________________ 94 રામાયણ અથવા તો ૮મી સદીનાં કોઈ પણ બે ગ્રહણોને નિહાળવાની કવિને તક મળી હતી. આ રીતે, જે અનુભવ કવિને મળ્યો તે તેમણે પોતાની કવિતામાં રજૂ કર્યો છે. છઠ્ઠી સદીનું સૂર્યગ્રહણ અને તે જ પ્રમાણે ૮મીનાં બે મનુષ્યના જીવનકાળ દરમ્યાન બને છે. કાવ્યની સ્મૃતિ પર આવા ઘણા પ્રસંગોના અનુભવે કાયમી અસર છોડી. જો આ સર્વ હકીકતો ધ્યાનમાં લેવામાં આવે તો, એ મત યથાર્થ જણાય છે કે, રામાયણ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં, સંભવતઃ છઠ્ઠી સદીમાં અથવા તો ૮મી સદીમાં ઉદ્ભવ્યું હશે. મહાકાવ્યની ભાષા વિશેનો જે મત બંધાય તેના પર પણ મહાકાવ્યના કાળનો નિર્ણય આધારિત છે. એટલે, આપણે આ પ્રશ્નમાં ઊંડાણથી જવું જોઈએ. ભિન્ન ભિન્ન સંસ્કરણો વચ્ચેના સંબંધ વિશેની આપણી તપાસના પરિણામનો વિચાર કરીએ તો, સી સંસ્કરણ એક માપદંડ છે. અને તેથી આપણી આગામી અન્વેષણાનો પાયો છે. બોમ્બે આવૃત્તિમાં પ્રશિષ્ટ સંસ્કૃતથી ભિન્નતા સરખી જ છે જેટલી મહાભારતની પ્રશિષ્ટ સંસ્કૃતથી છે. આ ખરેખર કહેવાતા સંસ્કૃત-મહાકાવ્યની વિલક્ષણતાઓ છે.પર - હવે પ્રશ્ન એ છે કે, મહાકાવ્યની ભાષા પાણિનિ કરતાં પ્રાચીન છે કે નવતર છે પહેલા વિકલ્પ વિશે એવું કહી શકાય કે વાલ્મીકિ જેવા કવિ પાણિનિના વ્યાકરણના નિયમોની અવગણના કરી શક્યા ન હોત, જો તેમના સમયમાં નિયમોએ અધિકૃત સ્વીકૃતિ પ્રાપ્ત કરી હોય તો. બીજા વિકલ્પ વિશે, એટલા જ ભાર સાથે દલીલ થઈ શકે કે પાણિનિ અને અન્ય વૈયાકરણો રામાયણની ભાષાને ચર્ચાની પરિધિમાં લાવ્યા સિવાય રામાયણ જેવી વિખ્યાત કૃતિની ઉપેક્ષા કરી શક્યા ન હોત. અલબત આ તેમની પહેલાં બનેલું હોવું જોઈતું હતું. પાણિનિની ભાષા કરતાં મહાકાવ્યની ભાષા વધારે અર્વાચીન તબક્કાની હોવાથી બીજા વિકલ્પની પસંદગી કરવા તરફ વ્યક્તિ ઢળે છે. છતાં, નિમ્ન બાબતનો પણ આ સંદર્ભમાં વિચાર થવો જોઈએ. જો આપણે એવું સ્વીકારીએ કે વાલ્મીકિ પાણિનિ કરતાં અર્વાચીન છે, તેટલાથી મહાકાવ્યની ભાષા પાણિનિ કરતાં વધુ નવતર છે એવું સ્વીકારવાની ફરજ પડતી નથી. જો કે વાલ્મીકિના પ્રભાવે મહાકાવ્યને કાયમી સ્વરૂપ આપ્યું. કવિતા ચોક્કસપણે પાણિનિ કરતાં વધુ પ્રાચીન છે. એવું તો માની જ નહીં શકાય કે મહાકાવ્યના ગાયકોએ વિધિપૂર્વક બ્રાહ્મણોની પુષ્મિતા વાકુનો ઉપયોગ કર્યો. પણ પછી, મહાકાવ્યની કવિતાના પ્રચુરતાના કાળમાં મહાકાવ્યની કવિતા સ્વરૂપની શુદ્ધતાના માર્ગથી પથભ્રષ્ટ થઈ. પાણિનિ મહાકાવ્યની કથાના સંજ્ઞાવાચક નામોની