________________ 74 રામાયણ આવશ્યકતા એટલા માટે નથી કે, સર્વસંમતિથી મહાભારતને એક ચોક્કસ યોજના પ્રમાણે ઢાળવામાં આવ્યું હતું. પણ આવો નિર્ણય કેવી રીતે થઈ શકે અને તેને અમલમાં કેવી રીતે મૂકી શકાય? દોષનો ટોપલો દુષ્ટ બ્રાહ્મણોને માથે ઢોળી નહીં શકાય કારણકે તેઓનું મંડળ કોઈ પદની ઉચ્ચવચતા સિવાય સહગ્નશીષ હતું. તેઓ અવયવો તો હતા નહીં કે જેની રચના થઈ શકે, જેમના વિશે નિર્ણય થઈ શકે અનેક કાર્યમાં જેની પરિણતિ થાય તેવી યોજનાઓ બનાવી શકાય. અને આના વગર તો કોઈ પણ કાર્ય માટેની ઊર્જાની કલ્પના તો કરી જ ન શકીએ ને પરિણામોનો પૂરતો વિચાર કર્યા વગર, મહાકાવ્યનું પુનર્ગઠન સીધીસાદી રીતે થયું હશે. અતિ પ્રતિભાશાળી કવિએ રચેલા વધુ વિદગ્ધ અને સુસંવાદી કાવ્યના પરિશીલનથી. લોકોની રુચિ વધુ સંસ્કારાએલી બની ત્યારે આ જરૂરિયાતની બાબત બની અને પૂર્વના મહાકાવ્યનાં ગીતો પ્રત્યે દ્વેષ ધરાવનારું બન્યું. પુનગ્રંથનથી લોકોની રુચિમાં ઢળાયેલું તે બન્યું અને તેથી સંપૂર્ણપણે કાલગ્રસ્ત થયું નહીં. આ પુનર્ચથનમાં આપણને એક વિશેષ સમય અને સ્થળનો સૂર સંભળાય છે. જયાં, આવું પુનરભિમુખીકરણ બન્યું હતું અને જો તે એવી ભૂમિમાં બન્યું હોય કે જે પાંડવો પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવનારી હોય અને જેઓ મિત્રતાનો સંબંધ ધરાવતા હોય અને તેમની સાથે જોડાણ કર્યું હોય, તો તે તદ્દન સ્વાભાવિક છે અને, વધારે નિયંત્રણ વગર સમજી શકાય એવી બાબત છે કે, પુનર્ગથિત મહાભારતમાં પાંડવો એક વિશેષ અધિકાર ધરાવનારા, જનો હશે.એટલે, જો આપણે એમ કહીએ કે, મહાભારતનું પુનર્ગથન એવા પ્રદેશમાં થયું કે જ્યાં કૌરવોની સરખામણીમાં પાંડવોને પસંદ કરવામાં આવતા તે વિચિત્ર નહીં ગણાય. પ્રાચીન ભારતની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર આમ બનવું સ્વાભાવિક અને અનિવાર્ય છે એમ દર્શાવશે. કોશલની પશ્ચિમે રામાયણ ઉદ્ભવ્યું અને પાંચાલનો દેશ પડોશી રાજય હતું. આ સ્થળના રાજવંશમાંથી દ્રૌપદી આવી જે પાંડુના પાંચ પુત્રોની સહિયારી હતી. પહેલા જ અવસરે રામાયણ આ પ્રદેશમાં પ્રસર્યું હશે અને પોતાનાં મૂળ ઊંડાં નાખ્યાં હશે, અને પછી દૂરના પશ્ચિમમાં રાજકુમારો જ્યાં રહેતા હતા ત્યાં પહોચ્યું અને, મહાકાવ્યની પરંપરા સાથે સુસંગત રીતે, આ પ્રદેશ કુરુઓની તરફેણમાં હતો. વળી એ પણ સ્વાભાવિક છે કે વાલ્મીકિની કવિતાને પ્રશંસા અને અનુકરણ પાંચાલ પ્રદેશમાં સૌ પ્રથમ અને પછી પશ્ચિમના પ્રાન્તોમાં પ્રાપ્ત થયાં. પરિણામ એ આવ્યું કે મહાકાવ્યનાં ગીતોને નવી પદ્ધતિથી ઢાળવામાં આવ્યાં જેમાં પાંડવોના હિતની તરફદારી કરી. આવું ઘટવા માટે બહુ દીર્ઘ સમય જરૂરી હતું એવું માનવું આવશ્યક નથી કારણ કે અન્ય પ્રજાના સાહિત્યના ઇતિહાસો એવાં ઘણાં પરિચિત ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે એક પ્રમુખ કવિ શીઘ ક્રાંતિ કરી શકે છે. તે એવા જોમ સાથે કામ કરે છે કે બહુ જ અલ્પ કાળમાં પણ તદ્દન ન વિચારી શકાય તેવી રીતે નહીં એવી સર્વસામાન્ય રીતમાં ભંગાણ પાડે છે.