________________ હર્મન યાકોબી 105 ભવ્ય અલંકૃત કવિતાનો ભંગ પણ જોઈ શકીએ છીએ જેમાં પછીથી અતિશય સૌદર્યનું આરોપણ થયું. આ અર્થમાં આપણે પરંપરા સાથે સંમત થઈ શકીએ કે તે આદિકાવ્ય છે. રામાયણની વીરગાથા હવે આપણે 2 થી ૬માં આવતા પ્રમાણભૂત રામાયણના કાંડો વિશેનો વિચાર કરીએ. પહેલો જ દષ્ટિક્ષેપ દર્શાવે છે કે, તે બે તદ્દન ભિન્ન ખંડોનું રચાયેલું છે. પહેલો ભાગ અયોધ્યા કાંડને સમાવે છે અને બહુ જ અસરકારક ઢબે દશરથના મહેલમાંની ઘટનાઓ અને વિકાસ વર્ણવે છે. અહીંયાં બધું જ માનવીય છે અને સ્વાભાવિક છે. અહીં એવું કશું જ નથી જેને કપોલકલ્પિત ગણી શકાય. આવા પ્રસંગો ભારતનાં રાજકુટુંબોમાં સામાન્ય હતા. પોતાના પુત્રને રાજગાદી અપાવવા રાણી કાવતરાં કરે છે અને પોતાના સ્પર્ધકોને દુઃખ પહોચાડે છે. ઇક્વાકુ રાજાઓના કુટુંબમાં આવો પ્રસંગ એ આરંભની દંતકથાની સામગ્રી બની હશે, અને, આ સંદર્ભમાં જે વ્યક્તિઓ આવે છે તેને પ્રતિનિધિ પાત્રોની છાપ આપવામાં આવી છે. કથાના આ ભાગમાં કોઈ આને પૌરાણિક પાર્શ્વભૂમિકા છે એમ અટકળ નહિ કરે. જો રામાયણ ભારતના પાછા આવવા સાથે પુરું થયું હોત તો, સમગ્ર કથા ઐતિહાસિક ઘટના પર આધારિત છે એવું વિચારી શકાત. એવી ઘટના કે, જે ઐતિહાસિક કાળમાં ખરેખર ઘટી હોય.૧૯ પણ બીજા ભાગની પરિસ્થિતિ તદ્દન વેગળી છે. ત્યાં સર્વ અતિપ્રાકૃત અને કપોલકલ્પિત છે. કેવળ કવિની પ્રતિભા કે શ્રદ્ધા આપણને આ સર્વ શક્ય છે એમ માનવા પ્રેરે છે. દેખીતી રીતે, પુરાકથાઓએ બીજા ભાગને મૂળભૂત સામગ્રી પૂરી પાડી. આપણે જો રામકથાનું પુરાકથાની દષ્ટિએ અર્થઘટન કરવા માગતા હોઈએ તો પહેલા ભાગને આપણે લક્ષમાં જ લેવું ન જોઈએ અને બીજા ભાગ પૂરતું જ મર્યાદિત રહેવું જોઈએ. પણ આ વિષયની ચર્ચા આપણે આરંભીએ તે પહેલાં આપણે મુખ્ય વાંધાનો નિકાલ કરવો જોઈએ. આપણે એવું વિધાન કરી શકીએ કે બીજા ભાગમાં વાલ્મીકીએ પ્રાચીન કથાઓનો ઉપયોગ કર્યો નહીં અને, પોતાના મસ્તિષ્કમાંથી સર્વ ઉત્પન્ન કર્યું. પણ આ અવધારણા છેક સુધી આપણે ટકાવી શકીશું નહીં. વાલી અને સુગ્રીવના પ્રસંગમાં રામ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તે ઝાડીમાંથી બાણ મારી વાલીને હણે છે. શું કવિએ આવી ભૂમિકા ઉદાત્તતા અને ધર્મના મૂર્તિમંત એવા નાયકને અર્પી હોત ખરી જો તે ચોક્કસ કથાઓથી બંધાયેલા ન હોત તો? કવિએ અને સંભવતઃ પછીના કથાનાયકને આ દેખીતો વિરોધ ધ્યાનમાં આવ્યો છે અને તેથી રામના આ અપકૃત્યને ૪-૧૭-૧૮માં સુષુ