________________ હર્મન યાકોબી 75 એટલે, આપણે કલ્પી શકીએ છીએ કે વાલ્મીકિની શૈલીનું શીધ્ર અનુકરણ થવા માંડ્યું અને તેથી પ્રાચીન કથાને નવા આકારમાં ઢાળવા માટે લાંબો સમય આવશ્યક ન હતો. રામાયણની મહાભારત પરની અસર વિશે મારો મત સંક્ષેપમાં નીચેના મુદ્દાઓ પર આધારિત છે. 1. અત્યારના આકારમાં રામાયણ મહાભારત કરતાં વધુ પ્રાચીન છે. 2. જો તે આદિ કાવ્ય ન હોય તો પણ સર્વ સુસંવાદી અને કૃત્રિમ કવિતાનું પૂર્વજ તો હતું અને, આ પ્રકારના સર્વ કાવ્યને એ અતિક્રમી ગયું અને તેને ઝાંખું પાડી દીધું. 3. નિરૂપણ, ભાષા અને છંદ વિશેની કવિતાની તદબીરને વાલ્મીકિએ પૂર્ણતાએ પહોંચાડી અને પછીના સમયના મહાકાવ્ય માટેનો એક માપદંડ બની રહી. 4. વાલ્મીકિએ પ્રસ્તુત કરેલી ઉચ્ચતર કાવ્યની શૈલીની પરિસ્થિતિઓએ, મહાભારતની કથાનાં વિષયવસ્તુ ધરાવતાં મહાકાવ્યનાં ગીતોને પુનર્ગથિત કર્યા. 5. આ પાંડવોનો આદર કરનારા પાંચાલોની ભૂમિમાં બન્યું અને રામાયણની ઉદ્ગમભૂમિ એવા કોશલવાસીઓના પડોશમાં હતું. પ્રો. વેબર રામાયણ પરના તેમના ગ્રંથમાં દશરથ જાતકની ચર્ચાને પ્રાધાન્ય આપે છે જે તેમના મત પ્રમાણે રામ-કથાનું પ્રાચીન સ્વરૂપ છે. કાવ્યાત્મક અલંકરણ વગરની તે આ કથાના જેવી જ છે. બનારસના રાજા દશરથને તેની પત્નીથી રામપંડિત, લખણ (કુમાર અથવા પંડિત) અને સીતાદેવી એમ ત્રણ સંતાનો હતાં. તેની પત્નીના મૃત્યુ પછી તેણે ફરીથી લગ્ન કર્યું જેણે ભરતકુમાર નામના પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મના આનંદમાં તેણે રાણીને એક વરદાન આપ્યું. સાત કે આઠ વર્ષ પછી, પોતાના પુત્રને ગાદી મળે તે માટે તેણે વિધિ કરી. રાજાએ જીદપૂર્વક ના પાડી પણ, પોતાની કાવતરાખોર પત્નીથી ડરી, પહેલી પત્નીનાં બાળકોને વનમાં ચાલ્યા જવાનું કહ્યું અને, બાર વર્ષ પછી (જયોતિષી પ્રમાણે જીવનનું શેષ આયુષ્ય) પાછા આવવાનું કહ્યું. પોતાની બહેન સાથે બન્ને રાજકુમારો હિમાલય ગયા. નવ વર્ષ પછી દશરથનું મરણ થયું. વિધવા રાણી પોતાના પુત્ર ભરતને રાજ ગાદીએ બેસાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. ભરત રામને પાછા લઈ આવવા જાય છે. પણ રામ નકારતાં કહે છે કે, તેણે બાકીનાં ત્રણ વર્ષ વનમાં