________________ હર્મન યાકોબી 91 પ્રક્ષિપ્ત અંશોની ઉત્તરતમ મર્યાદા છે જયારે મૂળ કાવ્ય તો, એથી ઘણા વહેલા સમયમાં જાય છે. રામાયણની રચનાની આવી પ્રાચીન તારીખના અનુમોદનમાં બીજી કેટલીક હકીકતો પણ રજૂ કરી શકાય. ગ્લેગલે ભારપૂર્વક જણાવ્યું છે કે સતીની પ્રથા કાવ્યમાં દેખાતી નથી.૪° આવાં વિધાનોના વિરોધમાં છૂટા છવાયા ઉલ્લેખો હોઈ શકે. પણ નોંધપાત્ર હકીકત એ છે કે કથાની કોઈ પણ વિધવા અગ્નિમાં બળી મરવાની પદ્ધતિ અપનાવતી નથી. દશરથની ત્રણે રાણીઓમાંથી કોઈ નહીં કે વાલીની પત્ની તારા કે રાવણની પત્ની મન્દોદરી પણ નહીં. સર મોનિયર વિલિયમ્સ (Indian Wisdom બીજી આવૃત્તિ, ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી મોડે નહીં. પૃ. 315) રામાયણના બહુ પહેલાંના રચનાકાળ માટે આની સર્વ પ્રથમ દલીલ તરીકે રજૂ કરે છે. હું તેમના શબ્દો ઊતારું છું. “રામાયણમાં સતીનો એક પણ કિસ્સો નોંધાયેલો નથી. મહાભારતમાં પાડુની રાણી માદ્રી પોતાના પતિ સાથે બળી મરે છે અને વસુદેવની ચાર રાણીઓ અને કૃષ્ણની કેટલીક રાણીઓ પણ તેમ જ કરે છે. પણ એ નોંધપાત્ર છે કે, હણાયેલા વીરપુરુષોની સંખ્યાબંધ વિધવાઓમાંથી કોઈને એ રીતે મૃત પતિ સાથે આ રીતે સળગી મરતી બતાવવામાં આવી નથી. આ દર્શાવે છે કે પંજાબ પાસેના ઉત્તર-પશ્ચિમ ભારતમાં સતીનો રિવાજ દાખલ થવા લાગ્યો હતો. (જ્યાં આપણે જાણીએ છીએ કે, ઈ. સ. પૂ. ૩૦૦માં તે પ્રચલિત હતો) પણ રામાયણની પ્રાચીનતમ રચનાના સમયે તે પૂર્વના પ્રદેશોમાં હજુ પહોંચ્યો નથી. પણ જો એક મહાકાવ્ય સતીના કોઈ કિસ્સાને નોંધતું નથી. અને બીજું કેવળ દુર્લભ કિસ્સાઓને નોંધે છે. કથાવસ્તુના સંજોગો તો આ રિવાજનો ઉલ્લેખ કરવા માટેની ઘણી તકો પૂરી પાડનાર હતા. આના પરથી એવું તારવી શકાય કે આપણે બન્ને મહાકાવ્યોની રચનાની પહેલી પંક્તિઓ જ્યારે લખાઈ તે સમય ઈ.સ. પૂ. ત્રીજી સદી પહેલાં મૂકવો જોઈએ. આપણે મેગાનીસ પાસેથી જાણીએ છીએ કે, તે છેક પૂર્વમાં મગધ સુધી પહોંચેલું.” કોઈ એવો પણ વાંધો લઈ શકે કે સતી-પ્રથા એ જાતિગત વિશેષતા છે અને પ્રાચીન સમયથી વૈયક્તિક કિસ્સાઓમાં ભારતમાં પ્રચલિત હતી. પણ મુદ્દો એ છે કે, શું એની પાછળ ધાર્મિક અનુમોદન હતું અને શું તે સાર્વત્રિક પ્રથા હતી. પણ ઐતિહાસિક કાળમાં જ આનું ચુસ્તપણે અનુસરણ કરવામાં આવ્યું છે. એટલે, ઉપરનો તર્ક વાજબી ઠરે છે. ત્રીજા કાંડમાં ખગોળને લગતી ઘટનાનો જે ઉલ્લેખ આવે છે, તે રામાયણનો રચનાકાળ ઈ. સ. પૂ. પાંચમી સદીના આરંભના વિચારને અનુમોદન આપનારો છે.