________________ હર્મન યાકોબી 79 શ્લોક આ પ્રમાણે છે : अमृष्यमाणः पुनरुग्रतेजाः निशम्य तन्नास्तिकवाक्यहेतुम् / अथाब्रवीत् तं नृपतेस्तनूजो विगर्हमाणो वचनानि तस्य / | વિષયનું નિરૂપણ એક વાર થયા પછી, તે ફરીથી આવે છે અને જુદા છંદમાં આવે છે. સ્વતંત્રપણે આ બંને પરિસ્થિતિઓ ખંડની પ્રામાણિકતા વિશે શંકા પેદા કરે છે. પણ એકબીજાથી સમર્થિત તેઓ પ્રક્ષિપ્ત અંશને જાહેર કરે છે. 24 આ અવધારણાને એ રીતે સમર્થન પ્રાપ્ત થાય છે કે બીજાં સંસ્કરણોમાં આ મળતું નથી. કાશ્મીરની હસ્તપ્રતમાં ૩૬મો શ્લોક ૨૯મા પછી તરત જ આવે છે અને, 38 અને 39 ગેરહાજર છે. છતાં, બીજી રીતે પણ, રામાયણનો બૌદ્ધ ધર્મ સાથે સંબંધ જોડી શકાય. ટાલ્બોયઝ હીલરે પોતાના History of Indiaમાં એવો મત રજૂ કર્યો છે કે રામની લંકા પરની ચઢાઈમાં, સલોનના બૌદ્ધ શત્રુઓ સાથેની લડાઈ છે. અને આ બૌદ્ધીનું નામ રાક્ષસો છે. (જુઓ વેબર પૃ. 4) પહેલા જ તબક્કે કોઈ પૂછી શકે કે કવિને સિલોનના બૌદ્ધોનો વૈષ શા માટે હોય કારણ કે એ ટાપુ તો ઘણો દૂર આવેલો છે. તેના સમયમાં જો બૌદ્ધો હોય તો તેઓ તેની ઘણી નિકટ હશે અને તેથી સીલોન જેવી દૂરની ભૂમિમાં કવિને શોધવા જવાની જરૂર ન પડે. એવું વિચારવું ન જોઈએ કે સીલોનના બૌદ્ધ ધર્મે પોતાની અસર ઉત્તર ભારત સુધી પ્રસારી હતી. જો ઉત્તર ભારતના બૌદ્ધ ધર્મે પોતાનો આગવો વિકાસ દક્ષિણની જેમ સાધ્યો હોય તો પણ બન્ને એકબીજાથી વ્યવહારિક રીતે સ્વતંત્ર હતા. વધુમાં, જો વાલ્મીકિએ સીલોનના બૌદ્ધોને રાક્ષસો તરીકે નિરૂપ્યા હોય, તો, પોતાના આશયને છૂપાવવામાં તેઓ અભુત રીતે સફળ થયા. રાક્ષસો બ્રાહ્મણ-યજ્ઞનો વિધ્વંસ કરે છે એમ વર્ણવાતા હોય (પણ બૌદ્ધો સામે આવો કોઈ આરોપ આપણને જોવા મળતો નથી) તો પણ તેઓ વેદોથી પરિચિત છે અને યજ્ઞ કરે છે. એ નોંધવું જોઈએ કે રાવણ પણ પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્મા પાસેથી અપરાજેયતાનું વરદાન જબરજસ્તીથી મેળવે છે. ભારતીય કવિઓમાં પોતાના આશયને છૂપાવવાની કળા હોતી નથી અને પ્રસંગોપાત્ત જો તેઓ રૂપકગ્રંથિનો આશ્રય લેતા હોય તો તેઓ એવી રીતે કરે છે કે રૂપકગ્રંથિનો અર્થ અકળ રહેતો નથી. વ્યક્તિને આ રીતે વિચારવાની ફરજ પડે છે. પૂર્વ પ્રશિષ્ટ સમયના મહાન કવિ વાલ્મીકિએ એવું તે રૂપકાત્મક કાવ્ય રચ્યું કે, તેના ગોપિત રહસ્યને ૧૯મી સદી સુધી યુરોપનો વિદ્વાન શોધી નથી કાઢતો ત્યાં સુધી તે અકળ જ રહ્યું ! વાલ્મીકિની લંકા સીલોનનો નિર્દેશ કરતી હોય એ પણ મને શંકાસ્પદ લાગે છે. કવિના વારંવારના કથન અનુસાર સમુદ્રની પેલે પાર, ત્રિકુટ પર્વત ઉપર લંકાને