________________ રામાયણ ઉપયોગ કરવો એ એક નવીન સાહસ હતું. કવિઓને તેની લવચીકતા માટે દેખીતી રીતે સંઘર્ષ કરવો પડ્યો હતો. એટલે, છંદના વધુ ચુસ્ત નિયમોની તેમણે અવગણના કરી હશે. ત્રીજું પાલીની રચનાઓ સારી રીતે સચવાઈ નથી. આપણાં સંપાદનોમાંની ઘણી છંદવિષયક ભૂલોને સહેલાઈથી સુધારી શકાય. પ્રકાશિત કૃતિઓ દર્શાવે છે કે વિપુલા પદ્યનાં પછીનાં અંગો તેમનામાં સચવાયાં છે. શ્લોકના નિરૂપણ કરતાં પણ વધુ મહત્ત્વની હકીકત એ છે કે પ્રકાશિત સાહિત્યમાં આર્યા છંદ વાપરવામાં આવ્યો છે. પણ પછીનાં મહાકાવ્યો સુધી તે લોકપ્રિય છંદ જણાયો નથી. હવે આપણે એ તપાસવું જોઈએ કે, રામાયણ પર કોઈ ગ્રીક અસર પારખી શકાય છે કે કેમ. સૌ પ્રથમ તો, એવું જોવામાં આવ્યું છે કે, પહેલા કાંડના ૫૪મા સર્ગમાં યવન પલ્લવ, શક, તુષાર વગેરેનો ઉલ્લેખ આવે છે. પણ પૃષ્ઠ પાંચ પર એ ક્યારનું દર્શાવ્યું છે કે, પહેલો કાંડ વાલ્મીકિની રચનામાં પછીનું ઉમેરણ છે અને, વિશ્વામિત્ર-પ્રસંગ પહેલા કાંડમાં જોડી દેવામાં આવ્યો છે. એટલે, વિશ્વામિત્ર-પ્રસંગમાં યવન શબ્દના ઉલ્લેખ પરથી આપણે પહેલા કાંડ કે રામાયણના રચનાકાળ વિશે કોઈ તારણ પર આવી શકીએ નહી. બીજું આ ઉલ્લેખ પામેલી જાતિઓનો ચોથા કાંડના ચાર લોકના વર્ણનના સંદર્ભમાં થયો છે. (જુઓ વેબર, રામાયણ, પૃ. 24) પણ આગળ આપણે એવી દલીલો રજૂ કરી છે કે આ ખંડ મૂળ કાવ્યને અજાણ્યો હતો. યવનના આ ઉલ્લેખો સર્વ સંસ્કરણોમાં આવે છે. અને, તેથી એવું ફલિત થાય છે કે, જ્યારે ગ્રીકો ભારતીયોના સંપર્કમાં આવ્યા ત્યારે રામાયણ ગ્રંથ હજુ સ્થિર થયો ન હતો. વેબરનું નિરીક્ષણ છે તે પ્રમાણે ગ્રીક રાશિ અને જન્માક્ષરના ઉલ્લેખ પરથી તવારીખની કોઈ સામગ્રી મેળવી શકાશે નહી. આ કેવળ સંસ્કરણ સીમાં આવે છે. તેઓનું કથન છે, એ મત સત્યથી બહુ દૂર નથી કે, જન્માક્ષરની આવી પ્રસ્તુતિ ઉત્સાહી જયોતિષીઓનું બીજી કક્ષાનું કાર્ય હતું. તેઓ આવા મહત્ત્વના બનાવ અંગે બહુ જ પાંખી માહિતી આપવા ઇચ્છતા હતા. - રામાયણના રચનાકાળની સમસ્યાના સમાધાનની બાબતમાં એ ખૂબ જ મહત્ત્વનું હતું. વેબરનો મત એ હતો કે, લંકા પરની ચડાઈનું મૂળ પ્રારૂપ હેલનનું અપહરણ અને ટ્રોય પરની ચઢાઈ હતી. વેબરનો આ મત જો યથાર્થ હોત તો, રામાયણના રચના કાળની સમસ્યાના સમાધાનની બાબતમાં ખૂબ જ મહત્ત્વનું હતું. પણ આપણે બન્ને પ્રસંગો વિશેના આશયની સમાનતા એ નોંધવાની છે કે, સીતાનું અહીં બળજબરીથી અપહરણ થયું છે,