________________ 90 રામાયણ શ્રાવસ્તી શક્તિશાળી શાસકનું કેન્દ્ર હોત તો, આ નગર અનુલ્લિખિત ન રહ્યું હોત. આ મહાકાવ્યના ખંડમાં અન્ય મહત્ત્વનાં સ્થળોનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે, આપણે તારણ પર આવી શકીએ કે બાલકાંડ અને તેનો પ્રાચીનતર ભાગ (દેખીતી રીતે, વિશ્વામિત્ર પ્રસંગ વિચારણા માટે આવતો નથી.) બહુ જ પહેલો ઈ. સ. પૂ.ની પાંચમી સદી પછી તો નહીં રચાયો હશે. જે પ્રમાણે પૂર્વ-બુદ્ધ કાળમાં બાલકાંડ રચાયુ હશે તે કર્તાનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં દર્શાવ્યું તે પ્રમાણે 1-47 અને 48 પ્રમાણે મિથિલા અને વિશાલા જોડિયાં નગરો હતાં. પણ દરેકનો શાસક જુદો હતો. મિથિલાના જનક અને વિશાલાના સુમતિ શાસક હતા. પણ બુદ્ધના સમયમાં, બન્નેનો એક મુક્ત નગર વૈશાલી તરીકે વિકાસ થયો જયાં લિચ્છવી રાજવંશીઓનું સામૂહિક શાસન રહ્યું. ગાયકને પ્રાપ્ત થયેલા ૧-૫માં નોંધેલા પુરસ્કાર પ્રમાણે, રામાયણ-કાવ્ય ત્યારે બન્યું જે સમયે અયોધ્યાના ઇક્વાકુઓ શક્તિશાળી શાસક કુટુંબના સભ્ય હતા. પણ બુદ્ધ અને મહાવીરના સમયનાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ઈશ્વાકુ-વંશનો રાજા પ્રસેનજિતુ હજુ શ્રાવસ્તી પર રાજ્ય કરતો હતો. પણ જૈનો પ્રમાણે જ કોશલ નગરમાં નવ લચ્છવી કુમારોનું શાસન હતું જે વૈશાલીથી સ્વતંત્ર હતું. પુરાણો પણ ઇક્વાકુ-રાજાઓના અંત (વિષ્ણુ પુરાણ- 4-22) વિશે કહે છે અને તેમાં શાક્ય, શુદ્ધોદન અને રાહુલનો સમાવેશ થાય છે. કેટલાંક સ્થળોએ તેઓ વધારે લાંબો સમય રહ્યા હોય પણ છતાં, જેના હિતકારી આશ્રય હેઠળ રામાયણનો કવિ જીવ્યો તે સત્તાની ભવ્યતા તો અસ્ત પામી હતી અને તે ઘણા લાંબા સમય પહેલાં બન્યું હતું. ઘણા રાજકુમારોમાં શાસન વહેંચાઈ ગયું અને ખૂબ સરળતાથી નવા બચાવી પાડનારાઓએ પોતાના રાજયનો મગધ સુધી વિસ્તાર કર્યો. કોશલ પ્રદેશમાં પણ રાજવંશની જગ્યાએ સામંતશાહી દાખલ થઈ. રામાયણના પ્રક્ષિપ્ત ખંડોમાં આના ઉલ્લેખ થયા હોય તેવું જણાય છે. ત્યાં કૈકેયી એવો ભાવ રજૂ કરે છે કે આરંભમાં ભલે રાજ્ય રામને મળ્યું હોય પણ ભરત પછીથી રાજ્યનો શાસક બનશે. પણ મંથરા તેને સમજાવે છે કે સૌથી મોટો પુત્ર રાજ્યનો વારસદાર બને છે. જયારે નાનો આવા અધિકારથી વંચિત રહે છે. આવું વિધાન મૂર્ખતાભર્યું કહેવાય જો એ જે વ્યક્તિઓને કહેવામાં આવી રહ્યું છે તે, સામંતશાહી સિવાયના પ્રકારના શાસનમાં જીવતી હોય. વાલ્મીકિ જો કે ઈક્વાકુ રાજાઓના સર્વોચ્ચ શાસનકાળમાં જીવ્યા. ખંડો એવા સમયે ઘૂસાડવામાં આવ્યા જ્યારે સત્તાનું હંમેશ માટે અવપતન થયું. મગધના રાજાઓએ ઝડપથી અંતિમ સત્તાની ધૂંસરી ફગાવી દીધી, એટલે અમે માનીએ છીએ કે ઈ. સ. પૂર્વે પાંચમી સદી એ ઉલ્લેખિત