંધપાત્ર શ્લોક મળે છે જેમાં સમાસોક્તિ છે. આ ત્રિપુભ શ્લોકોમાં આવે છે. પણ, ગોવિન્દરાજ અને રામવર્મનની ટીકાઓ દ્વારા અનુમોદન મળે છે. તે આ પ્રમાણે છે. चञ्चच्चन्द्रकरस्पर्शहर्षोन्मीलिततारका / अहो रागवती सन्ध्या जहातु स्वयमम्बरम् // અલંકારોના દૃષ્ટિબિન્દુથી જ નહીં પણ કેટલાક વિષયોનું વર્ણન અને પસંદગી પરથી પર રામાયણ પછીની અલંકૃત કવિતાનું પુરોગામી છે. 17 વર્ષાઋતુનું, ૪-૨૮નું હેમંતનું, ૩-૧૬નું શિશિરનું, ૨-૧૯નું ચિત્રકૂટનું, ૨-૯૫નું મન્દાકિનીનું અને એવાં વર્ણનો પછીના કાળની રુચિને અનુમોદન આપનારાં છે. પાંચમો કાંડ વર્ણનોમાં સમૃદ્ધ છે જેને કારણે તેને સુન્દ્રા એવું નામ કદાચ મળ્યું હોય. આમાંનાં મોટા ભાગનાં વર્ણનો મૂળ કાવ્યનાં સંભવતઃ નથી. નિઃશંકપણે, જગતી-ત્રિષ્ટ્રમ્ પદ્યો વિશે પણ આવે છે. પછીના યમકોના પ્રારંભિક તબક્કા 5-5-3, ૪માં આપણને મળી શકે. या भाति लक्ष्मी वि मन्दरस्था यथा प्रदोषेषु च सागरस्था / तथैव तोयेषु च पुष्करस्था रराज सा चारुनिशाकरस्था हंसो यथा राजत पञ्जरस्थः // 18 सिंहो यथा मन्दरकन्दरस्थः / वीरो यथा गर्वितकुञ्जरस्थः चन्द्रोऽपि बभ्राज तथाऽम्बरस्थः // બીજા શ્લોકોમાં ખરેખર તો યમકોનું મૂલ્ય નહીંવત હોય છે, કારણ કે તે જ શબ્દોના તે રચાયેલા હોય છે, અથવા વર્ગોની સંપૂર્ણ સંવાદિતા દર્શાવતા નથી. પછીના ઉદાહરણમાં તે જ સ્થળે 13 અને ૧૪માં આપણને મૌલિક લય મળે છે. ददर्श कान्तश्च समालभन्त्यः तथा परास्तत्र पुनः स्वपन्त्यः / सुरू पवक्त्राश्च तथा हसन्त्यः વૃદ્ધા પર શાપિ વિનિ:સત્વ: