________________ રામાયણ સાધવાનો આખ્યાનકનો પ્રયત્ન હશે. આખાને આખાં પદ્યો એક જ પ્રકારની પંક્તિઓથી રચાતાં. એટલે, જૂના આખ્યાનકને બદલે ઉપજાતિમાં પદ્ય આવ્યું જેણે સર્વ વૈવિધ્યને ફગાવી દીધેલું. જો કે એમાં પ્રશિષ્ટ કવિઓએ બદલામાં ન સ્વીકારેલી 13 અને 14 અક્ષરોની પંક્તિઓને ન ગણીએ તો મહાભારતમાં ઉપજાતિ અને વંશસ્થમાં પછીના ખંડોનું બાહુલ્ય છે પણ રામાયણમાં તેમની સંખ્યા ઘણી ઓછી છે. આ હકીકત આવા ખંડો પછીથી થયેલાં ઉમેરણો છે એવી શંકાને ન્યાયી ઠરાવે છે. વિનિમય માટે આ છંદ અત્યંત અનુકૂળ હતો પણ તેની ચુસ્ત એકવાક્યતાને કારણે, મહાકાવ્યના છંદ માટે તે યોગ્ય ન હતો. ભારતમાં તેના ઉપયોગને કારણે જો એક જ છંદનો તેમાં પ્રયોગ કરવામાં આવે તો દળદાર મહાકાવ્યો અસહ્યપણે એકવિધ બની ગયાં હોત. * વૈદિક મંત્રનું ગણનાપાત્ર એકવિધતાભર્યા અનુષ્ટ્રભુમાંથી બ્રાહ્મણ અને ઉપનિષદોમાં મહત્તર વૈવિધ્ય ઉત્ક્રાન્ત થયું. આ ઉત્ક્રાન્તિઓએ કેટલીકવાર પ્રતીપ માર્ગ પણ ગ્રહણ કર્યો. મહાકાવ્યના શ્લોકમાં નિયત નિયમોને કારણે મુક્તિ રુંધાઈ ગયેલી જણાય છે, અને છતાં તેમાં ઘણા ગુણો છે. દરેક ચરણના પહેલા અને છેલ્લા અક્ષરોને આપણે ગણતરીમાં ન લઈએ તો પણ, સમાન ચરણો પાંચ પ્રકારનાં રૂપ દર્શાવે છે. પથ્થાનાં વિષમ ચરણો 6 પ્રકાર દર્શાવે છે, વિપુલાનાં સર્વ ચરણો 8 રૂપ દર્શાવે છે, આ રીતે અર્થે શ્લોક (નાનામાં નાનો છાંદીય એકમ) 645845=00 રૂપો ધરાવે છે. પહેલા અને છેલ્લા અક્ષરો દ્વિગુણિત થઈને આવતા હોવાથી જો, તે વૈવિધ્ય ગણીએ તો, કુલ 4470=280 રૂપાંતરો થાય. વૈયક્તિક વૈવિધ્યમાં ભેદ એટલો બધો નથી કે તેનું સર્વસામાન્ય લક્ષણ ભૂંસાઈ જાય અને તેણે ઘણા વૈવિધ્યને રૂંધી દીધું. આને કારણે ચુસ્ત નિશ્ચિત પ્રકારો પણ વિકસી શક્યા. વિપુલાના પરિવર્તિત પ્રકારોએ ઘણું વહેલું દેખો દીધેલો પણ પછી તેઓ બંધ એટલા માટે થઈ ગયા કે વિપુલાનાં ચરણ એકવિધ રીતે સમચરણો સાથે જોડાય છે કે, પરિણામે તે, અલગ જ એકમ બની જાય છે અને, તેથી પરિવર્તિત અંગ પ્રચલિત બની શકતું નથી.' પથ્થાના વર્ણનમાં અંશતઃ આવનારા શ્લોકના નિયમોનો ભારતીયોએ સૈદ્ધાત્તિક રીતે સ્વીકાર કર્યો છે અને તેઓ નિયમ તરીકે ઉદ્ઘોષિત થયા છે. વિપુલાના નિયમોને કવિ ચુસ્તપણે જાળવે છે અને તેમના માટે નિયત નિયમો ન હોવા છતાં મહાકાવ્યના વારંવારના વાચનથી, અંતઃ પ્રેરણાથી દરેક જણ શિખી લેતું હોય છે. આપણે પ્રાચીન સમય માટે પણ આવી પરિસ્થિતિ ધારી શકીએ છીએ. સંભવતઃ કોઈક મહત્ત્વના કવિએ આ ધોરણ દાખલ કર્યું અને, મહાકાવ્ય-કાળના કવિઓ તેને અનુસર્યા. રામાયણ અને મહાભારત વચ્ચે શ્લોકના બંધારણ અંગે પૂરેપૂરી સહમતિ છે. વાલ્મીકિ કદાચ પ્રસ્થાનકર્તા