________________ હર્મન યાકોબી 89 સીમાની પાર પોતાના રાજ્યને વિસ્તાર્યું હતું. મગધ ઉપરાંત, તેના રાજ્યમાં ચેદિનો પ્રદેશ અને પશ્ચિમમાં મત્સ્યના ભાગ, સરયૂ પરનો કારુષદેશ, ઉત્તરમાં ગોમતી પરના પ્રદેશો, અંગ, અને બંડના પ્રદેશો, પૂર્વમાં પુષ્ઠ અને કિરાતનો સમાવેશ થતો હતો. તે કાશીના રાજાઓનો પણ મિત્ર હતો. અહેવાલ પ્રમાણે, અતિ શક્તિશાળી જરાસંધે મધ્યદેશની પ્રજા પર આક્રમણ કર્યું. તેમને પોતાના ઘરોમાંથી હાંકી કાઢ્યા અને તેમનામાં સંક્ષોભ પેદા કર્યો.” (Lassen Indische Alertumskunde I, પૃ. 609, બીજુ આવૃત્તિ, પૃ. 755) અહીં વાર્તામાં આપણને નન્દ, પ્રથમ મૌર્યના રાજયનું પ્રતિરૂપ મળે છે. અને જરાસંધ પ્રત્યેની શત્રુતા મગધના રાજ્યને બથાવી પાડનાર પરત્વેના વૈષનું પ્રતિબિંબ પાડે છે. એવું નથી કે, જરાસન્ધની પાછળ નન્દ કે ચન્દ્રગુપ્ત છૂપાઈ ગયા છે. મધ્યદેશના મહાકાવ્યના કવિઓ પોતાના સમયની અથવા નિકટતમ ભૂતકાળના બનાવો અને રાજકીય પરિસ્થિતિઓને પુરાકથાઓમાં કે પ્રાગુ-ઐતિહાસિક સમયમાં સંક્રમિત કરતા હતા. હું માનું છું કે, મહાભારતમાં કહેવાયેલી જરાસંધની કથાઓએ ઈ. સ. પૂર્વેની ચોથી સદીમાં ચોક્કસ આકાર ધારણ કરી લીધો હતો એવું માનવા આપણે હક ધરાવીએ છીએ. આ વિષયાન્તર પછી આપણે રામાયણના કાળ વિશેના આપણા ઉચિત સંશોધન તરફ પાછા વળીએ. એ નોંધપાત્ર છે, કે રામાયણના પ્રાચીનત્તર ખંડોમાં અયોધ્યાને રાજયની રાજધાની તરીકે ઉલ્લેખવામાં આવી છે. પણ બૌદ્ધો, જૈનો, ગ્રીક અને પતંજલિ તેનું સાકેત નામ આપે છે. નામમાં પરિવર્તન સૂચવે છે કે જૂનું નગર જીર્ણતા અને વિનાશને પામ્યું અને અનુગામી સમયમાં એક નવું નગર તેની નજીક ઉદ્ભવ્યું. ઉત્તરકાંડમાંથી જાણવા મળે છે કે નગર જનશૂન્ય બની ગયું અને છોડી દેવાયું અને એવી ભવિષ્યવાણી ભાખવામાં આવી છે કે, ભવિષ્યમાં જ્યાં સુધી ઋષભ ત્યાં આવીને વસે નહીં ત્યાં સુધી તે નિર્જન રહેશે. હું લગભગ એવું માનવા પર છું કે ૨-૧૧૪ના કવિએ અયોધ્યાનાં ખંડેર જોયાં હતાં. ધ્વસની શૂન્યતાના નગરના વર્ણને કવિ પર ઊંડી અસર કરી હતી. અયોધ્યાના ત્યાગનું કારણ શત્રુઓએ વેરેલો વિનાશ હોઈ શકે. નિવાસ બદલવા માટે તે જવાબદાર હોઈ શકે એ સંભવ છે. ઉત્તરકાંડની કથા પ્રમાણે, રામના પુત્ર લવે, પોતાનું શાસન સ્થળ બદલીને શ્રાવસ્તી કર્યું. (7-108-5)41 બુદ્ધ પ્રસેનજિતું (પ્રસંનદિ) શ્રાવસ્તી પર રાજ્ય કરતા હતા એની સાથે આ હકીકત મળતી આવે છે.૪૨ દેખીતું છે કે મૂળ રામાયણ આ સર્વ સ્થળાંતરો પહેલાં રચાયું હતું. અહીં અયોધ્યા ઈવાકુ રાજાઓના શાસનનું આ એક ભવ્ય સ્થળ હતું. નવું નામ હજુ છે નહીં અને શ્રાવસ્તીનો હજુ ઉલ્લેખ થયો નથી. બાલકાંડ માટે પણ આ સાચું છે. જો બાલકાંડના રચનાકાળે