________________ રામાયણ રામાયણમાં વ્યાકરણશુદ્ધ સંસ્કૃત અથવા શિષ્યોની ભાષા અને લૌકિક સંસ્કૃત વચ્ચેનો ભેદ ઘણા પ્રસંગોએ દર્શાવવામાં આવ્યો છે. હનુમાન સુગ્રીવના સમાચાર રામને આપે છે ત્યારે રામ વાણીની શુદ્ધતાથી આશ્ચર્ય પામે છે. नानृग्वेदविनीतस्य नायजुर्वेदधारिणः / नासामवेदविदुषः शक्यमेवं विभाषितुम् // 28 नूनं व्याकरणं कृत्स्नमनेन बहुधा श्रुतम् / बहु व्याहरतानेन न किञ्चिदपशब्दितम् // 29 હનુમાન લંકામાં સીતાને મળે છે ત્યારે વિચારે છે કે તે કેવી રીતે સીતા સાથે વાત કરે. (પ-૩૦) वाचं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् // 17 यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृताम् / रावणं मन्यमाना मां सीता भीता भविष्यति // 18 अवश्यमेव वक्तव्यं मानुषं वाक्यमर्थवत् / / માનુષ એ બોલતા વાનરના વિરોધમાં રજૂ થયો છે. તેનો નિર્દેશ પાણિનિના શિષ્ટની જેમ દિગતિરિવ થી દેખીતી રીતે થયો છે. અને, પહેલા ખંડમાંથી એ તદન સ્પષ્ટ થઈ જાય છે કે હનુમાનનું વેદોનું અને વ્યાકરણનું જ્ઞાન, તેમની શુદ્ધ પાણી માટે જવાબદાર છે. 55 શાણા પુરુષોની વાણીની શુદ્ધતા ર-૯૧-૨૨માં આ રીતે દર્શાવવામાં આવી છે. शिक्षास्वरसमायुक्तं सुव्रतश्चाब्रवीन्मुनीः / મુઈરે અન્ય ખંડો પણ એકત્ર કર્યા છે. (ઓરિજીનલ સંસ્કૃત ટેટ્સ પૃ. 159) જેમાં ભાષાને સંસ્કૃત રૂપે દર્શાવવામાં આવી છે. આથી વિપરીત કોઈ પણ સ્થળે ભાષાને પ્રાકૃત નામથી ઓળખવામાં આવી નથી. પ્રાકૃતજન અથવા સાધારણ જન એવા નિર્દેશો સમયે, એમ કરવાના પ્રસંગ હતા તો પણ. મારા મત પ્રમાણે ઉપર ઉદ્ધત ખંડોની તટસ્થ વિચારણા માધ્યમ વિશે નિમ્નોક્ત અભિપ્રાય તરફ દોરી જવી જોઈએ જે આ અંગેના રચનાકાળે કવિના માનસમાં રહી હશે. જે વેદો અને ભાષાશાસ્ત્રીય સજજતા ધરાવનારા હતા તે સાધારણ ન કરતાં વધુ શુદ્ધ ભાષા બોલતા હશે. આ સાધારણ જન પણ કંઈ જુદી ભાષા તો દેખીતી રીતે બોલતો નહીં જ હોય. ભેદ કેવળ શુદ્ધતાના અંશનો જ હતો. શુદ્ધ અથવા શુદ્ધીકૃત ભાષા સંસ્કૃત કહેવાતી. આ સંબંધ તે જ નિશ્ચિતપણે છે જેની વ્યાખ્યા પતંજલિએ કરી છે. અને શિષ્ટો અને અવશિષ્ટ જનો વચ્ચેનો જેમાં ભેદ રહેલો છે.