________________ 68 રામાયણ પામતા. આ સર્વ સમાનતા પરથી એટલું ચોક્કસ ફલિત થાય છે કે આપણું રામાયણ રામોપાખ્યાનનો સ્રોત છે. કોઈના પણ માનસમાં શંકા હોય તો અમે આગળ પૃ.૧૦ પર ઉઠ્ઠત કરેલા શ્લોકનો સંદર્ભ આપીએ છીએ. सागरं चाम्बरप्रख्यं अम्बरं सागरोपमम् / રામવિયોર્યુદ્ધ રમવાયરિવ / ૬-૧૦૭-પર (બીમાં નથી) આ અદ્ભુત શ્લોક એકવાર સાંભળ્યા પછી ભૂલી ન શકાય. આ મહાભારતમાં ફરી આ રીતે દેખો દે છે. दसकन्धर राजसून्वोस्तथा युद्धमभून्महत् / બાવ્યોપમન્યત્ર તયોરેવ તથાવત્ / 3-290-20 સામગ્રી અને સ્વરૂપની દૃષ્ટિએ આ બહુ જ નબળી પ્રસ્તુતિ છે. અને તેના પરથી જ પહેલી નજરે જ, આ અનુકરણ છે એમ જણાઈ આવે છે. વિસ્તારથી નિરૂપણ કરતા ગ્રંથનું રાખોપાખ્યાન ઉતાવળે કરેલી પ્રસ્તુતિ છે. આ વાત એ હકીકત પરથી પણ ફલિત થાય છે કે તે જે પ્રસંગને એક કે થોડા શબ્દોમાં રજુ કરે છે તે રામાયણમાં સવિસ્તાર નિરૂપવામાં આવ્યો છે. અને રામાયણના જ્ઞાન સિવાય તે અસ્પષ્ટ પણ રહે છે. ઉદાહરણરૂપે રામાયણમાં ૬-૮૪-૮૬માં કહેવામાં આવ્યું છે કે, જો ઈન્દ્રજિત નિકસ્મિલા યજ્ઞ પાર પાડે તો, પછી તે અજેય બને છે. એટલે વિભીષણ લક્ષ્મણને ઈન્દ્રજિતે યજ્ઞમાં હવિ અર્પણ કરતાં રોકવાની સલાહ આપે છે. આ સર્વ મહાભારતમાં ૩-૨૮૯-૧૭માં એક જ શબ્દમાં કહેવામાં આવ્યું છે. अकृताह्निकमेवैनं जिघांसुर्जितकाशिनम् / शरैर्जघान संक्रुद्धं कृतसंज्ञोथ लक्ष्मणः / / આપણે ઋતસંશો શબ્દનું અર્થગાંભીર્ય રામાયણના ૬-૮૭-૩ર વાંચીએ તો જ સમજી શકીએ. रावणात्मजमाचष्टे लक्ष्मणाय विभीषणः / यः स वासवनिर्जेता रावणस्यात्मसंभवः / / સ પણ રથમા થાય હનૂમાં નિયતિ | વગેરે આ નોંધ પણ મહાભારતના 3-282-69-71 સાથે સંવાદી છે.