________________ રામાયણ રહેવું જ જોઈએ. પણ તે ભારતને પોતાની પાદુકાઓ આપે છે જેના દ્વારા પોતાની અનુપસ્થિતિમાં શાસન થઈ શકે. ત્રણ વર્ષ પૂરાં થાય ત્યાં સુધી રામ એકલા વનમાં રહે છે. મુદત પુરી થયા પછી, તે પાછા આવે છે અને સીતાદેવી સાથે લગ્ન કરે છે. હું, વાલ્મીકિના રામાયણ કરતાં આ કથાને પ્રાચીન માનતો નથી. પણ એથી ઊલટું તે વિકૃતિ છે. અહીંયા શત્રુઘ્ન નથી પણ દશરથનાં બાળકોની સંખ્યા તો તેટલી જ એટલે કે સીતાદેવીને દશરથની પુત્રી બનાવી હોવાથી ચાર જ રહે છે. આરંભથી જ અને નહીં કે, વનવાસ પછી તે રામની પત્ની હતી. કારણ કે સીતાના નામ આગળ દેવી એવું બિરુદ ઉમેરવામાં આવ્યું છે. વળી, બૌદ્ધ કથામાં, વરદાનની વાત બિનજરૂરી છે કારણ કે દશરથ પોતાના પુત્રને આટલા માટે વનમાં નથી જવા દેતા પણ, રાણીના કાવતરાનો ડર છે. આપણે એટલા માટે, ધારવું જોઈએ કે, જાતકકથાના કથક આગળ એ વાર્તા રહી છે, જેમાં રામ જ રાજગાદીના હકદાર હતા અને વરદાનને કારણે રામને વનવાસ થયેલો. વળી તે પણ ધ્યાન પર આવવું જોઈએ કે વાર્તામાં રામનો વનવાસનો ગાળો ગમે તેટલો અસંગત લાગતો હોય પણ તે ભરતના આગમનથી પ્રેરિત હતો. સંજોગોના દબાણને વશ થઈ રામે બાર વર્ષ સુધી પોતાના વતનના નગરમાં પરત નહીં આવવાનું વચન આપ્યું હશે. અને છેવટે પાદુકાની વાર્તા પણ કેટલી અસંગત છે, જયારે, કાયદેસરનો શાસક કેવળ ત્રણ વર્ષ માટે જ ગેરહાજર રહેવાનો છે. એથી ઊલટું, રામાયણની વાર્તા કેટલી ન્યાય અને અસરકારક ઠરે છે. આ વાર્તા પ્રમાણે ભારતે તરત જ રામની શોધમાં નીકળવાનું છે, નવ વર્ષ પછીથી નહીં, અને રામે પૂરાં 14 વર્ષ વનવાસ વેઠવાનો છે. જાતકની આંતરિક વિસંગતિઓ જ દર્શાવે છે કે, તેની વાર્તા રામ-કથા પર આધારિત છે, અને જે, ઘણાં બિંદુઓએ રામાયણ સાથે મળતી આવે છે તે પહેલી નજરે જ વર્તાઈ આવે છે. ભિન્ન સંપ્રદાયની વ્યક્તિ પોતાના સંપ્રદાયના સમર્થનમાં એક પ્રાચીન કથાનો ઉપયોગ કરે છે ત્યારે, તે પોતાની કથાને પરિણામે તેને અપરિવર્તિત રાખતો નથી. પોતાની કથા મૂળથી ભિન્ન છે પણ તદ્દન અલગ નથી. જાતકના કથકે આવું સ્વૈચ્છિક પરિવર્તન કર્યું હશે. તે (કથક) માતાની કાવતરાખોરી સામે પિતાની સાવધાની સંતાનોના વનવાસનું કારણ છે એમ દર્શાવે છે. અન્ય બૌદ્ધ વાર્તાઓમાં પણ આ જ આશય ફરીથી દેખા દે છે, જેમાં બે વિશે વેબરે ઉલ્લેખ કર્યો છે. જાતકના રચયિતા પોતાની કપોલકલ્પિત ઘટકને એક વાર જ નહીં પણ પોતાના હેતુ માટે સુસ્થાપિત વાર્તાનો ઉપયોગ કરી શક્યો. અપૂર્ણતામાંથી અથવા તો આ વિશેષતા અત્યંત દેખીતી હોવાથી પોતાના મૂળભૂત આશયને દબાવી દીધો નથી. એ આશય કૈકેયીનું વરદાન છે. જો કે, આનું વાર્તામાં કોઈ