________________ હર્મન યાકોબી 85 હતા. રામાયણના કવિ અથવા જેમની સાથે રામ-કથાનો વિકાસ થયો તેમને આ અજાણ્યું હતું. અથવા તો આ વિચાર જ એટલો ઓછો જાણીતો હતો કે, રામને વહાણમાં લંકા પહોંચાડવાનો વિચાર જ તેમના માનસમાં ફૂર્યો નહીં. જો, દરિયાઈ સફરનું ચોક્કસ જ્ઞાન હોત તો સેતુ બાંધવાના સાહસભર્યા કાર્યનો આશ્રય જ લેવામાં આવ્યો ન હોત. જે પ્રજાની વાર્તાઓ અને દંતકથાઓમાં દરિયાઈ સફરો એક લોકપ્રિય વિચાર તરીકે આવ્યા કરતો હોય ત્યાં, હનુમાનનું ઉડ્ડયન અને સાગરની રામને સહાય કલ્પવામાં ન આવી હોત. એ એવું દર્શાવે છે કે, જે લોકોમાં રામાયણ વિકસ્યું તે એવા ભૂ-ભાગમાં રહેતા હતા જે સમુદ્રથી ઘણો દૂર હતો. વેબરની અટકળ વિશે વાત કરતાં જો વાલ્મીકિએ હોમરની કથાઓના ઉપરછલ્લા જ્ઞાનમાંથી રામાયણ રચવાની પ્રેરણા લીધી હોત તો દરિયાઈ યાત્રા તો ઓડિસી અને ઈલીઅડમાં કદી અનુપસ્થિત છે જ નહિ અને તેથી રામાયણમાં પણ તેણે ભાગ ભજવ્યો હોત અને ઉપર ઉલ્લિખિત સહાય પહોંચાડવાની કાલ્પનિક રીતોને ઘડી કાઢી ન હોત. એ જો એવો કોઈ પણ વિચાર હોય કે વાલ્મીકિનો હોમરની કથાઓ સાથે એટલો ઊંડો પરિચય હતો કે તેનાથી, મહાકાવ્યને વસ્તુ મળ્યું તો, આ અતિ કપોલકલ્પિત છે. આ ઉપરછલ્લું પણ એટલા માટે છે કે, ભારતીય કથાસાહિત્યમાં આદિ કાળથી આવાં કથા ઘટકો ભરપુર છે. એટલે, તેમાંથી સામગ્રી ગ્રહણ કરવાને બદલે શું ભારતના મહાકાવ્યના કવિએ વિદેશમાંથી ઊછીનું લેવું જોઈએ? અહીં આપણે શબૂકની કથાનો ઉલ્લેખ કરવો જોઈએ આ કથામાં ખ્રીસ્તી નામનો સંદર્ભ જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 7-73 થી ૭૬માં આ કથા કહેવાઈ છે. જ્યારે રામ રાજય કરતા હતા ત્યારે, એક બ્રાહ્મણપુત્ર અકાળે અવસાન પામ્યો. પણ આ અકાળે અવસાન માટે રામને જવાબદાર ઠેરવવામાં આવ્યા. રામ સભા બોલાવે છે જેમાં નારદ સમજાવે છે કે બીજા અને ત્રીજા યુગમાં અધર્મની વૃદ્ધિ થતી હોય છે. ચોથા યુગમાં શૂદ્રો તપ કરશે. અને શૂદ્ર તપ કરે છે. અને પરિણામે બાળક મરી જાય છે. રામ પુષ્પક વિમાનમાં આ અનિષ્ટ તત્ત્વને શોધવા નીકળી પડે છે. રામને જણાય છે કે દક્ષિણમાં શૈવલ પર્વત પર એક માણસ તપ કરે છે. પૂછપરછ કરતાં રામને કહેવામાં આવે છે કે તે શબૂક નામનો શૂદ્ર છે. તે સ્વર્ગ જવા માટે તપ કરે છે. રામ તેને ખગથી હણે છે. આ પ્રસંગનું કથાવસ્તુ છે. કોઈ પણ પૂર્વગ્રહ સિવાય, જો કોઈ આ પ્રસંગની પરીક્ષા કરે તો, તેમાં વિદેશી અસરનું કાઈ ચિહ્ન જણાશે નહીં. આરંભથી જ ઉચ્ચતર ધાર્મિક જીવન, શૂદ્રને નકારવામાં આવ્યું છે. આમ કરીને ઉચ્ચતમ તબક્કાનો ચોથો આશ્રમ મેળવતાં તેને અટકાવવામાં આવ્યો છે. બ્રાહ્મણ પોતાના વિશેષાધિકાર તરીકે તેને જાળવવા માગતો હતો. આ પ્રકારના નિયંત્રણને બૌદ્ધ અને જૈન ધર્મનાં પ્રબળ બળોએ વિચ્છિન્ન કરી