________________ 88 રામાયણ તેને તો, વાર્તાનું મુખ્ય કથાઘટન રાજમહેલની ખટપટ અને રાજગાદી માટેની સ્પર્ધા છે. મહેલનાં આવાં કાવતરાં રામને વનવાસમાં મોકલે છે. વાલી અને સુગ્રીવ બે ભાઈઓ આ જ આશયથી પ્રેરાઈને એકબીજાને રાજગાદી પરથી ઊથલાવે છે. પણ છેવટે રામની મદદથી સુગ્રીવ હંમેશ માટે સિંહાસન પર બેસે છે. પોતાના ભાઈ રાવણની વિરુદ્ધ વિભીષણનો વિદ્રોહ એ રાજવી કુટુંબના કલહનું ત્રીજું ચિત્ર ઉદ્ઘાટિત કરે છે. કવિએ જેને કારણે યુદ્ધ થયું એનો એ આવેગ અનુભવ્યો જણાતો નથી. કવિએ જો કે ઘણાં યુદ્ધો વર્ણવ્યાં છે પણ તેનું માનવીય પાસું સંપૂર્ણપણે ગેરહાજર છે. આ રાક્ષસી અને વિરાટ લડાઈઓ ખરેખર તો અણઘડ કપોલકલ્પિત કલ્પનાનું ફળ છે, જે અંગત અનુભવના વાસ્તવિક વિચારમાંથી ઉદ્ભવી નથી. હું એવું માનવા પ્રેરાઉ છું કે, રામાયણનાં આવાં વર્ણનોએ છેક અત્યાર સુધીની સદીની મહાકાવ્યની કવિતા પર ઊંડી અસર કરી છે. ઓછામાં ઓછું અંશતઃ રામાયણના યુદ્ધનું વર્ણન કરતા ભાગોના અનુકરણમાં શેષ મહાકાવ્યની કવિતામાં માનવ-વીર પુરુષો પણ શસ્ત્રાસ્ત્રોથી કપોલકલ્પિત શૌર્ય-કૃત્યો કરતા દર્શાવ્યા છે. જેની ચર્ચા આપણે ૩માં કરી છે. રાજકીય પરિસ્થિતિને લાગેવળગે છે ત્યાં સુધી, સામંતશાહી પ્રકારની સામંતોની શાસનપદ્ધતિ કવિતાના મૂળમાં રહી છે. ક્યાંય આપણને મહત્તર કે સંકુલ બનાવોનો પરિચય થતો નથી. ચોક્કસ, કોશલનો રાજવી શક્તિશાળી પણ ઉમદા રાજા જણાય છે, પણ તે અન્ય રાજકુમારો સાથે સમાનતાના સ્તરે ઊભો છે. અત્યારના આપણા પાઠ પ્રમાણે રામ પોતાની રાજસીમા પર એક દિવસમાં પહોંચે છે, પણ મૂળ વર્ણન પ્રમાણે સંભવતઃ બે દિવસ લાગે છે.૩૭ અયોધ્યા સિવાય આપણે બીજા કોઈ જ નગરનું નામ સાંભળતા નથી. નજીકમાં આવેલું શૃંગબેરપુર પણ સાથી નિષાદ અગ્રણી ગુહનું નગર છે. વાલ્મીકિના આ રાજયની પારના ભૂમિપ્રદેશો ખાસ કરીને દક્ષિણ ભારત વિશે અચોક્કસ જ નહીં, ભયાનક ખ્યાલો છે. જો વાલ્મીકિ નન્દો કે મૌર્યોના સમયમાં જીવ્યા હોત તો, પરિસ્થિતિ કંઈક જુદી જ હોત. એક મોટા રાજયનો મોટો કારોબાર દૂરના ભૂમિપ્રદેશો અને રાજ્યની સીમા પાર વિશે ઝીણી માહિતી માટેની તકો પૂરી પાડે છે. જો વાલ્મીકિ કોઈ શક્તિશાળી રાજ્યના નાગરિક હોત તો, તેમણે તદ્દન ભિન્ન જ ભૌગોલિક ભૂમિકા પૂરી પાડી હોત. તે અયોધ્યાના વંશપરંપરાગત રાજ્યવંશના કવિ હોવાથી સ્વાભાવિક છે કે, તે કેવળ કોશલનું વર્ણન કરે છે. આ પ્રદેશની પારની ભૂમિનું વર્ણન તે પોતાની કલ્પના પ્રમાણે કરે છે. હવે જો આપણે ઉપરના દૃષ્ટિબિન્દુથી મહાભારત સમયની રાજકીય પરિસ્થિતિનો વિચાર કરીએ તો, એક નોંધપાત્ર વિરોધ જોવા મળે છે. મહાભારતના કવિ મધ્યપ્રદેશ સાથે શત્રુતા ધરાવનાર તરીકે મગધ રાજ્યનું વર્ણન કરે છે. તેના રાજા જરાસન્ધ મગધની