________________ હર્મન યાકોબી કવિ હતા. આપણે બીજા કોઈ એવા કવિને જાણતા નથી કે, જે વાલ્મીકિના પુરોગામી હોય અને છતાં આવો યશ પ્રાપ્ત કર્યો હોય. આ માન્યતા પરંપરા સાથે પણ પૂરેપૂરી સંવાદિતા ધરાવે છે. રામાયણના પહેલા કાંડનો બીજો સર્ગ એ વર્ણવે છે કે, કેવી રીતે વાલ્મીકિએ અકસ્માતે શ્લોકને શોધી કાઢ્યો અને બ્રહ્મા છંદમાં રામનો ઇતિહાસ લખવાનું કામ વાલ્મીકિને કેવી રીતે સોપે છે. જો આ દંતકથાની જરા પણ સત્યતા હોય તો એવું જણાય છે કે વાલ્મીકિના કાવ્યમાં સૌ પ્રથમ વાર મહાકાવ્યનો શ્લોક પોતાના નિયમિત સ્વરૂપમાં પ્રગટ થાય છે. પરંપરા સાથે સુસંવાદી આ ઉપર્યુક્ત ચર્ચામાં આપણે એવો મત સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે રામાયણ જ સૌ પ્રથમ સુસંબદ્ધ અને સુઆયોજિત ગ્રંથ હતો કે જેણે આવો યુગ પ્રવર્તક પ્રભાવ પાથર્યો. આ કાર્ય વાલ્મીકિએ પોતાની વાણીથી સિદ્ધ કર્યું. વળી જે ઉપસ્કૃત છંદ વાલ્મીકિએ દાખલ કર્યો તેને પણ આરંભથી જ વૈશ્વિક પ્રતિસાદ સાંપડ્યો. અને એના જ અનુસંધાનમાં આપણે એવું પણ આગળ ધારી શકીએ કે મહાકાવ્યના ગાયકોએ નવી અને સારી રુચિને સંતોષવા માટે પોતાનાં જૂનાં કાવ્યોને નવી પદ્યરચનાના રૂપ પ્રમાણે પુનગ્રંથિત કર્યા અને ત્યારે વાલ્મીકિના શ્લોક-છંદમાંની કથાઓને સાર્વત્રિક રીતે પુનગ્રંથિત કરી અને વાલ્મીકિનું રામાયણ સતત પ્રચારથી લોકપ્રિય બન્યું. અને જો આ મત યથાર્થ હોય અને અમે માનીએ છીએ કે, આ હકીકતથી ઠીક ઠીક સમર્થિત બને છે. આ એક અસ્પષ્ટ બિન્દુ છે જે મહાભારતની ઉત્ક્રાન્તિ દ્વારા સ્પષ્ટ બને છે. ૧૮૪૬માં એ હોટ્ઝમેને ક્યારનું પ્રતિપાદિત કરેલું અને તેના તે જ નામના ભત્રીજાએ હમણાં જ કીએલમાં ૧૮૯૨માં પ્રકાશિત થયેલા ગ્રંથમાં (Zur Geschichte and Kritik des Mahabharata)19 આનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. જે પાઠ આપણી સામે છે તે નિર્ણયાત્મક અને સ્પષ્ટ રીતે પાણ્ડવોનો પક્ષ લે છે. પણ મૂળમાં કૌરવો કથાઓમાં વધુ ઉદાત્ત છે. કૌરવો વિશે કડક શબ્દોમાં જૂજ અપવાદો સિવાય નિન્દા કરવામાં આવી છે. પણ તેમનાં કાર્યો સતત ઉદાત્ત છે જ્યારે સજ્જન પાંડવો એક પછી એક દુષ્ટતા આચરતા જાય છે અને છતાં, અત્યંત સભ્ય કારણોથી સર્વ સંભવિત રીતે ન્યાયી ઠરાવવામાં આવે છે. મૂળ આયોજનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું? એવું વિચારી શકાય કે કૃષ્ણના દૈવીકરણે પાંડવો માટે સહાનુભૂતિ પ્રેરી હોય. ઉલટું એમ પણ દલીલ કરી શકાય કે કૃષ્ણ દેવની કક્ષાએ પહોંચ્યા તેના ઘણા સમય પહેલાં પરિવર્તિત અભિગમે દેખા દીધી હતી. કૃષ્ણભક્તિ-સંપ્રદાય નિર્ણયાત્મક તબક્કે પહોંચ્યો હોય તો પણ સંભવતઃ તેને સાર્વત્રિક આવકાર મળ્યો નહીં અને પરિણામે, તેમના પરત્વેના સાદરના કારણે સમસ્ત કથા બદલવામાં આવી અને નવી વ્યવસ્થામાં ઢાળવામાં આવી. પણ આવી ધારણાની