________________ 78 રામાયણ જાતકમાં એવાં કેટલાંક લક્ષણો છે જે, ખાસ કરીને રામાયણની યાદ દેવડાવે છે. આ રીતે જ્યારે રાણી સિરિગલ્મમાં જાય છે. ત્યારે, તેણે આવું શા માટે કર્યું તે કહેવામાં આવ્યું નથી. દેખીતું છે કે, રામાયણના ક્રોધાગારનો ઉલ્લેખ થયો છે અને ઉલ્લેખ આધાર વગરનો હોઈ શકે નહી. (2-9-22, 10,21) તદુપરાંત જાતકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, ઘણાં જનો વનવાસમાં જનારા સાથે ગયાં અને, ભરત પણ મોટા સૈન્ય સાથે આવ્યો. આ સૈન્ય તેણે નજીકમાં જ રાખ્યું. રામાયણમાં આ સર્વ ઠીક ઠીક વિગતો સાથે આવે છે. વેબરે પૃ. 65 પર નોંધ્યું છે કે, રામાયણમાં છેલ્લા સર્ગનો એક શ્લોક જાતકમાં પાલી ભાષામાં આવે છે. દક્ષિણ ભારતના સંસ્કરણમાં (બૉમ્બે આવૃત્તિમાં એ ત્રુટક છે.) આ શ્લોક આ પ્રમાણે મળે છે. दशवर्षसहस्राणि दशवर्षशतानि च / भ्रातृभिः सहितः श्रीमान् रामो राज्यमकारयत् // જાતકમાં શ્લોક આ પ્રમાણે છે. दशवस्ससहस्सानि वस्ससतानि च / कम्बुगीवो महाबाहू रामो राज्जमकारयि / આ શ્લોક વાર્તાની મધ્યમાં છે અને તદ્દન શુષ્ક છે. મોટાભાગના શ્લોકોની જેમ, આને પણ કોઈક પ્રાચીન સ્રોતમાંથી ઊછીનો લીધો હશે એવું વિચારવું જોઈએ. જાતકની પ્રસ્તાવના પૌરાણિક પંડિતનો ઉલ્લેખ કરે છે, જે તેના સ્રોતનું મહત્ત્વનું સૂચન કરે છે. હવે આપણા હાથમાં રામાયણ છે અને તેમાં ઉપર્યુક્ત શ્લોક આવે છે એટલે, પૂરેપૂરી સંભવિતતા છે કે તે જ સ્રોત બને છે, જેમાંથી વાર્તાના કથકે પોતાની પવિત્ર દંતકથા માટે, સામગ્રી મેળવી હશે. આપણે બૌદ્ધ જાતકમાં રામ-કથાના પ્રાચીનતર સ્વરૂપને પારખી શકતા નથી. એટલે આપણે એ તપાસવું જોઈએ કે, રામાયણમાં બૌદ્ધ અસરના કોઈ અવશેષો છે કે નહીં. વેબર પાંચમા પૃષ્ઠ પર કહે છે, “છેવટે, જેમાં બુદ્ધને ચોર માનવામાં આવે છે, તે ખંડ વિશે પણ અટકળ છે કે તે બીજા સ્તરે પ્રક્ષિપ્ત હોવો જોઈએ. વાચક પોતે જ નક્કી કરે. રામે ભારતની રાજગાદી સ્વીકારવાની વિનંતિ નકારી. જાબાલિ દલીલોથી રામને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ દલીલો લોકાયત દર્શનમાંથી લીધેલી છે. રામ તેના મતનું ખંડન કરે છે અને વચનભંગ નહીં કરવાનો પોતાનો નિશ્ચય દોહરાવે છે. આ વર્ણન ઉપજાતિ છંદના શ્લોકોમાં થાય છે અને ૫-૩૦થી 39 સુધી આ વિસ્તરે છે. 3) મો