________________ 98 રામાયણ સંસ્કૃત વચ્ચે પણ ગાઢ સમાનતા છે. કવિઓ પાણિનિને વાણીની શુદ્ધિ માટેના અંતિમ પ્રમાણ તરીકે ગમે તેટલા સ્વીકારતા હોય, એક મુદ્દામાં તેઓ મહાકાવ્યના પ્રયોગથી જુદા પડે છે. મહાકાવ્ય કોઈ પણ જાતની મર્યાદા સિવાય વર્ણન માટે સાદા પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કરે છે. જ્યારે પાણિનિ પરોક્ષે તિ૭ એમ વર્ણન કરે છે. આ શરત એટલી મહત્ત્વની છે કે પ્રશિષ્ટ ગદ્યલેખકો દંડી અને બાણ ત્યાં જ પરોક્ષ ભૂતકાળનો ઉપયોગ કરે છે જ્યાં પાણિનિ પ્રમાણે માન્ય હોય. પ્રશિષ્ટ ગદ્યનો સ્રોત પ્રશિષ્ટ કાવ્ય કરતાં વેગળો છે. પછીના સ્રોત દેખીતી રીતે મહાકાવ્ય હતા કારણ કે, મહાકાવ્યની કવિતા પ્રશિષ્ટ કવિતાની અગ્રેસર હતી. પાણિનિના વ્યાકરણમાં સજ્જ એવો જો કોઈ કાલિદાસ અને આરંભના કવિઓની પાણિનિના વ્યાકરણથી પથભ્રષ્ટતા નોંધે છે તો, તેને જણાશે કે, મોટાભાગનાં વિમાર્ગચલન મહાકાવ્યની ભાષામાં આવે છે. સમાપનમાં સાહિત્યની પ્રાકૃત બોલીની પ્રતિનિધી પાલી સાથેનો મહાકાવ્યની ભાષાના સંબંધનો વધુમાં વિચાર કરીએ. દેખીતી રીતે અહીં ધ્વન્યાત્મક ફોનેટીક પરિવર્તનોને વિચારણામાં લેતા નથી. પણ રૂપોને પ્રયોજવાના સંદર્ભમાં બહુ જ મોટો ભેદ આગળ આવે છે. પાલીમાં અપૂર્ણ અને અનદ્યતન વર્ણનના ઉચિતકાલ છે પણ તેમના સ્વરૂપોમાં એટલો બધો ગૂંચવાડો છે કે ક્યારે વૈયાકરણોએ સ્વેચ્છાએ આવો ગૂંચવાડો દાખલ કર્યો અને, વિભક્તિ પ્રત્યયાત્ત ભાષાને એક છેતરામણો દેખાવ અર્પો જેના વિશે કોઈ ચોક્કસ નિયમ ઘડવો મુશકેલ છે. આ આપણી આગળની દેખીતી હકીકતો પરથી એ સ્પષ્ટ છે કે, પ્રાચીન ભાષામાં કે જેમાંથી પાલી વિકસે છે અનદ્યતન પ્રચુરપણે પ્રયોજાતો કારણ કે, ભૂતકાળના સ્વરૂપ ઘડતરમાં એનો મોટો ફાળો હતો. બીજી તરફ પરોક્ષ બહુ જ જૂજ પ્રયોજાય છે. કારણ કે તે પાલીમાં ઘણી ઓછી વાર આવે છે. પણ મહાકાવ્યોનું સંસ્કૃત આનાથી વિપરિત ચિત્ર આપે છે. તેમાં પરોક્ષનો પ્રયોગ પ્રચુર છે અને થોડાંક ક્રિયાપદોને, બાકાત રાખતો, અનદ્યતનનો પ્રયોગ ઘણો જૂજ છે. આના પરથી આપણે એ તારણ પર આવી શકીએ કે, મહાકાવ્યનું સંસ્કૃત અને પાલી એ ભાષાના બે પ્રવાહોને રજૂ કરે છે જે સમાંતર છે. એક જ સ્રોતમાંથી ઉદ્ભવતા હોવા છતાં તેમણે પોતાનો ભેદ જાળવી રાખ્યો. કાવ્યકળા જેમણે મહાકાવ્ય અને અલંકૃત કવિતા વાંચી છે તેમને આ બન્ને વચ્ચેનો ભેદ પરખાયો હશે જ. પણ ઉચિત કથનોથી તેને સમજાવવો દુષ્કર છે. જો આપણે એમ કહીએ કે, મહાકાવ્યનો કવિ વસ્તુની વધુ કાળજી રાખે છે જ્યારે પંડિત કવિ સ્વરૂપની તો આવાં