________________ હર્મન યાકોબી કાવ્યો વિશેનું આ એક સર્વધારણ વિધાન છે. 61 પંડિત કવિ કવિતાનું સૌન્દર્ય વધારનારાં ઘણાં ઉપકરણો સાથે કામ પાડે છે. તો મહાકાવ્યનો કવિ પણ એમાંના સૌથી વધુ મહત્ત્વના એવા ઉપમાને એના ભિન્ન ભિન્ન સ્વરૂપમાં વિનિયોગ કરવામાં કૃપણતા દાખવતો નથી. જો આપણે જર્મન મહાકાવ્યના ધોરણથી રામાયણનું મૂલ્યાંકન કરીએ તો, એવું જણાશે કે, ઘણાં ભવ્યાત્મક અલંકરણોથી તે ભરચક દેખાશે. ભારતીયો વાલ્મીકિની કાવ્યકળાનો પછીના મહાકવિઓ સાથેના આંતરિક સંબંધને કદી ભૂલ્યા નથી. અને એટલે, વાલ્મીકિ આદિ કવિ તરીકે સ્વીકૃત બન્યા હતા. ખરેખર તો, હું માનું છું કે, અલંકૃત કવિતા વાલ્મીકિના અનુયાયીઓએ વિસ્તારેલી કાવ્યકળાની શોધમાં ક્રમશઃ ઉત્ક્રાન્ત થઈ છે. અને જો હું, હોમરના અનુયાયીઓના નામની સાથે સમાનતાની રીતે, એમનો નિર્દેશ કરું કે જેમણે વાલ્મીકિના કાવ્યની વૃદ્ધિ કરી, અને છેવટે અત્યારનો આકાર સાંપડ્યો. મારી આ અવધારણાના અનુમોદનમાં, 6 શ્લોકો પ્રક્ષિપ્ત છે કે, મૂળના છે એનો કંઈ વિચાર કર્યા વગર રામાયણમાંથી ઉદાહરણો ટાંકીશ. આ અંલકારનો વિકાસ અને તેની લોકપ્રિયતા દર્શાવશે. અને અલંકૃત કવિતામાં જેનું પ્રભુત્વ રહ્યું છે તે, ઉત્ક્રાન્તિના આરંભના તબક્કાઓ પણ દર્શાવશે. સૌ પ્રથમ તો હું ઉપમાનું પ્રાચુર્ય દર્શાવું છું. ૨-૧૧૪માં વ્યથિત અયોધ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે 16 શ્લોકોમાં છે અને દરેકમાં પોતાની ભવ્યતા જેણે ગુમાવી દીધી છે તે નગર સાથેની સરખામણી છે. તે જ પ્રમાણે આવી જ પરિસ્થિતિ પ-૧૯ (2-19 છાપભૂલ છે-અનુવાદક)માં છે. જ્યાં સીતાના બંદીવાસને 29 ઉપમાઓથી વર્ણવવામાં આવ્યો છે. આ કેવળ પોતાના ઉદ્દેશને પાર પાડવા માટેની કાવ્યકળાનો સીધો સાદો વિનિયોગ નથી પણ તે સ્વરૂપમાં જ આનંદ પ્રકટ કરે છે. - ઉપમા સાથે રૂપક ગાઢ રીતે સંકળાયેલો અલંકાર છે. આ પોતાના પ્રાથમિક સ્વરૂપમાં, કાવ્યકળાનું અત્યંત મૌલિક સ્વરૂપ વર્તાય છે તે નોંધ સાથે જોડેલાં ઉદાહરણોથી સ્પષ્ટ થશે. એ સર્વવિદિત છે કે, આ મહાકાવ્યની કવિતામાં પ્રચુર પ્રમાણમાં છે. કલ્પનાને રંગીન બનાવવા, અત્યંત કુશળતા સાથે રામાયણમાં આનો વારંવાર પ્રયોગ કર્યો છે. વાલ્મીકિ અને તેમના અનુયાયીઓ પછીના કવિઓની કળાની અભિવ્યક્તિની નજીક આવે છે તેનાં થોડાં ઉદાહરણો દર્શાવશે. विषादनक्राध्युषिते परित्रासोर्मिमालिनि / किं मां न त्रायसे मग्नां विपुले शोकसागरे // 3-21-12 मन्थराप्रभवस्तीव्रः कैकेयीग्राहसंकुलः / वरदानमयो क्षोभ्यो मज्जयच्छोकसागरः // 2-77-13