________________ હર્મન યાકોબી એ કંઈક મહત્ત્વનું છે કે બુદ્ધ અને મહાવીરની કથાઓની જેમ, રામાયણમાં પાટલીપુત્રનો ઉલ્લેખ થયો નથી. જો કે ૧-૩૫માં રામને એવા સ્થળે લાવવામાં આવ્યા છે કે જ્યાં પછીના સમયમાં ભારતની રાજધાની અસ્તિત્વમાં આવી. ઉપર જણાવ્યું તે પ્રમાણે પૂર્વ ભારતનાં શહેરો જેવાં કે કૌશામ્બી, કાન્યકુબ્ધ, ગિરીવ્રજ, ધર્મારણ્ય અને કામ્પિલ્યના સ્થપાયાનો ઉલ્લેખ 1-32 અને ૩૩માં થયો છે. તે દેખીતું છે કે, જ્યાં રામાયણને પોતાના ઉદ્દગમ સ્થાન પર દેખાયા પછી આતુર સત્કાર અને કાળજી પ્રાપ્ત થયાં તે વિભાગોનું મહાસ્ય દર્શાવવું છે. જ્યારે રામાયણમાં વિશ્વામિત્રની કથાનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે, મેગાસ્થનીસના સમય દરમ્યાન, ભારતની રાજધાની પાટલીપુત્રનો ઉલ્લેખ પ્રાપ્ત કરવાની આપણે અપેક્ષા રાખી શક્યા હોત, પણ આગળ દર્શાવ્યાં તે કારણોથી. નન્દો અને મૌર્યોના સમય પહેલાં આ પ્રક્ષિપ્ત અંશો અસ્તિત્વમાં આવ્યા. 1-9 થી ૧૧માં અંગના રાજાને દશરથ સાથે વધુ નિકટના સંબંધમાં આણવામાં આવે છે. એ હકીકતને આધારે પણ આપણે એ તારણ પર આવી શકીએ છીએ. હવે વૃદ્ધિ પામી રહેલા મગધ૩૫ પર આક્રમણ કરવાની યોજનામાં અંગનો રાજા સૌ પ્રથમ ભોગ બનેલો. મૌર્યો પદભ્રષ્ટ થયો ત્યાં સુધી અંગનો કોઈ સ્વતંત્ર રાજા હતો જ નહીં. અંગ વંશના રાજાઓના અયોધ્યાના ઈવાકુઓ સાથેના સંબંધની પ્રાચીન દંતકથી અંગ વંશના રાજાઓનો મહિમા ગાવા માટે હતી પણ, તેથી કોઈ હેતુ સર્યો નહીં. મગધના રાજાઓએ મહાન સામ્રાજ્યના પાયાના પથ્થર નાખ્યા હતા. આ રાજાઓ બૌદ્ધોના સમકાલીન હતા અને અશોકના શાસન હેઠળ ભારતના અર્ધા ભાગને સમાવી લેતો વધુમાં વધુ વિસ્તાર રાજયે સાધ્યો. ઈશુની પૂર્વેના ગાળામાં ભારતના રાજકીય ઇતિહાસમાં આ સૌથી મહત્ત્વનો બનાવ હતો. ભારતીય પરંપરા પણ આનો તો સ્વીકાર કરે છે. વિષ્ણુપુરાણમાં જ પૃ. 148 પર નન્દ વિશે કહેવાયું છે. બીજા પરશુરામની જેમ તે ક્ષત્રિયોનો નાશ કરશે અને પછી શૂદ્રોનું શાસન થશે. અહીંયાં સરમુખત્યારશાહીએ વંશીય સ્વરૂપના શાસનને ઊથલાવી દીધું. આ રીતે જબરજસ્તીથી પચાવી પાડેલા રાજ્યનું રક્ષણ અને શાસન કરવામાં આવ્યું. રાજકારણ એક દુષ્કર કળા છે. મૌર્ય સામ્રાજ્યના પ્રથમ મંત્રી ચાણક્ય નીતિશાસ્ત્રના મુખ્ય જ્ઞાતા અમસ્તા જ નથી ગણાતા. પોતાના પ્રથમ ફેલાવા દરમ્યાન રામાયણ નવા સામ્રાજયના સ્થળે પહોંચ્યું ત્યાં ઐતિહાસિક ઘટનાઓએ પૂર્વની વ્યવસ્થાને ઊથલાવી પાડી હતી. તો, જો કૃતિ આવા પ્રસંગો ઘટ્યા પછી રચાઈ હોત તો, આ પ્રસંગોએ હવે જરૂર પોતાનાં ચિહ્નો છોડ્યાં હોત. પણ દેખીતું છે કે રામાયણ આવા કશાનુંય ચિહ્ન દર્શાવતું નથી. કવિ ઊંડાણભરી શાંતિથી જીવ્યો છે. ભૂમિના વિજેતાઓ જે પ્રકારનો વ્યવહાર કરતા હોય છે તે રાજકારણથી કવિ તદ્દન અનભિજ્ઞ છે.