________________ હર્મન યાકોબી 71 શક્તિમત્તામાં પ્રગટ થાય છે. મહાભારતમાં ધ્યાનપાત્ર ભેદ એ છે કે સંબોધન સવાર કે 3]: જેવા શબ્દોથી રજૂ થાય છે જયારે રામાયણમાં તે કથાનો ભાગ બનીને આવે છે. મહાકાવ્યની કવિતા જ્યાં ફૂલી ફાલી તે કાબૂલથી બંગાળના પ્રદેશમાં એક બીજું પણ નોંધપાત્ર મળતાપણું છે. મૂળમાં તે પ્રમાણે હતું નહીં. મહાભારતના જે ટૂકડાઓ આર્ષ છંદો કે વૈદિક છંદ ત્રિષ્ટ્રમ્ કે જગતીમાં રચાયા છે તે નિર્ણયાત્મક રીતે, રજૂઆતને લાગે વળગે છે ત્યાં સુધી ગ્રંથના મોટાભાગ કરતાં વધુ પ્રાચીન છે. તેમાં, કથા ને અંકોડા વગરની ત્રુટક અને ટૂકડાઓનાં લક્ષણ ધરાવે છે. આપણે આ ખંડોને, પ્રાચીન મહાકાવ્યના પ્રતિનિધિરૂપ અવશેષો ગણી શકીએ. પણ સારૂપ્ય અને નિરૂપણના વૈશદ્યથી ગ્રંથના મોટા ભાગથી શૈલી જુદી પડે છે. આ ઉત્કૃષ્ટતા ખરેખર તો નવસર્જન છે અને સિદ્ધિ છે. અને તેનો યશ ઉચ્ચ કોટિની બક્ષિસ ધરાવતા પ્રસ્થાપિત કવિને આપવો ઘટે, કે જેના ગ્રંથે સર્વનાં હૃદય જિતી લીધાં છે. હું એ અત્યંત સંભવિત માનું છું કે આ પ્રભાવ વાલ્મીકિનો છે. તેમનો ગ્રંથ પણ સાથે સાથે હતો. અને મહાભારત હોવા છતાં પરંપરા તેમને વિવિ અથવા તો પ્રથમ કવિનું ગૌરવ આપે છે. ભાષાની અને અભિવ્યક્તિની એકરૂપતા જો પ્રમુખકવિની નિર્ણાયક અસરનું પરિણામ હોય તો મહાકાવ્યની પદ્યબદ્ધતા પરથી પણ આપણે એ જ નિર્ણય પર આવી શકીએ. એ આશ્ચર્યજનક છે કે, જે સિદ્ધાન્તો મહાકાવ્યના શ્લોકનું નિયમન કરે છે તે પ્રશિષ્ટ કવિ માટે પણ યથાર્થતા ધરાવે છે. પણ તે જ છંદ મોકળાશથી બ્રાહ્મણો અને ઉપનિષદોમાં પ્રયોજાય છે. અને છતાં, એ જ સમયે વૈદિક અનુષ્ટ્રમાંથી નિયમિત શ્લોકનો એ સંધિકાળ પણ છે. પ્રાચીન કાળના મહાકાવ્ય માટેનો ઉચિત છંદ ત્રિષ્ટ્રમ્ અને જગતી જણાય છે. આ આખ્યાનક એવા એના પ્રાચીન નામ પરથી પણ જાણી શકાય છે. આગળ જણાવ્યું તેમ મહાભારતમાં આ છંદમાં ઘણા આર્ષ ખંડો છે, જે વેદની નજીક છે. કોઈ સ્વાભાવિક રીતે પૂછી શકે કે જો એ વખત તે મહાકાવ્યનો છંદ હોય તે પછીના સમયમાં “આખ્યાનક કેમ ટક્યો નથી ! છંદનો જે કંઈ અમારો થોડો ઘણો અભ્યાસ છે તેના આધારે, આ પ્રમાણે સરળતાથી જવાબ આપી શકાય. તે એટલા માટે ટકી ન શક્યો કારણ કે વૈદિક ત્રિષ્ટ્રમ્ છંદે ઘણાં રૂપો ધારણ કર્યા જણાય છે, અને જે પછીના સમયમાં ઉપજાતિ૭, શાલિની, વાતોર્મિ અને બીજા છંદોમાં પરિણમ્યા હોય. જેટલો વધારે વિકાસ થયો તેટલાં તે જ છંદનાં વિવિધ સ્વરૂપો, સ્વેચ્છાએ વિવિધ પ્રકારોની અવેજીમાં આવ્યાઃ સતત બદલાતા સ્વરૂપોની વિવિધતાની જગ્યાએ, કાલાન્તરે મિશ્ર પ્રકારનાં પડ્યો હયાતીમાં આવ્યાં જેમાં દરેક પાદ સરખા અક્ષરોના હોય પણ, વિવિધ પ્રકારનું અનુકૂલન સાધ્યું હોય. એ સરળતાથી સમજી શકાય એવું છે. અને છંદની ઉત્ક્રાન્તિનો ઇતિહાસ અનુમોદન પણ આપે છે કે આખ્યાનકમાં આ પ્રકારોમાંથી દરેક બીજા સાથે સંમશ્રિત છે, અને એક અખંડ સુસંવાદી શુદ્ધ એકમ તરીકે ઉન્મીલન