________________ 86 રામાયણ નાખ્યું. તેમના ધર્મમાં શૂદ્રને ભિક્ષુ બનતો અટકાવનારું કોઈ નિયંત્રણ ન હતું. પણ આવો અપવાદ રામના રાજ્યમાં બનવો જોઈએ નહીં. તત્કાલ તો જે કોઈ આ ચુસ્ત વ્યવસ્થાનું પાલન ન કરે તેને માટેની કડક સજા એ ચેતવણીરૂપ હતી. તેથી હું એ મત માનવા પ્રત્યે ઢળું છું કે શબૂકની કથા એવા દેશમાં તે સમયમાં ઉભવી કે જ્યાં મિશ્ર મઠ વ્યવસ્થા ઘણું કરીને, બૌદ્ધો અને જૈનોની અસ્તિત્વમાં હતી. એટલે બધુ સંવાદી રીતે આગળ વધે છે. અને તેથી હું એવું કોઈ કારણ જોતો નથી કે જેનાથી ભારતીય આદર્શથી શાસિત બાબતોને સમજાવવા પ્રીસ્તી વ્યવસ્થાની ધારણા કરવામાં આવે. અથવા દક્ષિણનો શૈવલ પર્વત કોઈ ખ્રીસ્તી સંદર્ભ ધરાવે છે. તે બહુ જ નબળી અને સર્વ રીતે અપ્રતીતિકર દલીલ બને. જો આ ભૌગોલિક આકારનું મહત્ત્વ હોત તો, બહુ જ પહેલાં પહોંચી ગયેલા દિગમ્બરોનો વિચાર કરવો યોગ્ય જણાત. તદુપરાંત એ જણાવવું જોઈએ કે બેનર્જી વધારે મુક્ત વૈષ્ણવ સંગઠનો સમજાવે છે. આમાં શૂદ્રોનો સમાવેશ થતો એટલું જ નહી પણ પ્રસંગોપાત્ત તેમનો ધાર્મિક ગુરુઓ તરીકે પણ સ્વીકાર કરવામાં આવતો. આ મલબાર અને કોરોમંડલના કિનારાઓના ખ્રીસ્તી પાદરીઓની અસરના કારણે છે. પણ હાલના સમયે, કોઈ આ મતને પણ માન્ય નહીં રાખે, કારણ કે, દક્ષિણના શૈવ ધર્મે આપણા યુગની આરંભની સદીઓની દ્રાવિડી સંસ્કૃતિને વિકસાવવામાં જ મોટી ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ. 5 આ સર્વ પરીક્ષણોએ રામાયણનો રચનાકાળ ચર્ચવા માટેનો માર્ગ તૈયાર કરી આપ્યો. આપણે મહાભારતના મોટા ભાગ કરતાં અને બૌદ્ધ દશરથ-જાતક કરતાં, રામાયણ વધુ પ્રાચીન છે એ મતના સમર્થનમાં પુરાવાઓ પ્રસ્તુત કર્યા છે. ઈસુની પૂર્વની આ રચના છે એનું આ હકીકત સમર્થન કરે છે. એથી વિપરીત રામની લંકા તરફથી કૂચની પુરાકથા બૌદ્ધ સીલોનનો સંદર્ભ ધરાવે છે. અને વાલ્મીકિના મહાકાવ્યનો બીજો ખંડ હોમરના કાવ્યના અનુકરણમાં રચાયો છે. એવા મતનો પણ અમે અસ્વીકાર કર્યો છે. અને છેવટે એ પણ દર્શાવ્યું છે કે ભારતમાં પછીના સમયના જાણીતા બુદ્ધ, ગ્રીક અને બીજા લોકો રામાયણના દ્વિતીય કક્ષાના ભાગમાં દેખીતી રીતે ઉલ્લેખ પામ્યા છે. જો એક બાજુ આપણે દ્વિતીય સ્તરના ખંડો માટે ઠીક ઠીક અર્વાચીન સમય નક્કી કરીએ - ઈસુની બીજી સદીમાં અથવા પછી તો, આપણા માટે એ માનવાની આવશ્યકતા ઊભી થાય છે કે પ્રાચીન અધિકૃત વાલ્મીકિનો મૂળ આયોજિત ખંડ ઠીક ઠીક પ્રાચીન છે. મારા મત પ્રમાણે પૂર્વ ભારતની રાજકીય પરિસ્થિતિના અભ્યાસ પરથી વધુ ચોક્કસ તારીખ નિશ્ચિતપણે નક્કી થઈ શકે.