________________ હર્મન યાકોબી જો આ અવધારણા યથાર્થ હોય તો સ્વીકારવું પડે કે, પાણિનિ વાલ્મીકિના પુરોગામી કે અનુગામી છે તે પ્રશ્નનો નિર્ણય નહીં થઈ શકે. જો અમારો મત સાચો હોય તો, દૂરતમ અર્થમાં વાલ્મીકિની રચનાએ, મહાકાવ્યની ભાષાને નિયમિત રૂપ આપ્યું અને રામાયણ સંસ્કૃતમાં રચાયું હતું. અને અશોકના સમયમાં (સંભવતઃ બુદ્ધના સમયમાં પણ) પ્રાકૃત ભારતની પ્રાદેશિક ભાષા હતી, જયાં એ ભાષા દ્વારા મોટા જનસમૂહને સંબોધી શકાય. તો, ભિન્ન રસ્ત, અશોકના ઘણા સમય પહેલાં, વાલ્મીકિ થઈ ગયા હશે એ મતને સમર્થન મળે છે. કારણ કે મહાકાવ્યની ભાષા એ સમયમાં ઘડાઈ જયારે સંસ્કૃત હજુ બહોળા વર્તુળમાં બોલાતી અને સમજાતી હતી.પ૬ મહાકાવ્યની સંભવિત પ્રાચીનતા ને ભિન્ન રીતે સ્થાપવા માટે પણ આ તર્કનો ઉપયોગ કરી શકાય. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય એવા સમયમાં ઉદ્ભવ્યું કે જયારે પ્રશિષ્ટ સંસ્કૃત બોલાતી ભાષા મટી ગઈ હતી. જો, આ સાહિત્ય સંસ્કૃતમાં રચાતું હોય તો, પ્રાચીન કૃતિઓ પણ સાહિત્યની હશે કે, જે, બોલાતી ભાષા સંસ્કૃતની સમકાલીન હોય કારણકે બોલાતી ભાષા તરીકે જો તે સાહિત્યિક હેતુઓ માટે અનુકૂળ ન હોય તો, મૃત ભાષા તો ઉપયોગમાં લઈ જ ન શકાય. સંસ્કૃત જયારે બોલાતી ભાષા હતી ત્યારે જો પૂર્વ-પ્રશિષ્ટ કાળનાં મહાકાવ્યો નો ઉદ્દભવ્યાં ન હોય તો, તે અમુક અંશો પોતાનો પાયો જ ગુમાવે છે, પ્રાચીનતર મહાકાવ્ય સાહિત્ય નષ્ટ પામ્યું હતું તેનો વાંધો હોઈ ન શકે પણ સંસ્કૃત મૃત બની ત્યારે જે રચાયું તે આપણી પાસે છે તે વાંધાજનક વિધાન છે. દરેક સ્થળે, નમૂનારૂપ ઉચ્ચ કક્ષાની કૃતિઓ, મહાકાવ્ય સુદ્ધાં, સચવાઈ છે. એટલે, ધારણા મુજબ, આ કૃતિઓ સંસ્કૃતમાં એવા કાળમાં રચાઈ હશે કે, જ્યારે અશોકના શિલાલેખોની ભાષા લોકપ્રિય ભાષા હતી. પણ આ શક્ય નથી. કારણ કે લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતું મહાકાવ્ય લાંબા કાળથી મૃત એવી ભાષામાં તો ન જ રચાયું હોય. તે લોકપ્રિય ભાષામાં અને ઓછામાં ઓછું એવી ભાષામાં કે જે, બહોળા વર્તુળમાં સમજી શકાતી હોય. ઘણીવાર એવું ધારી લેવામાં આવે છે, કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની અભિવ્યક્તિની પદ્ધતિ પુરોગામી પ્રાકૃત સાહિત્યમાંથી ઊછીની લેવામાં આવી છે. આ અંશતઃ કથાસાહિત્ય વિશે સાચું છે, પણ, શૃંગારી કવિતાની બાબતમાં હાલ કવિની કવિતા હોવા છતાં, આ અતિ અસંભવિત છે. અવશિષ્ટ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય વિશે આવી ધારણાને કોઈ સમર્થન રહેતું નથી. એટલે, આપણે છેવટે એવું ધારવાનું રહે છે કે મહાકાવ્યની કવિતા જ અગ્રેસર હતી અને, પ્રશિષ્ટ સાહિત્યની આધારશિલા હતી. પછીથી આ સમસ્યા વિશે આપણે ખંડ ૭માં વાત કરીશું. પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાની ભાષા મહાકાવ્યની ભાષામાંથી વિકસી છે અને પંડિત કવિ વ્યાકરણના નિયમોનું બરાબર પાલન કરે છે. તદુપરાંત, મહાકાવ્ય અને પ્રશિષ્ટ