________________ રામાયણ છેલ્લી વાત વધુ સંભવિત મને જણાય છે. કારણ કે આપણે પહેલાં જોયું છે તેમ તેમાં પછીના મોટા ભાગના પ્રક્ષિપ્ત અંશોની માહિતી છતી થાય છે. જો ચમત્કારિક આયુધમાંથી છૂટકારો અને અદ્ભુત ઔષધિ દ્વારા રોગમુક્તિ જો બેને બદલે એક જ વાર થતી હોય તો, રઘુવંશ 12-76 થી ૭૯માંની કથાની જેમ રામોપાખ્યાન સમાન છે-મૂળ કથાનો અનુવાદ માનવાની જરૂર નથી. પણ વિગતોમાં ભિન્નતા હોવા છતાં, રામાયણની પૂર્વધારણા તો બને જ છે. અન્ય ઘણાં પરિવર્તન માટે કવિની કલ્પનાને આપણે જવાબદાર લેખવી જોઈએ. એથીય વધુ નકસાનકારક તો, આપણે એ ધારવું જોઈએ કે ભારતીયો પોતાના જાતઅનુભવોને કલ્પનાથી શણગાર્યા સિવાય રહી શકતા નથી. આવી ઘટના તો ન્યાયાલયમાં પણ બને છે જેના વિશે મને એકવાર સર ક્લાઈવ બેઈલેએ જણાવેલું : ન્યાયધીશો આ વિલક્ષણતા સામે સાવધાની રાખે છે કારણ કે, તે પુરાવાની ખરાબ રસમ છે. હવે, જો રામોપાખ્યાન રામાયણની પૂર્વધારણા રાખતું હોય અને, તે પણ સીમાં સચવાએલા રામાયણની તો એ પૂછવું જોઈએ કે જો રામાયણ સાર્વત્રિક જાણીતું હતું તો રામોપાખ્યાનની રચના જ શા માટે કરવામાં આવી ? ઉત્તર સ્વયંસ્પષ્ટ એ છે કે મહાભારતને એક વિશ્વકોશ બનાવવો અભિમત હતો, જેમાં સર્વ કથાઓ અને બીજી રસપ્રદ માહિતી પણ સમાવવામાં આવી હોય.૧૫ એટલે રામકથા અહીં અનુપસ્થિત તો રહે જ નહીં. મહાભારતમાં તે જ રીતે એનો સમાવેશ કરવામાં આવ્યો જે રીતે, ઘણી બીજી બધી કથાઓ પણ ઉમેરવામાં આવી હતી. હેતુ વધારે સારી રીતે સધાય એ માટે, તેને ફરીથી ઢાળવામાં આવી. રામાયણ અને રામોપાખ્યાનનો સંબંધ આપણને, આ પુનગ્રંથનથી અન્ય કથાઓને જે સહન કરવું પડ્યું હશે તેની અટકળ કરવા પ્રેરે છે. નલની કથા આનું ઉદાહરણ છે. સામગ્રીની રીતે જે રૂપમાં નલકથા ગમે તેટલી આકર્ષક હોય પણ જે રૂપમાં વ્યાવસાયિક કવિએ ઢાળ્યું છે તે જરા પણ સંતોષજનક નથી. છાંદસ કે વૈદિક ત્રિષ્ટ્રમ્ અને જગતી છંદમાં રચાયેલા સુસંબદ્ધ બહુ જ અલ્પ ખંડો જ પછીની પુનર્રચનાથી મુક્ત રહ્યા છે. અને તેમાંના વધુ મોટા ભાગના પરિવર્તનોથી પર રહ્યા છે. મહાભારત સમાપને પહોંચ્યું એના ઘણા સમય પહેલાં રામાયણ જાણીતું હતું એ જો સિદ્ધ હકીકત હોય તો, એ પ્રશ્ન ઊઠે છે કે, વધારે પ્રાચીન મહાકાવ્ય પછીના મહાકાવ્ય. પર કેવીક અસર છોડી છે. આ બાબતમાં કેટલીક હકીકતો આપણી સામે આવે છે. બન્ને કાવ્યોમાં આપણે એક જ ભાષા, એક જ શૈલી અને એક જ છંદ જોઈએ છીએ. એક જ ભાષા, સીમાં તો ખરી જ, જે રીતે બોલીંગ્સ પોતાના ગ્રંથમાં પૃ-૩૧ પર દર્શાવે છે. એક જ શૈલી અને અલ્પ ભેદ સિવાય રજૂઆતની પદ્ધતિ જે તત્કાલીન કવિઓની