________________ હર્મન યાકોબી 69 प्रत्ययार्थं कथां चेमां कथयामास जानकी / क्षिप्तां इषीकां काकाय चित्रकूटे महागिरौ / भवता पुरुषव्याघ्र प्रत्यभिज्ञानकारणात् // ग्राहयित्वाहमात्मानं ततो दग्ध्वा च तां पुरीम् / सम्प्राप्ता इति तं रामः प्रियवादिनमार्चयत् / / ઉશ્રુંખલ કાગડો અને નગર દહનનો ઉલ્લેખ જે રામાયણ સાથે (5-38-67, 41-56) પરિચિત ન હોય તે શ્રોતાઓથી સમજી ન શકાય. પણ કવિ દેખીતી રીતે રામાયણ વિશેનું સામાન્ય જ્ઞાન અહીં અને બીજે પણ દાખવે છે. ઉદાહરણ રૂપે જયારે તે ૨૮૪-૨૧માં વાર્તાના સુવેની સમીપતામાં સુવેલ નદી, વન કે પર્વત છે તે સ્પષ્ટ કર્યા સિવાય વાર્તા સાથેના સંબંધની પહેલાં કે પછી ઉલ્લેખ થતો નથી.) એને કોઈ સ્પષ્ટ ઉલ્લેખની આવશ્યકતા હતી પણ નહીં કારણ કે રામાયણમાંથી સૌ કોઈ જાણતા. ઉપર કહ્યું તેમ, રામાયણથી રામોપાખ્યાનમાં પરિવર્તનો સમજાવતાં, આપણે એ અભિપ્રાય સાથે આરંભ કરવો પડશે કે, યુવાન કવિએ સાર નથી આપ્યો પણ લોકપ્રિય મહાકાવ્યનું મુક્ત અનુકરણ કર્યું છે અને તે પણ સ્મૃતિમાં સચવાયેલી હકીકતોને આધારે અને નહીં કે લેખિત પાઠના આદ્યરૂપને અનુસરી. પરિસ્થિતિ પરિવર્તન અને રૂપાંતર માટે બહુ જ અનુકૂળ છે. આ રીતે રામાયણ ૬-૬૭માં રામ પોતાનાં દૈવી બાણોથી કુમ્ભકર્ણના હાથ-પગ અને છેવટે મસ્તક કાપી નાખે છે. રામોપાખ્યાનમાં ૨૮૯-૨૧માં લક્ષ્મણ આ રીતે ઇન્દ્રજિતને હણે છે. રામાયણ ૬૧૦૭-૫૩માં રામ જેવું રાવણનું મસ્તક કાપે છે કે, તેની જગ્યાએ નવું મસ્તક ઊગે છે અને આમ સો વખત બને છે. આવો જ ચમત્કાર રામોપાખ્યાન ૨૮૭-૧૬માં કુમ્ભકર્ણનાં અંગો જેને લક્ષ્મણ કાપી નાખે છે વિશે બને છે. રામાયણમાં ઈન્દ્રજિત્ 6-44 થી 46, 73, 80 થી ૯૦માં એમ ત્રણ વાર યુદ્ધ કરવા આવે છે. રામોપાખ્યાનમાં કેવળ એક વાર, અને અહીં પણ પહેલા અને છેલ્લા ખંડોને જોડી દેવામાં આવ્યા છે. અંગદની ૨૮૮-૧૫માંની પ્રવૃત્તિ ૬-૪૪માંથી છે. ઈન્દ્રજિત ૨૮૮-૧પમાં નગરમાં પાછો આવે છે. તે, રામાયણના 6-46 અથવા 73 પ્રમાણે છે, અને ઈન્દ્રજિતની પછીની ૨૮૯૧૭ની કૂચ 6-86 પ્રમાણે છે. અહીંયા એ શંકા ઉદ્ભવી શકે કે શું આપણા કવિ રામાયણની કોઈ પ્રાચીન વાચનાને અનુસરે છે જેમાં ઈન્દ્રજિતુ કેવળ એક વાર આવે છે. અથવા પરસ્પર મેળ ન ખાતી જ ભિન્ન વાચનાઓની કથાઓને એકમાં રામપાખ્યાનમાં જોડી દેવામાં આવી છે.