________________ હર્મન યાકોબી 83 જ્યારે હેલનના અપહરણમાં તેની સંમતિ હતી અને લંકા અને ટ્રોય પરત્વેના યુદ્ધમાં પણ સમાનતા છે. પણ આ સમાનતા ત્યાં જ પૂરી થાય છે જેવા આપણે વિગતોમાં જઈએ છીએ. આશયના કથા ઘટકને ઊછીના લેવાનો વિચાર મને તો એટલા માટે બિનજરૂરી લાગે છે કે પ્રાચીન સમયમાં, અને ના, અત્યારના સમયમાં પણ સ્ત્રીનું અપહરણ એ પ્રચલિત રિવાજ છે. અને કેટલાક સભ્ય લોકોમાં એ સ્વીકૃત લગ્ન પ્રકાર છે. અને આને કારણે ઘણીવાર લોહિયાળ ઝઘડા પણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે સાબીન સ્ત્રીઓનું અપહરણ અને હીરોડોટના પ્રથમ સર્ગને લઈ શકીએ જ્યાં રાષ્ટ્રો વચ્ચેની શત્રુતા અને યુદ્ધ સ્ત્રીઓનાં અપહરણથી આરંભાતાં હોય છે. સંસ્કૃતિના એક ચોક્કસ તબક્કે સ્ત્રીઓનું અપહરણ બધી જગ્યાએ પ્રચલિત હતું અને, ટંટા-ફિસાદ અને યુદ્ધોની વૃદ્ધિ માટે તે જ જવાબદાર હતું. એટલે, એવું માનવાને કોઈ કારણ નથી કે ભારતીયોએ સ્વયં આ ઘટકને ઉપયોગમાં લીધું નહીં. જો હજુ પણ આ કથાઘટકને ભારતીયોએ ઉછીનું લીધું એવું માનવામાં આવે તો, અપહરણ સાથે ન સંકળાયેલા કેટલાક પ્રસંગોના મળતાપણામાંથી જ આની ખાત્રી કરી શકાય. એવા પ્રસંગો કે, અપહરણનાં સ્વાભાવિક પરિણામો સાથે સંકળાયેલાં ન હોય પણ જે, પ્રાચીન કથાઓમાં આકસ્મિક રીતે આવી ગયાં હોય. પણ એવાં શોધવાનો આપણો પ્રયત્ન નિષ્ફળ જાય છે. એથી ઊલટું ભારતીય કથામાં ગ્રીક કરતાં જુદી પરિસ્થિતિ છે. 30 મને એવું જણાય છે કે રામનો પણછ ચઢાવવાનો પ્રસંગ ઓડિસીયસ સાથે બહુ ઓછો આંતરિક સંબંધ ધરાવે છે. રામે ધનુષ પર પણછ જનકરાજાની પુત્રી મેળવવા ચઢાવવાની છે. આ તો એક પ્રકારની શક્તિપરીક્ષા છે, જે લગ્ન પહેલાં યોજાવી જોઈએ અને કેટલીક લડાયક જાતિઓ માટે તો આ ફરિજયાત છે. આની સાથે સીગફ્રિડના પથ્થરફેંકને સરખાવો. ભારતીયો માટે ધનુષ મુખ્ય અસ્ત્ર હતું. એટલે, તે શક્તિ પરીક્ષામાં મુખ્ય ભાગ ભજવે છે. સીતા માટે જ નહીં પણ દ્રૌપદી માટે પણ તે શરત હતી. જો શક્તિપરીક્ષા એક જાતિનો રિવાજ હોય અને, ગ્રીકની કોઈ અલાયદી વિશેષતા ન હોય તો આપણે, ઉછીનું લેવાયું છે એ સત્ય સિદ્ધ કરવું હશે તો, એ માટેની ચોક્કસ સાબિતિ માગીશું. પણ એ તો છે નહીં. ઓડિસીયસે પણ પણછ ચઢાવેલી, પણ આશય તદ્દન જુદો જ છે. ઓડિસીયસને પોતાની પત્ની પેનેલોપીને મેળવવાની નથી તે તો એની પત્ની હતી જ, પણ પરિણયવાંછુઓને પાછળ રાખવા માટે પણછ ચઢાવવાની અને કુહાડીથી મારી નાખવાની કસોટી તો એક યુક્તિ હતી. હવે વેબર એક જનક જાતકનો ઉલ્લેખ કરે છે. આ કથામાં, વહાણભંગ થએ, સમુદ્રદેવી દ્વારા વ્યક્તિને બચાવવાની અને, પણછ ચઢાવીને રાજકુમારીને જિતવાની વાત