________________ હર્મન યાકોબી એથી ઊલટું સીલોનના બૌદ્ધો તેમના ટાપુને 27 લંકા કહે છે. અને આ નામ સૌ પ્રથમ (302 અને 477 એ. ડી. વચ્ચે રચાયેલા)૨૮ દીપવંશમાં મળે છે. સિંહલ અને તામ્રપર્ણી નામોનો સંબંધ સીલોનના દંતકથાના પાત્ર એવા શાસક વિજય સાથે જોડાયેલો છે. તેઓ અતિપ્રચલિત અને પ્રાચીનતમ નામો હોઈ શકે. પણ લંકા એટલું લોકપ્રિય જણાતું નથી અને બૌદ્ધોએ કૃત્રિમ રીતે આપેલું નામ જણાય છે. આવી ધારણાને એ રીતે સમર્થન મળે છે કે આ નામ રામાયણમાંથી ઉછીનું લીધું છે, કારણ કે આ નામ દક્ષિણ ભારતમાં બહુ જ લોકપ્રિય હતું અને તેનું વિષયવસ્તુ પણ પ્રચલિતપણે જાણીતું હતું.૨૯ રામાયણમાં દક્ષિણ ભારતની પ્રતિમા ગમે તેટલી અનિશ્ચિત હોય પણ દક્ષિણના નિવાસીઓ પવિત્ર તીર્થો પર કબજો જમાવવા રામે જેની મુલાકાત લીધી છે, તે સ્થળોને ઉકેલી શકાય છે. એટલે, સીલોનના નિવાસીઓ જો એવો દાવો કરે કે, તેઓ એ ભૂમિમાં રહ્યા છે રામના નિવાસથી પ્રખ્યાત બની તો, એથી આશ્ચર્ય પામવાનું નથી. તેઓએ પોતાના વતન તરીકે લંકાને જણાવ્યું એ વાતને કોઈ સ્પષ્ટતાની એટલા માટે જરૂર નથી કે આ અવધારણા આપણા દેશના વિદ્વાનો દ્વારા અસંદિગ્ધ સિદ્ધાન્ત તરીકે સ્વીકારવામાં આવી હતી. હું માનું છું કે, આદમના પુલને રામના સેતુ સાથે એકરૂપ ગણતાં, સર્વને પ્રતીતિકર લાગ્યું છે. મારી આ ચર્ચા પછી પણ, જો કોઈ લંકાને સીલોનના પ્રાચીનતમ અને સંજ્ઞાવાચક નામ તરીકે સ્વીકારવા તૈયાર હોય તો, એ ધારવું જોઈએ કે, વાલ્મીકિ એવા સમયે થયા જયારે, તામ્રપર્ણી અને સિંહલદ્વીપ જેવાં ઐતિહાસિક નામો હજુ અજાણ્યાં હતાં. પણ બ્રાહ્મણ ભારતીયો તેમનાથી તદ્દન પરિચિત હતા. અંતમાં લંકા શબ્દ વિશે નોંધ કરવી જોઈએ. લંકાની એક ટાપુ તરીકે કલ્પના કરવામાં આવી છે. અહીં સંજ્ઞાવાચક નામને વિશેષણ તરીકે પ્રયોજવામાં આવ્યું છે, કારણ કે ઘણા લાંબા સમય સુધી ભાષા પાસે ટાપુ માટે કોઈ શબ્દ હતો નહીં. એનું કારણ એ કે, તેલંગના કિનારાઓ બહુ જ દરિદ્ર છે અને, નદીઓમાં પણ, કેવળ નાના નાના ટાપુ મળે. - બૌદ્ધોના સામ્પ્રદાયિક ગ્રંથોમાં, શ્લોકનો છૂટથી ઉપયોગ થયો છે. એટલે એવા તારણ પર પણ અવાય કે રામાયણ કરતાં તે પ્રાચીન છે. એ શ્લોકોની રચના માટે ચુસ્ત નિયમો હતા. પણ એવી હકીકતો છે કે, જે આવા તારણથી વિપરીત છે. પહેલું તો પછીનાં, સંસ્કૃત કાવ્યોમાં, સ્વરૂપની સંપૂર્ણતા માટે એટલો આગ્રહ નથી, ઉ. દા. હેમચન્દ્રનું પરિશિષ્ટ પર્વ. ખાસ કરીને, વૈજ્ઞાનિક ગ્રંથોમાં શ્લોકના બંધારણના ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. બીજું, સાહિત્યની ભાષા તરીકે પાલીનો